Monday, June 23, 2025
More
    હોમપેજગુજરાત‘ડીજે માત્ર બહાનું, 15 વર્ષ જૂના વિવાદ બાદ મંદિરનું નિર્માણ કારણભૂત’: ભીલવણના...

    ‘ડીજે માત્ર બહાનું, 15 વર્ષ જૂના વિવાદ બાદ મંદિરનું નિર્માણ કારણભૂત’: ભીલવણના જે દલિત પરિવાર પર મુસ્લિમ ટોળાંએ કર્યો હુમલો, તેમણે ઑપઇન્ડિયાને જણાવી આપવીતી

    ફરિયાદી અનુસાર, મુસ્લિમ ટોળાંએ ઘરે આવીને જાતિવિષયક ગાળો આપી હતી અને કહ્યું હતું કે, "આ સા@ઓ ઢે#ઓના હાથ-પગ ભાંગી નાખો અને તેમના ઘરની મહિલાઓની આબરૂ લૂંટો ત્યારે તેમને સબક મળશે અને ગામના બીજા હિંદુડાઓને પણ ભાન થશે."

    - Advertisement -

    પાટણના (Patan) સરસ્વતી તાલુકાના ભીલવણમાં (Bhilvan) દલિત પરિવારના લગ્નપ્રસંગમાં ડીજેનું બહાનું ધરીને મુસ્લિમ ટોળાંએ કરેલા હુમલામાં (Attack) હવે વધુ જાણકારી સામે આવી છે. પીડિતોએ ઑપઇન્ડિયાને જણાવ્યું કે, આરોપી મુસ્લિમ ટોળાંએ તેમને જાતિવિષયક ગાળો ભાંડી હતી અને મહિલાઓની આબરૂ લૂંટવાના પણ પ્રયાસો કર્યા હતા. વધુમાં મહિલાઓએ પહેરેલા ઘરેણાં પણ લૂંટવામાં આવ્યાં હોવાનો આરોપ છે. ફરિયાદી અનુસાર, આ ઘટના માત્ર ડીજે વગાડવાને લઈને નથી બની, પરંતુ તેની પાછળ 15 વર્ષ જૂનો મંદિરનો વિવાદ પણ કારણભૂત છે.

    FIR મુજબ હફિઝા માણસીયા, આસિફ બાદરપુરા (ગામનો ઉપસરપંચ), આમીન મઢીયા, અબ્દુલ વહીદ માણસીયા, જાવેદ મરેડીયા, રહીમ મઢીયા, પરોડ મઢીયા, ટુલીયો મઢીયા, સઈદ અકબર, મહંમદ મરેડીયા, સાબેદા વાહીદ મઢીયા, ઇમ્તિયાઝ આમીન જીવા, અશફાક ઉમર અને મહંમદ સઈદ ચારોલીયા સહિતના મુસ્લિમ ટોળાં વિરુદ્ધ નામજોગ FIR નોંધવામાં આવી છે. આ સાથે જ 400થી 500ના મુસ્લિમ ટોળાં વિરુદ્ધ પણ ગુનો દાખલ થયો છે. FIRની નકલ ઑપઇન્ડિયા પાસે ઉપલબ્ધ છે.

    ‘આ હિંદુડાઓ સુધરશે નહીં’ કહીને મુસ્લિમ ટોળાંએ કર્યો હુમલો

    FIR અનુસાર, 16 મેના રોજ ફરિયાદી મહિલાના જેઠની દીકરીનાં લગ્ન થવાનાં હતાં. તે પહેલાં 15 મેના રોજ સ્થાનિક માતાજીના મંદિરમાં દલિત પરિવારના મહેમાનો હાજર હતા. અહીં રાસગરબા માટે મંગાવવામાં આવેલા ડીજેનું ટેસ્ટિંગ વગેરે કામ ચાલી રહ્યું હતું. ફરિયાદી અનુસાર, ડીજેના અવાજના બહાને મુખ્ય આરોપી હફિઝાએ (મહિલા) ‘અજાન સમયે ડીજે કેમ વગાડો છો’ કહીને પરિવાર સાથે માથાકૂટ કરી હતી અને ‘આ સા@ઓ, &#ના ઘર નથી’ જેવા જાતિવિષયક અપશબ્દો પણ કહ્યા હતા. વધુમાં આરોપ છે કે, આરોપી મહિલાએ આસપાસના અન્ય મુસ્લિમોને પણ ભેગા કર્યા હતા. પહેલાં 10-15 મુસ્લિમ મહિલાઓ એકઠી થઈ હતી અને ત્યારબાદ ધોકા અને લોખંડની પાઈપો લઈને 400થી 500 મુસ્લિમ પુરુષો પણ ભેગા થઈ ગયા અને માથાકૂટ શરૂ કરી હતી.

    - Advertisement -

    ફરિયાદ મુજબ, ગાડીઓ અને બુલેટ લઈને આસપાસના મુસ્લિમો એકઠા થઈ ગયા અને હિંદુ પરિવારને જાતિવિષયક ગાળો આપવા લાગ્યા હતા. ત્યારબાદ આરોપ છે કે, ટોળાંએ મા-બહેન સામેની ગાળો આપીને કહ્યું હતું કે, “આ સા*ઓ %#ઓ મુસ્લિમ લોકો વચ્ચે રહે છે અને તેમ છતાં રાસગરબા રાખ્યા છે અને ડીજે વગાડે છે. આમને મેથીપાક ચખાડવો પડશે ત્યારે જઈને આ હિંદુડાઓ સુધરશે.” આ ઉપરાંત કહેવાયું છે કે, મુસ્લિમ ટોળાંએ મંદિરની સામેના મંડપમાં તોડફોડ શરૂ કરી હતી અને મહેમાનો સાથે મારપીટ કરવા લાગ્યા હતા.

    આ ઘટના બાદ ગભરાયેલા હિંદુ પરિવારના લોકો ઘરે જતા રહ્યા હતા, તેમ છતાં મુસ્લિમ ટોળું ઘરે ઘસી આવ્યું હતું અને ત્યાં પણ મારપીટ કરવા લાગ્યું હતું. ફરિયાદી અનુસાર, મુસ્લિમ ટોળાંએ ઘરે આવીને જાતિવિષયક ગાળો આપી હતી અને કહ્યું હતું કે, “આ ^#ઓના હાથ-પગ ભાંગી નાખો અને તેમના ઘરની મહિલાઓની આબરૂ લૂંટો ત્યારે તેમને સબક મળશે અને ગામના બીજા હિંદુડાઓને પણ ભાન થશે.” ત્યારબાદ આરોપ છે કે, મુસ્લિમ ટોળાંએ લોખંડની પાઈપોથી મારવાનું શરૂ કરી દીધું હતું. વધુમાં FIRમાં ઉલ્લેખ છે કે, મુસ્લિમ ટોળાંએ હિંદુ સમાજના લોકોને કહ્યું હતું કે, “સા* હિંદુડાઓને રમેશ પ્રજાપતિને મારી નાખ્યો હતો તેનાથી પણ કોઈ સબક મળ્યો નથી. તેમના હાથ પગ ભાંગી નાખો.”

    અહીં ઉલ્લેખનીય છે કે વર્ષ 2009માં શિવસેનાના પાટણ તાલુકાના પ્રમુખ રમેશ પ્રજાપતિની કરપીણ હત્યા થઈ હતી અને હત્યા કરનારા ભીલવણ ગામના જ સોહેલ ભોરાલિયા, આમિર ઈબ્રાહીમ, ઉમર ભગત અને ઉમર સરોલિયા હતા. આ જ ઘટનાનો હવાલો આપીને મુસ્લિમ ટોળાંએ ફરીથી હિંદુ સમાજને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

    પીડિતોએ જણાવ્યું શું બન્યું હતું

    ઘટના વિશે ઑપઇન્ડિયા સાથે વાત કરતા ફરિયાદી મહિલાએ કહ્યું હતું કે, મુસ્લિમ ટોળાંના એક શખ્સે તેમની સાથે છેડતીનો પ્રયાસ કર્યો હતો. તેમના પરિવારની અન્ય એક મહિલાને પણ મુસ્લિમ શખ્સે બાથમાં પકડી લીધી હતી અને આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. જે બાદ પરિવારના અન્ય લોકો વચ્ચે પડતાં મુસ્લિમ ટોળાંએ લોખંડની પાઈપ વડે માર મારવાનો શરૂ કર્યો હતો.

    ફરિયાદી અનુસાર, આરોપી મુસ્લિમ ટોળાંએ મહિલાઓને પણ માર માર્યો હતો અને નાનાં બાળકો પણ ઘાયલ થયાં હતાં. આ ઉપરાંત આરોપ છે કે, મુસ્લિમ ટોળાંએ હિંદુ મહિલાઓએ પહેરેલા ઘરેણાં પણ ખેંચીને લૂંટી લીધાં હતાં. FIRમાં પણ કહેવાયું છે કે, મુસ્લિમ ટોળાંએ આશરે 4 લાખના ઘરેણાં લૂંટી લીધાં અને હિંદુ મહિલાઓની આબરૂ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો. આ સાથે જ આરોપીઓએ રાસગરબા કરવા અને ડીજે વગાડવા પર જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

    ’15 વર્ષ જૂના મંદિરને લઈને કરવામાં આવી હતી મારામારી’- ફરિયાદી મહિલા

    ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં ફરિયાદી મહિલાએ એ પણ જણાવ્યું હતું કે આરોપી મુસ્લિમ ટોળાંએ અગાઉ મંદિરને લઈને વિવાદ ઊભો કર્યો હતો અને હાલ પણ તે મુદ્દે જ પણ અન્ય બહાનાના આધારે મારામારી કરી હોવાનો આરોપ લગાવ્યો છે. ફરિયાદી અનુસાર, તેમનું ગામ મુસ્લિમ બાહુલ્ય છે અને દલિત સમાજનાં મકાનો વચ્ચે તેમણે એક મંદિર બનાવવાનું શરૂ કર્યું હતું. તે સમયે મુસ્લિમોએ વાંધો ઉઠાવ્યો હતો. જોકે, કોર્ટમાં કેસ ચાલ્યા બાદ 15 વર્ષે કોર્ટ તરફથી હિંદુ સમાજના લોકોને મંદિર બનાવવા માટેની મંજૂરી મળી ગઈ હતી. હાલ તે મંદિર નિર્માણાધીન છે અને રાસગરબાનો કાર્યક્રમ પણ તે મંદિરની સામે જ રાખવામાં આવ્યો હતો.

    ફરિયાદી મહિલા અનુસાર, આ મંદિરના નિર્માણને લઈને મુસ્લિમ સમુદાયના લોકોને વાંધો હતો. જે-તે સમયે પણ મુસ્લિમ સમુદાયના કેટલાક અસામાજિક તત્વોએ દલિત પરિવારને મંદિર ન બનાવવા અને ગામમાંથી પસાર ન થવાને લઈને ધમકીઓ આપી હોવાનું ફરિયાદીએ જણાવ્યું હતું. ફરિયાદીના મતે હિંદુ સમાજે ઊભા કરેલા મંદિરની અદાવત રાખીને ડીજે વગાડવાના બહાના હેઠળ મુસ્લિમ ટોળાંએ તેમના પર હુમલો કર્યો છે.

    ફરિયાદીએ એ પણ જણાવ્યું હતું કે, ચાર-પાંચ માણસોને બાદ કરતા બાકીના તમામ મુસ્લિમ ટોળાંના શખ્સો મોઢા પર રૂમાલ અને નકાબ બાંધીને આવ્યા હતા અને હુમલો કરવા લાગ્યા હતા. વધુમાં તેમણે એવું પણ કહ્યું હતું કે, ટોળાંમાં સામેલ મહિલાઓ પણ હથિયારો લઈને આવી હતી. મહિલા અનુસાર, તેમનાં ઘરના બાળકોને પણ ઈજા પહોંચાડવામાં આવી હતી.

    હાલ આ મામલે પોલીસે મુસ્લિમ ટોળાં વિરુદ્ધ BNSની કલમ 189(2), 190, 191(2), 191(3), 115(2), 118(1), 74, 75(2), 76, 296(b), 351(3), 324(2), 310(2) 333 ઉપરાંત GPA હેઠળની 135 અને SC/ST એક્ટ હેઠળની 3(1)(w)(ii), 3(1)(w)(i), 3(1)(r), 3(1)(s), 3(1)(za) તથા 3(2)(v) હેઠળ ગુનો દાખલ કર્યો છે. હાલ આ મામલેની તપાસ પાટણ SC/ST સેલ હેઠળ કરવામાં આવી રહી છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં