મંગળવારે (24 ઓક્ટોબરે) દેહભરમાં વિજયાદશમીનો પવિત્ર તહેવાર ઉજવાઈ રહ્યો છે. દેશભરમાં અધર્મ પર ધર્મના વિજયના પ્રતિક સમાન દશેરાની ઉજવણી થાય છે. સાથે આ દિવસે શસ્ત્રપૂજન કરવાનું પણ અનેરું મહત્વ છે. પ્રાચીન પરંપરામાં રાજા-મહારાજાઓ શસ્ત્રપૂજન કરી મા શક્તિનું આહ્વાન કરતાં હતા. જ્યારે હાલના સમયે પણ શસ્ત્રપૂજનનું એટલું જ મહત્વ છે. દેશના રક્ષા મંત્રી રાજનાથ સિંઘે પણ શસ્ત્રપૂજન કર્યું છે. અરુણાચલ પ્રદેશના તવાંગમાં રક્ષા મંત્રીએ વૈદિક મંત્રોચ્ચાર સાથે શસ્ત્રપૂજન કર્યું હતુ. સાથે જ ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે પણ શસ્ત્રપૂજન કર્યું છે. એ સિવાય PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામના પાઠવી છે.
24 ઓકટોબર 2023 (મંગળવાર)ના રોજ દેશભરમાં દશેરાનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. એ સાથે જ આ દિવસે અનેક જગ્યાએ શસ્ત્રપૂજન પણ કરવામાં આવ્યું છે. જ્યારે દેશના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંઘે અરુણાચલ પ્રદેશના તવાંગમાં શસ્ત્રપૂજન કર્યું છે. એ ઉપરાંત તેમણે વિજયાદશમીનો તહેવાર પણ સેનાના જવાનો સાથે મનાવ્યો છે. તેમણે કહ્યું હતું કે, “આજથી ચાર વર્ષ પહેલાં હું અહીંયા આવ્યો હતો. મને ઈચ્છા થઈ કે હું વિજયાદશમી તમારી સાથે મનાવું. જે કઠિન સ્થિતિમાં આપ સૌ દેશની સુરક્ષાની જવાબદારી ઉઠાવો છો. તેના પર મને ગર્વ છે.”
विजयादशमी के पावन अवसर पर तवाँग में ‘शस्त्र पूजा’।
— Rajnath Singh (@rajnathsingh) October 24, 2023
https://t.co/JIYcBbd1no
તેમણે વધુમાં કહ્યું કે, અધિકાંશ યુવાનોની એ ઈચ્છા હોય છે કે તે એકવાર સેનામાં સેવા આપે. આ વર્દીનું શું મહત્વ છે તે દેશના નાગરિકોને ખબર છે. કોઈ ગામનો સામાન્ય વ્યક્તિ, જે ખરાબ વસ્તુઓનો સ્વીકાર નથી કરતો તેને લોકો ફોજી સ્વભાવનો કહે છે. એ આ દેશના જવાનો પ્રત્યે લોકોનો વિશ્વાસ દર્શાવે છે.
PM મોદી અને ગૃહમંત્રી અમિત શાહે વિજયાદશમીની આપી શુભકામના
મંગળવારે (24 ઓક્ટોબરે) સમગ્ર દેશ દશેરાનો તહેવાર ઉજવી રહ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘે શસ્ત્રપૂજન કર્યું એ ઉપરાંત આ પાવન અવસર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે પણ દેશવાસીઓને વિજયાદશમીની શુભકામનાઓ પાઠવી છે. PM નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર શુભકામનાઓ પાઠવતા લખ્યું છે કે, “દેશભરના મારા પરિવારજનોને વિજયાદશમીની હાર્દિક શુભકામનાઓ. આ પાવન પર્વ નકારાત્મક શક્તિઓના અંતની સાથે જ જીવનમાં સદભાવના અપનાવવાનો સંદેશ લઈને આવે છે.”
देशभर के मेरे परिवारजनों को विजयादशमी की हार्दिक शुभकामनाएं। यह पावन पर्व नकारात्मक शक्तियों के अंत के साथ ही जीवन में अच्छाई को अपनाने का संदेश लेकर आता है।
— Narendra Modi (@narendramodi) October 24, 2023
Wishing you all a Happy Vijaya Dashami!
એ ઉપરાંત ગૃહમંત્રી અમિત શાહે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર દેશવાસીઓને શુભકામના પાઠવતા લખ્યું કે, “સમસ્ત દેશવાસીઓને ‘વિજયાદશમી’ની હાર્દિક શુભકામનાઓ. અધર્મનો અંધકાર ભલે ગમે તેટલો ગાઢ હોય, સત્ય પર આધારિત ધર્મના પ્રકાશની જીત શાશ્વત છે. પાપ પર પુણ્યની જિતનો પ્રતિક ‘વિજયાદશમી’ આપણને સદૈવ વિવેક અને સત્યના માર્ગ પર ચાલવાની પ્રેરણા અને શિક્ષા દેનારો પર્વ છે. પ્રભુ શ્રીરામ સૌનું કલ્યાણ કરે. જય શ્રીરામ.”
समस्त देशवासियों को ‘विजयादशमी’ की हार्दिक शुभकामनाएं।
— Amit Shah (@AmitShah) October 24, 2023
अधर्म का अंधकार चाहे कितना भी घना क्यों न हो, सत्य के आधार पर धर्म के उजाले की विजय शाश्वत है। पाप पर पुण्य की विजय का प्रतीक ‘विजयादशमी’ हमें सदैव विवेक और सत्य के मार्ग पर चलने की प्रेरणा व शिक्षा देने वाला पर्व है।
प्रभु… pic.twitter.com/FX8bcVnNle
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ કર્યું શસ્ત્રપૂજન
મંગળવારે (24 ઓક્ટોબરે) દેશભરમાં વિજયાદશમીનો તહેવાર ઉજવાઈ રહ્યો છે. રક્ષા મંત્રી રાજનાથ સિંઘે શસ્ત્રપૂજન કર્યું છે. તે વચ્ચે ગુજરાતના CM ભૂપેન્દ્ર પેટેલે પણ વિજયાદશમી નિમિત્તે શસ્ત્રપૂજન કર્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંગળવારે સવારે પોતાના નિવાસ સ્થાને વૈદિક મંત્રોચ્ચાર સાથે વિધિ વિધાનથી શસ્ત્રપૂજન કર્યું હતું. CM ભૂપેન્દ્ર પટેલે આ દરમિયાન માથા પર રાજસી સાફો પહેર્યો હતો અને શસ્ત્ર સ્વરૂપે વિરાજિત શક્તિનું પૂજન કર્યું હતું.