Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટAAPના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન સામે કોર્ટે આરોપો ઘડ્યા, કહ્યું- ભીડનો ઉદ્દેશ્ય...

    AAPના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન સામે કોર્ટે આરોપો ઘડ્યા, કહ્યું- ભીડનો ઉદ્દેશ્ય હિંદુઓ પર હુમલો કરવાનો હતો, આરોપીઓ મિટિંગમાં મળેલા ટાર્ગેટ પર કામ કરી રહ્યા હતા

    તમામ આરોપીઓ સામે આરોપો ઘડતી વખતે કોર્ટે નોંધ્યું કે તાહિર હુસૈનના ઘરે ભેગા થયેલા હિંસક ટોળાના દરેક સભ્યનો હેતુ હિંદુઓને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો.

    - Advertisement -

    દિલ્હીની એક અદાલતે 2020ના હિંદુ વિરોધી રમખાણોમાં સત્તાધારી પાર્ટી AAPના પૂર્વ કોર્પોરેટર તાહિર હુસૈન વિરુદ્ધ આરોપો ઘડ્યા છે. કોર્ટે કહ્યું છે કે, હિંસક ટોળાનો હેતુ હિંદુઓ પર હુમલો કરવાનો હતો. આ કાર્યવાહીમાં પોલીસના તપાસ અધિકારી દ્વારા એકત્રિત કરવામાં આવેલા વીડિયો ફૂટેજની પણ મહત્વની ભૂમિકા રહી હતી. આ ફૂટેજના આધારે કોર્ટે સ્વીકાર્યું છે કે દિલ્હી રમખાણ વખતે તાહિર હુસૈને ખૂબ જ સક્રિય ભાગ ભજવ્યો છે.

    રિપોર્ટ અનુસાર, આ મામલાની સુનાવણી કરકરડૂમા કોર્ટના સેશન્સ જજ પુલત્સ્ય કરી રહ્યા છે. આ જ દિલ્હી રમખાણો મામલેના કેસમાં તાહિર હુસૈન ઉપરાંત રિયાસત અલી, ગુલફામ, શાહ આલમ, રાશિદ શફી, અરશદ કયુમ, લિયાકત અલી, મોહમ્મદ શાદાબ, મોહમ્મદ આબિદ અને ઇર્શાદ અહમદ સામે આરોપો ઘડવામાં આવ્યા હતા. આ તમામ સામે રમખાણો બદલ કલમ 147, હથિયારો સાથે હિંસા બદલ કલમ 148, નફરત ફેલાવવા બદલ કલમ 153-A, કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા બદલ કલમ 188, ગંભીર નુકસાન પહોંચાડવા મામલે કલમ 323 અને આઈપીસીની કલમ 395 હેઠળ આરોપ મૂકવામાં આવ્યા હતા.

    તમામ આરોપીઓ સામે આરોપો ઘડતી વખતે કોર્ટે નોંધ્યું કે તાહિર હુસૈનના ઘરે ભેગા થયેલા હિંસક ટોળાના દરેક સભ્યનો હેતુ હિંદુઓને મહત્તમ નુકસાન પહોંચાડવાનો હતો. કોર્ટે એ પણ સ્વીકાર્યું કે તાહિર હુસૈનના ઘરનો ઉપયોગ હિંદુઓ પર હુમલો કરવા માટે આધાર તરીકે કરવામાં આવ્યો હતો. આરોપીઓ પર આરોપ ઘડતી વખતે કોર્ટે કહ્યું કે તમામ આરોપીઓ અગાઉ મળેલી મીટિંગમાં મળેલા ટાર્ગેટ પર કામ કરી રહ્યા હતા.

    - Advertisement -

    કોર્ટે તેની ટિપ્પણીમાં એ પણ ધ્યાન દોર્યું હતું કે પુરાવા દર્શાવે છે કે ટોળાએ તોડફોડ અને આગચંપી પણ કરી હતી. કોર્ટના જણાવ્યા અનુસાર સુનિયોજિત કાવતરાના ભાગરૂપે તાહિર હુસૈનના ઘરે એકઠા થયેલા હિંસક ટોળામાંથી ઘણા લોકો પાસે ગોળી ચાલે તેવા હથિયારો પણ હતા. ત્યારબાદની આપવામાં આવેલી ટીપ્પણીમાં તાહિર હુસૈન હિંસા દરમિયાન તેના ટેરેસ પર સક્રિય હોવાનું દર્શાવાયું છે. ઉપલબ્ધ પુરાવાના આધારે કોર્ટને તાહિર હુસૈનના વકીલની દલીલમાં વાસ્તવિકતા કે તથ્ય નહોતું જણાયું, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે આરોપી પોતે હિંસા પર નિયંત્રણ માટે પોલીસને બોલાવી રહ્યો હતો. તાહિર હુસૈનને 17 ડિસેમ્બર, 2022ના રોજ UAPA હેઠળ દાખલ કરવામાં આવેલા કેસમાં પણ આરોપો ઘડવામાં આવશે.

    તાહિર હુસૈનના વકીલે બીજી દલીલ આપી કે પોલીસે એફઆઈઆર નોંધવામાં વિલંબ કર્યો હતો. અદાલતે બચાવ પક્ષની દલીલ પર સહમત થવું પડ્યું હતું કે પોલીસ હિંસા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહી હતી, અને કોવિડ-19ના નિયમોનું પણ પાલન કરી રહી હતી. આવી સ્થિતિમાં એફઆઈઆર નોંધવા માટે જરૂરી સાક્ષીઓના નિવેદનમાં વિલંબ થવા પાછળનું તે વ્યાજબી કારણ છે. કોર્ટે કહ્યું કે માત્ર FIRમાં વિલંબના આધારે તાહિર હુસૈન વિરુદ્ધના તમામ પુરાવાઓને અવગણી શકાય નહીં. આ કેસમાં સરકારી વકીલ મધુકર પાંડેએ પોલીસનો પક્ષ રજૂ કર્યો હતો જ્યારે આરોપી વતી તારા નરુલા, સલીમ મલિક, દિનેશ કુમાર તિવારી, ઝેડ બાબર ચૌહાણ અને શવાનાએ દલીલો કરી હતી.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં