Sunday, May 5, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટકોંગ્રેસ નેતા હાંસીપાત્ર ઠર્યા, લમ્પી વાયરસ માટે ચિત્તાને ગણાવ્યા જવાબદાર, નામિબિયાને ગણાવ્યો...

    કોંગ્રેસ નેતા હાંસીપાત્ર ઠર્યા, લમ્પી વાયરસ માટે ચિત્તાને ગણાવ્યા જવાબદાર, નામિબિયાને ગણાવ્યો નાઈજીરિયા: ભાજપ નેતાએ કહ્યું- તેમને નોબેલ આપો

    કેન્દ્ર સરકાર પર નિશાન સાધવાની લ્હાયમાં હાસ્યાસ્પદ નિવેદન આપી બેઠા મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પાટોલે.

    - Advertisement -

    કોંગ્રેસ નેતાઓ અવારનવાર વિચિત્ર નિવેદનો આપીને હાંસીપાત્ર ઠરતા રહે છે, હવે વધુ એક નેતાએ પોતાનું નામ આ યાદીમાં જોડ્યું છે. આ નેતા છે મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પાટોલે. તેમણે સોમવારે એક એવું નિવેદન આપ્યું, જેની ચર્ચા દેશભરમાં થઇ રહી છે અને યુઝરો મજા પણ ખૂબ લઇ રહ્યા છે. નાના પાટોલેએ દેશમાં ફેલાયેલ લમ્પી વાયરસ માટે ચિત્તાને જવાબદાર ઠેરવ્યા છે અને એટલું જ નહીં, આ ચિત્તા જ્યાંથી આવ્યા હતા એ દેશનું નામ પણ ખોટું કહ્યું હતું. 

    મહારાષ્ટ્રના કોંગ્રેસ નેતા નાના પાટોલેએ કહ્યું કે, “આ જે લમ્પી વાયરસ છે, એ નાઈજીરિયામાં ઘણાં વર્ષોથી હતો. આ ચિત્તા જે લાવવામાં આવ્યા છે એ પણ ત્યાંથી જ લાવવામાં આવ્યા છે. ચિત્તાના શરીર પરના ધબ્બા અને ગાય પરના ધબ્બા એક સમાન હોય છે. કેન્દ્રની સરકારે જાણીજોઈને ખેડૂતોનું નુકસાન કરવા માટે આ વ્યવસ્થા બનાવી છે.”

    કેન્દ્ર સરકારનો વિરોધ કરવામાં કોંગ્રેસ નેતાએ એક જ નિવેદનમાં ઘણી ભૂલો કરી નાંખી હતી. જેના કારણે હવે તેમણે ટ્રોલ પણ થવું પડી રહ્યું છે. કારણ કે તેમણે કહ્યું કે, ચિત્તા નાઈજીરિયાથી લાવવામાં આવ્યા છે, પરંતુ સત્ય એ છે કે આ પ્રાણીઓને નામિબિયાથી લવાયા છે. નાઈજીરિયા આને નામિબિયા બંને અલગ દેશો છે. એવું પણ નથી કે બંને પાડોશી દેશો હોય. આ બંને વચ્ચેનું અંતર પાંચ હજાર ત્રણસો કિલોમીટર જેટલું છે!

    - Advertisement -

    એ પણ નોંધવું જરૂરી છે કે ચિત્તા ગત સપ્ટેમ્બરમાં લાવવામાં આવ્યા હતા, જ્યારે લમ્પી વાયરસના કેસ ઘણા મહિનાઓથી જોવા મળી રહ્યા છે. ખરેખર, આ બંને બાબતો વચ્ચે કોઈ સમાનતા જણાતી નથી. 

    લમ્પી વાયરસ માટે ચિત્તાને જવાબદાર ઠેરવવાના કોંગ્રેસ નેતા નાના પાટોલેના આવા નિવેદન બાદ ભાજપ નેતા રામ કદમે પ્રતિક્રિયા આપતાં કટાક્ષ કરીને તેમના માટે નોબેલ પ્રાઈઝની માંગ કરી હતી. તેમણે કહ્યું કે, આ હાસ્યાસ્પદ છે. મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ બન્યા ત્યારથી તેઓ ચર્ચામાં રહે છે. તેમણે આરોપો મૂક્યા છે એ સંપૂર્ણપણે પાયાવિહોણા છે. જો કોંગ્રેસના નેતાઓ આવા તર્ક કરતા હોય તો આખી પાર્ટીને નોબેલ પ્રાઈઝ આપવી જોઈએ. 

    ભાજપ નેતા શહજાદ પૂનાવાલાએ નાના પાટોલેને મહારાષ્ટ્રના રાહુલ ગાંધી ગણાવીને કહ્યું હતું કે, શું તેઓ એ જાણે છે કે નામિબિયા અને નાઈજેરિયા બંને અલગ દેશો છે? કોંગ્રેસે હંમેશા આવાં જુઠ્ઠાણાં અને અફવા ફેલાવી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં