દિલ્હીની આમ આદમી પાર્ટી (AAP) સરકારના મંત્રી આતિશી ભાજપ પર આક્ષેપ લગાવીને સારી રીતે ફસાય ગયા છે. દિલ્હી ભાજપે હવે તેમને માનહાનિની લીગલ નોટિસ ફટકારી દીધી છે. મંગળવારે (2 એપ્રિલ) તેમના આરોપો પર દિલ્હી ભાજપના અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ પ્રતિક્રિયા આપી હતી અને આતિશીને સાંજ સુધીમાં પોતાના નિવેદન પર ભાજપની માફી માંગવા માટે કહ્યું હતું. પરંતુ આતિશીએ તેવું ન કરતાં હવે દિલ્હી ભાજપે માનહાનિની લીગલ નોટિસ જ ફટકારી દીધી છે.
દિલ્હી ભાજપે બુધવારે (3 એપ્રિલ) દિલ્હીની AAP સરકારમાં મંત્રી આતિશીને માનહાનિની નોટિસ ફટકારી છે. નોંધવું જોઈએ કે, દિલ્હી લિકર પોલિસી કૌભાંડમાં EDએ કોર્ટમાં આતિશી માર્લેનાનું નામ પણ લીધું હતું. જે બાદ આતિશીએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. કોન્ફરન્સમાં તેમણે કહ્યું હતું કે, તેમને ભાજપે ઓફર આપી છે કે, કરિયર બચાવવું હોય તો ભાજપમાં સામેલ થઈ જાવ. નહીં તો ધરપકડ થઈ શકે છે. હવે તેમની આ વાત પર જ દિલ્હી ભાજપે તેમને માનહાનિની નોટિસ ફટકારી છે.
દિલ્હીમાં ભારતીય જનતા પાર્ટીના (BJPના) અધ્યક્ષ વીરેન્દ્ર સચદેવાએ કહ્યું, “અમે દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી માર્લેનાને કાનૂની નોટિસ મોકલી છે અને તેમણે જે કહ્યું તેના પુરાવા આપવા કહ્યું છે. અમે તેમને છોડીશું નહીં. આ વખતે તેમણે જવાબ આપવો જ પડશે.” આ ઉપરાંત કહેવાયું છે કે, 15 દિવસની અંદર જવાબ આપવામાં નહીં આવે તો કાયદેસરની તમામ કાર્યવાહી કરવામાં આવશે.
#WATCH | Delhi BJP chief Virendraa Sachdeva says, "We've given a legal notice to (Delhi Minister and AAP leader Atishi ) to provide evidence, We will not let her escape. This time she has to answer…"
— ANI (@ANI) April 3, 2024
Delhi Minister Atishi yesterday said that the BJP approached her to join the… pic.twitter.com/HsX44YWncz
દિલ્હી ભાજપ અધ્યક્ષે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું હતું કે, “ગઈકાલે AAP નેતા આતિશીએ કહ્યું હતું કે, તેમની નજીકના વ્યક્તિ દ્વારા તેમના પર પક્ષપલટા માટે દબાણ કરવામાં આવી રહ્યું છે. તેઓ ભૂતકાળમાં પણ આવા પાયાવિહોણા આક્ષેપો કરતાં રહ્યા છે. તેમણે ખોટું અને સ્વ-નિર્મિત નિવેદન આપ્યું છે.”
कल मंत्री सुश्री @AtishiAAP ने कहा है कि एक नज़दीकी व्यक्ति के माध्यम से उनपर दलबदल का दबाव डाला जा रहा है।
— Virendraa Sachdeva (मोदी का परिवार ) (@Virend_Sachdeva) April 3, 2024
सुश्री आतिशी पहले भी आदतन इस तरह के बेबुनियाद आरोप लगाती रही हैं। उन्होंने एक झूठा, खुद गढ़ा हुआ ब्यान दिया है।
आतिशी ने कोई ठोस या सही जानकारी नहीं दी है-
1) किसने… pic.twitter.com/mwBYKKl8lD
તેમણે વધુમાં કહ્યું કે, “આતિશીએ પોતાના નિવેદન સાથે કોઈ નક્કર કે સાચી માહિતી આપી નથી. કોણે તેમનો સંપર્ક કર્યો તે તેમણે જણાવ્યું ન હતું. આ અંગે તેમનો ક્યારે સંપર્ક કરવામાં આવ્યો તે પણ તેમણે જણાવ્યું ન હતું. આ સિવાય જો તેમનો સંપર્ક કરનાર વ્યક્તિ તેમની નજીકનો હોય તો તેમણે જવાબ આપવો જોઈએ કે તે કોણ હતો અને કોની સૂચના પર તેણે આ અંગે કોઈને કહ્યું ન હતું.”
આતિશીએ યોજી હતી પ્રેસ કોન્ફરન્સ
ED સામે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે બે AAP નેતાઓ અને સરકારમાં મંત્રી આતિશી અને સૌરભ ભારદ્વાજનાં નામ લીધાં હોવાનો ઘટસ્ફોટ થયા બાદ આતિશીએ 2 એપ્રિલે એક પ્રેસ કોફરન્સ કરીને મોટા-મોટા દાવા કર્યા હતા. તેમણે દાવો કર્યો હતો કે ભાજપે તેમને પાર્ટીમાં સામેલ થઈ જવા માટે ઓફર આપી છે તો બીજી તરફ તેમના સહિત 4 AAP નેતાઓની ધરપકડ કરવામાં આવશે એવી ‘ભવિષ્યવાણી’ પણ કરી હતી.
પ્રેસ કૉન્ફરન્સમાં આતિશીએ ‘સનસનીખેજ’ ખબર જણાવતાં હોવાનો દાવો કરીને કહ્યું હતું કે, “ભાજપે મારા એક નજીકના વ્યક્તિના માધ્યમથી મને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થવા માટે સંપર્ક કર્યો. મને કહેવામાં આવ્યું કે કાં તો હું ભાજપમાં સામેલ થઈ જાઉં અને પોતાની રાજકીય કારકિર્દી બચાવી લઉં, અથવા તો ભાજપમાં સામેલ ન થાઉં તો આવનાર 1 મહિનામાં ED દ્વારા મારી ધરપકડ કરી લેવામાં આવશે.”