Tuesday, April 30, 2024
More
    હોમપેજક્રાઈમહલ્દ્વાની હિંસામાં 6 વ્યક્તિઓના મોત, CM ધામીએ શૂટ એટ સાઈટનો આપ્યો હતો...

    હલ્દ્વાની હિંસામાં 6 વ્યક્તિઓના મોત, CM ધામીએ શૂટ એટ સાઈટનો આપ્યો હતો આદેશ: પોલીસ સહિત 300થી વધુ લોકો ઘાયલ

    નૈનીતાલના ડીએમ દ્વારા હલ્દ્વાનીમાં તાત્કાલિક કર્ફ્યું લાદવામાં આવ્યો હતો, અને શહેરની તમામ સ્કૂલો-કોલેજોને પણ એક દિવસની બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત શહેરની ઇન્ટરનેટની સુવિધા પણ સ્થગિત કરવામાં આવી હતી.

    - Advertisement -

    ઉત્તરાખંડના હલ્દ્વાનીના બનભૂલાપુરા વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા ગેરકાયદેસર રીતે બનાવવામા આવેલી મદરેસા અને મસ્જિદ પર બુલડોઝર કાર્યવાહી કરવામાં આવી હતી. જે પછી મામલો ઉગ્ર બન્યો હતો. કટ્ટર ઇસ્લામિક ટોળાએ કાર્યવાહીમાં ખલેલ પહોંચાડતા હોબાળો મચાવ્યો હતો, સ્થાનિક પોલીસ સ્ટેશનનની આગચંપી અને તોડફોડ જેવી ઘટનાઓ બાદ સ્થિતી હિંસક બનતા પ્રશાસને કર્ફ્યું જાહેર કર્યું હતું. સાથે જ CM ધામીએ દંગાઈઓને જોતા જ ગોળી મારવાનો આદેશ આપ્યો હતો. ત્યારે સમાચાર મળી રહ્યા છે કે, હલ્દ્વાની હિંસામાં ઘટનાને કાબુમાં કરવા માટે કરાયેલી ફાયરીંગમાં અત્યાર સુધી 6 ઉપદ્રવીઓના મોત થઇ ચૂકયા છે.

    ઘટના ઉગ્ર બનતા પોલીસ દ્વારા કરાયેલી ફાયરીંગમાં 6 વ્યક્તિઓ અનુક્રમે જ્હોની અને તેનો પુત્ર અનસ, એરીસ, ગૌહર, ફહીમ, ઈસરારની મોત થવા પામી હતી. સમગ્ર હિંસક ઘટનામાં 300થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલ વ્યક્તિઓમાં હલ્દ્વાની એસડીએમ પરિતોષ વર્મા, કાલાધુગી એસડીએમ રેખા કોહલી સહિત 200થી વધુ પોલીસકર્મીઓ ઈજાગ્રસ્ત થયા છે. તમામને નજીકની સ્થાનિક હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

    અહેવાલો અનુસાર નૈનીતાલના ડીએમ દ્વારા હલ્દ્વાનીમાં તાત્કાલિક કર્ફ્યું લાદવામાં આવ્યો હતો, અને શહેરની તમામ સ્કૂલો-કોલેજોને પણ એક દિવસની બંધ રાખવાનો આદેશ આપ્યો હતો. આ ઉપરાંત શહેરની ઇન્ટરનેટની સુવિધા પણ સ્થગિત કરવામાં આવી હતી. હિંસક ટોળાને કરેલા પથ્થરમારા અને આગચંપીથી ભારે નુકશાન થયું હતું

    - Advertisement -

    કટ્ટરપંથી ટોળાએ કાર્યવાહી માટે પહોંચેલી પોલીસ અને નગરપાલિકાની ટીમ પર પથ્થરો ફેંક્યા હતા, જેમાં SDM સહિતના અધિકારીઓ અને પોલીસકર્મીઓને ઈજા પહોંચી છે. આ ઉપરાંત ટોળાંએ એક ટ્રાન્સફોર્મરમાં આગ પણ લગાવી દીધી હતી, જેના કારણે વિસ્તારની વીજળી ઠપ થઈ ગઈ હતી. હિંસા વધી જતાં હલ્દ્વાનીમાં તમામ દુકાનો બંધ કરી દેવામાં આવી હતી.

    આ મામલે ઉત્તરાખંડમાં CM પુષ્કર સિંઘ ધામીએ મોટી બેઠક બોલાવી હતી અને દંગાઈઓ અને અરાજક તત્વો સાથે કડકાઈથી કામ લેવાના આદેશ આપવામાં આવ્યા હતા. CM ધામીએ ઉપદ્રવીઓને દેખાય ત્યાં જ ગોળી મારવાના આદેશ આપ્યા હતા. ઘટના હિંસક બન્યા બાદ પેરામિલિટરી ફોર્સ પણ ખડકી દેવામાં આવી હતી. હાલ પ્રશાસન દ્વારા હિંસા ભડકાવનાર તત્વોની ઓળખ કરવામાં આવી રહી છે અને તેમની ધરપકડ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં