તેલંગાણા (Telangana) અને આંધ્રપ્રદેશની (Andhra Pradesh) સરકારોએ રમઝાન (Ramzan) મહિનામાં સાંજે 4 વાગ્યા પછી મુસ્લિમ સરકારી કર્મચારીઓને ઓફિસમાંથી રજા આપવાની જાહેરાત કર્યા પછી હવે કર્ણાટકમાં પણ આવી જ માંગ ઉઠી છે. કર્ણાટક કોંગ્રેસના (Karnataka Congress) ઉપાધ્યક્ષ એ. આર. એમ. હુસૈન અને સૈયદ અહેમદે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખીને માંગ કરી છે કે રમઝાનમાં મુસ્લિમ કર્મચારીઓને ઇફ્તાર માટે ઘરે જવાની મંજૂરી આપવામાં આવે. આ મામલે કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કોંગ્રેસના નેતાની માંગને અસ્વીકાર્ય ગણાવી કહ્યું કે હિંદુઓ પણ ઉપવાસ રાખે છે, છતાં આવી માંગ નથી કરતા. તેમણે આ માંગને તુષ્ટિકરણની રાજનીતિ સાથે જોડી.
અહેવાલો અનુસાર, ગુરુવારના (20 ફેબ્રુઆરી, 2025) રોજ કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી સિદ્ધારમૈયાને પત્ર લખ્યો, જેમાં માંગ કરવામાં આવી હતી કે રમઝાન દરમિયાન મુસ્લિમો આખો દિવસ રોજા રાખે છે, તેથી તેમને ઇફ્તાર માટે ઘરે જવાની મંજૂરી આપવી જોઈએ. તેમણે સૂચન કર્યું કે સરકાર મુસ્લિમ કર્મચારીઓને સવારે 9 વાગ્યે કામ શરૂ કરવાની અને સાંજે 4 વાગ્યે ઓફિસ છોડવાની મંજૂરી આપી શકે છે, જેથી તેઓ તેમની નિયમિત કાર્યક્ષમતા જાળવી શકે. હાલમાં, કર્ણાટકમાં સરકારી કર્મચારીઓ માટે સવારે 10થી સાંજે 5 વાગ્યા સુધીનો સમય છે.
VIDEO | Hubli: Here's what Union Minister Prahlad Joshi (@JoshiPralhad) said on Karnataka Congress government seeking Ramzan leave for Muslim government employees:
— Press Trust of India (@PTI_News) February 21, 2025
“This is disapproved because, even today, many Hindus observe fasts on multiple days and follow various traditions.… pic.twitter.com/eChof1exoT
આ મુદ્દ હુસૈને સ્પષ્ટતા કરી કે આ ફક્ત એક વિનંતી છે અને અંતિમ નિર્ણય સરકારના હાથમાં છે. તેમણે કહ્યું કે રમઝાન 2 માર્ચથી 30 માર્ચ સુધી ચાલશે અને આ સમયગાળા દરમિયાન મુસ્લિમ કર્મચારીઓને નમાઝ અને ઇફ્તાર માટે વહેલી રજા આપવાથી તેમની મજહબી ભાવનાનું સન્માન થશે.
આ મામલે ભાજપે તીખા પ્રહારો કર્યા છે. કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું, “આ અસ્વીકાર્ય છે, કારણ કે આજે પણ ઘણા હિંદુઓ ઘણા દિવસો સુધી ઉપવાસ રાખે છે અને વિવિધ પરંપરાઓનું પાલન કરે છે. આ યોગ્ય નથી. ખુદ મુસ્લિમ સમુદાયે પણ આ માંગણી કરી નથી. અમે આ પ્રકારની તુષ્ટિકરણની રાજનીતિ સાથે સહમત નથી.”
તેલંગાણા સરકારે 17 ફેબ્રુઆરીએ એક આદેશ જારી કર્યો છે, જેમાં તમામ મુસ્લિમ સરકારી કર્મચારીઓ, શિક્ષકો, કરાર આધારિત કર્મચારીઓ, આઉટસોર્સિંગ સ્ટાફ, બોર્ડ, કોર્પોરેશન અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓને 2 માર્ચથી 31 માર્ચ સુધી સાંજે 4 વાગ્યે ઓફિસ છોડવાની મંજૂરી આપવામાં આવી છે. આંધ્રપ્રદેશ સરકારે પણ આવો જ આદેશ આપ્યો છે.