મહારાષ્ટ્રની વિધાનસભા ચૂંટણી (Maharashtra assembly elections) પૂર્ણ થયાને 7 મહિના થઈ ગયા છે, પરંતુ કોંગ્રેસ (Congress) નેતા રાહુલ ગાંધી (Rahul Gandhi) અને તેમની આખી પાર્ટી હજુ પણ તે હારને જીરવી શકી નથી. રાહુલ ગાંધીએ ફરીથી મહારાષ્ટ્ર વિધાનસભામાં ‘ધાંધલી’ થઈ હોવાના પોકળ દાવા સાથે ‘ઇન્ડિયન એક્સપ્રેસ’માં ‘મેચ-ફિક્સિંગ’ના મથાળા સાથે લેખ ઘસી માર્યો છે અને તથ્યવિહીન દાવા કરીને મોદી સરકાર તથા ચૂંટણી પંચને (Election Commission) બદનામ કરવાનું કામ કર્યું છે. તેમના પાયાવિહોણા આરોપોને ફરી એક વખત ચૂંટણી પંચે નકારી કાઢ્યા છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, રાહુલ ગાંધીએ કરેલા દાવા સંપૂર્ણપણે વાહિયાત અને પાયાવિહોણા છે.
ચૂંટણી પંચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના ખોટા દાવાઓનું મુદ્દાસર ખંડન કરીને સ્પષ્ટ કહ્યું છે કે, ‘કોંગ્રેસ નેતાએ તથ્યોને સંપૂર્ણપણે અવગણ્યા છે.’ જોકે, આ પહેલાં પણ અનેક વખત ચૂંટણી પંચ રાહુલ ગાંધી અને કોંગ્રેસના આવા જ આધાર વગરના દાવાઓની સ્પષ્ટતા આપી ચૂક્યું છે. તેમ છતાં રાહુલ ગાંધી વારંવાર તેવા જ દાવા કરીને આરોપો લગાવવાના પ્રયાસો કરતા રહે છે. આ વખતે પણ તેમણે એવા જ પ્રયાસો કર્યાં છે.
શું આરોપો લગાવ્યા હતા રાહુલ ગાંધીએ?
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ‘ધ ઇન્ડિયન એક્સપ્રેસ’માં લખેલા પોતાના લેખને પોસ્ટ કર્યો હતો અને સાથે કેપશનમાં લેખના મુખ્ય મુદ્દાઓનો સારાંશ પણ આપ્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, ભાજપ તરફી ચૂંટણી પરિણામને પ્રભાવિત કરવા માટે એક વ્યવસ્થિત પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. પોતાના લેખમાં રાહુલ ગાંધીએ કોઈ પાંચ તબક્કાવાળી પ્રક્રિયાનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે દાવો કર્યો હતો કે, આ પ્રક્રિયાનો ઉપયોગ મહારાષ્ટ્ર ચૂંટણીને પ્રભાવિત કરવા માટે કરવામાં આવ્યો હતો.
How to steal an election?
— Rahul Gandhi (@RahulGandhi) June 7, 2025
Maharashtra assembly elections in 2024 were a blueprint for rigging democracy.
My article shows how this happened, step by step:
Step 1: Rig the panel for appointing the Election Commission
Step 2: Add fake voters to the roll
Step 3: Inflate voter… pic.twitter.com/ntCwtPVXTu
કોંગ્રેસ નેતાએ પોતાની પોસ્ટમાં લખ્યું કે, “ચરણ-1: ચૂંટણી કમિશનરની નિયુક્તિ માટે પેનલમાં હેરફેર. ચરણ-2: નકલી મતદારોને મતદાતા યાદીમાં જોડવા. ચરણ-3: મતદાન અચાનક વધી જવું. ચરણ-4: ખોટા મતદાનને ત્યાં જ લક્ષિત કરવામાં આવે છે, જ્યાં ભાજપ જીતવા માંગે છે. ચરણ-5: પુરાવા છુપાવવામાં આવે છે.” વધુમાં રાહુલ ગાંધીએ આ તમામ આરોપો લગાવીને આંકડાઓ સાથે વાતો કરીને પોતે હોશિયાર હોય તેવું દેખાડવાનો પ્રયાસ કર્યો હતો.
જોકે, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ તમામ દાવાઓ પોકળ સાબિત થયા હતા. ઑપઇન્ડિયાએ રાહુલ ગાંધીના સંપૂર્ણ લેખને ધ્યાનમાં રાખીને તેમની પોલ ખોલવાનું કામ કર્યું હતું. તેમના તમામ દાવાઓનું વિગતવાર અને તથ્યાત્મક ખંડન કરવામાં આવ્યું હતું. ઑપઇન્ડિયાનો તે વિશેષ લેખ અહીં ક્લિક કરીને વાંચી શકાશે.
રાહુલ ગાંધીના પોકળ દાવાઓ પર ચૂંટણી પંચનો જવાબ
રાહુલ ગાંધીના જુઠ્ઠાણાંભર્યા લેખ બાદ હવે ચૂંટણી પંચે પણ સ્પષ્ટતા આપી છે. ચૂંટણી પંચે કહ્યું છે કે, “તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવ્યા છે. મહારાષ્ટ્રની મતદાર યાદી સામે ઉઠાવવામાં આવેલા નિરાધાર આરોપો કાયદાના શાસનનું અપમાન છે. ચૂંટણી પંચે 24 ડિસેમ્બર 2024ના રોજ જ કોંગ્રેસને આપેલા જવાબમાં આ બધા તથ્યો સામે રાખ્યા હતા, જે ECIની વેબસાઇટ પર હાલ પણ ઉપલબ્ધ છે. એવું લાગે છે કે, વારંવાર આવા મુદ્દાઓ ઉઠાવતી વખતે આ બધા તથ્યોને સંપૂર્ણપણે અવગણવામાં આવી રહ્યા છે.”
ચૂંટણી પંચે વધુમાં કહ્યું છે કે, “આ રીતની ક્રિયાઓ ન માત્ર કાયદા પ્રત્યે સંપૂર્ણ અવગણના દર્શાવે છે, પરંતુ પાર્ટી દ્વારા નિયુક્ત હજારો પ્રતિનિધિઓની પ્રામાણિકતાને પણ નબળી પાડે છે અને ચૂંટણી દરમિયાન અથાગ અને પારદર્શી કામ કરતા લાખો ચૂંટણી અધિકારીઓનું મનોબળ પણ તોડે છે.” ચૂંટણી પંચે કોંગ્રેસ પર કટાક્ષ કરતા કહ્યું કે, “મતદારોના પ્રતિકૂળ નિર્ણય પછી ધાંધલી થઈ હોવાનું કહીને ચૂંટણી પંચને બદનામ કરવાનો પ્રયાસ કરવો એ સંપૂર્ણપણે વાહિયાત છે.”
Following Lok Sabha LoP Rahul Gandhi's tweet on Maharashtra election, ECI says, "…unsubstantiated allegations raised against the Electoral Rolls of Maharashtra are affront to the rule of law. The Election Commission had brought out all these facts in its reply to INC on 24th… pic.twitter.com/5M7Gzf1anI
— ANI (@ANI) June 7, 2025
રાહુલ ગાંધીના આરોપોને રદિયો આપતા ચૂંટણી પંચે તેના નિવેદનમાં જણાવ્યું છે કે, “મહારાષ્ટ્ર સહિત ભારતમાં મતદાર યાદીઓ જનપ્રતિનિધિત્વ અધિનિયમ 1950 અને મતદારોની નોંધણી નિયમ 1960 અનુસાર તૈયાર કરવામાં આવે છે. કાયદા મુજબ, કાં તો ચૂંટણી પહેલાં અને/અથવા દર વર્ષે એકવાર મતદાર યાદીઓનું વિશેષ સારાંશ સંશોધન હાથ ધરવામાં આવે છે અને મતદાર યાદીઓની અંતિમ નકલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (INC) સહિત તમામ રાષ્ટ્રીય/રાજ્ય રાજકીય પક્ષોને સોંપવામાં આવે છે.”
ચૂંટણી પંચે વધુમાં કહ્યું કે, “મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન આ મતદાર યાદીઓને અંતિમ સ્વરૂપ આપ્યા પછી 9,77,90,752 મતદાતાઓ સામે પ્રથમ અપીલ અધિકારી (DM) સમક્ષ માત્ર 89 અપીલ દાખલ કરવામાં આવી હતી અને દ્વિતીય અપીલ અધિકારી (CEO) સમક્ષ ફક્ત 1 અપીલ દાખલ કરવામાં આવી હતી. તેથી, એ સ્પષ્ટ છે કે, 2024માં મહારાષ્ટ્ર વિધાનસભાની ચૂંટણી યોજાતા પહેલાં કોંગ્રેસ અથવા અન્ય કોઈપણ રાજકીય પક્ષોને કોઈપણ પ્રકારની ફરિયાદ નહોતી.”
આ ઉપરાંત મીડિયામાં સૂત્રોને ટાંકીને એવું પણ જણાવાયું છે કે, ECIએ કહ્યું છે કે, કોંગ્રેસને વિગતવાર પત્ર લખ્યા હોવા છતાં ચૂંટણી પંચને સીધું લખવાને બદલે રાહુલ ગાંધી વારંવાર તેમની સમાન પાયાવિહોણી શંકાઓના જવાબો મેળવવા મીડિયા સાથે વાત કરી રહ્યા છે અને લેખ લખી રહ્યા છે.