પ્રોપગેન્ડા પોર્ટલ ‘ન્યૂઝક્લિક’ સાથે જોડાયેલા ‘પત્રકારો અને લેખકોનાં ઘરો પર દરોડા પાડ્યા બાદ હવે દિલ્હી પોલીસે પોર્ટલની ઑફિસ સીલ કરી દીધી છે. દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના અધિકારીઓ ન્યૂઝક્લિકની ઑફિસ ખાતે પહોંચ્યા હતા, જ્યાં સીલ મારી દીધું હતું.
ન્યૂઝ એજન્સી ANIએ આ કાર્યવાહી અંગે જાણકારી આપીને વીડિયો શૅર કર્યો છે.
#WATCH | Delhi Police Special Cell officials seal the office of 'NewsClick' in Delhi
— ANI (@ANI) October 3, 2023
Delhi Police is conducting raids at different premises linked to NewsClick under UAPA and other sections today. pic.twitter.com/yc1faa5sQw
મંગળવારે (3 ઓક્ટોબર, 2023) સવારે દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલની ટીમોએ ન્યૂઝક્લિક સાથે જોડાયેલા પત્રકારો અને લેખકોનાં ઘરો અને અન્ય ઠેકાણાં પર એકસાથે દરોડા પાડ્યા હતા. જેમાં ઘરોની તપાસ કરવામાં આવી તેમજ તેમના મોબાઈલ અને લેપટોપ પણ જપ્ત કરી લેવામાં આવ્યાં હતાં. જેમાંથી અમુકને પૂછપરછ માટે પણ લઇ જવામાં આવ્યા હતા. જોકે, હજુ સુધી કોઈની ધરપકડની પુષ્ટિ થઈ શકી નથી.
પોલીસે જણાવ્યું કે, આ કાર્યવાહી 17 ઓગસ્ટના રોજ દાખલ કરવામાં આવેલ એક કેસને લઈને કરવામાં આવી રહી છે. જે કેસ UAPAની લાગુ પડતી કલમો તેમજ IPCની કલમ 153A (વિવિધ સમુદાયો વાછસે વૈમનસ્ય સર્જવું) અને 120B (ગુનાહિત ષડયંત્ર રચવું) હેઠળ નોંધાયો છે. આ જ કેસને લઈને દિલ્હી પોલીસે આજે દરોડા પાડ્યા હતા.
કાર્યવાહીના ભાગ રૂપે ન્યૂઝક્લિકના એડિટર પ્રબીર પૂરકાયસ્થ અને લેખકો પરનજોય ગુહા તેમજ ઉર્મિલેશને સ્પેશિયલ સેલની ઓફિસે લાવવામાં આવ્યા હતા અને પૂછપરછ કરવામાં આવી હતી. બીજી તરફ, મુંબઈ પોલીસ સ્પેશિયલ સેલની ટીમો કથિત એક્ટિવિસ્ટ તિસ્તા સેતલવાડના નિવાસસ્થાને પહોંચી હતી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
નોંધનીય છે કે ન્યૂઝક્લિક પર ખોટી રીતે વિદેશી ફન્ડિંગ મેળવવાનો આરોપ છે. ઈડીની તપાસમાં સામે આવ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષમાં ન્યૂઝક્લિકને 38 કરોડ રૂપિયાનું વિદેશી ભંડોળ મળ્યું હતું. ત્યારબાદ ઓગસ્ટ, 2023માં અમેરિકન અખબાર ‘ધ ન્યૂયોર્ક ટાઈમ્સ’ દ્વારા એક રિપોર્ટ પ્રકાશિત કરીને આ મામલે વધુ ખુલાસા કરવામા આવ્યા હતા અને ન્યૂઝક્લિક અને ચીની સંસ્થાઓ વચ્ચેની સાંઠગાંઠ ખુલ્લી પાડવામાં આવી હતી. ત્યારબાદ દિલ્હી પોલીસે કેસ દાખલ કરીને તપાસ હાથ ધરી હતી.
#WATCH | On Delhi Police action against 'NewsClick', Union minister Anurag Thakur in Odisha's Bhubaneshwar, "The investigation agencies are doing their work. If the agency has taken action, then it must have been based on evidence or complaint." pic.twitter.com/fAMFKEb1sx
— ANI (@ANI) October 3, 2023
કાર્યવાહીને લઈને કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, “તપાસ એજન્સીઓ પોતાનું કામ કરી રહી છે. કોઈની સામે કોઈ ફરિયાદ હોય તો એજન્સીઓ તપાસ કરશે. પરંતુ વિભાગે કોઇ કાર્યવાહી કરી છે તો નિશ્ચિત રીતે પુરાવાઓના આધારે અને ફરિયાદના આધારે કરી હશે.”