ઉત્તર પ્રદેશના કન્નૌજમાં ધો.9ની વિદ્યાર્થીનીને નિકાહ કરવા હત્યાની ધમકીઓ મળી હોવાની ઘટનાએ ચકચાર મચાવી છે. પીડિતા હિંદુ સમુદાયમાંથી આવે છે અને ધોરણ 9માં અભ્યાસ કરે છે. જેની સાથે મુહમ્મદ સકલેન નામનો મુસ્લિમ યુવક અવારનવાર અશ્લીલ હરકતો અને છેડખાની કરતો રહેતો. આટલું જ નહીં, આરોપી પીડિતાના પરિવારને પણ પ્રતાડિત કરતો હતો. વિરોધ કરવા પર આરોપીએ હત્યાની ધમકીઓ પણ આપી છે. આ બધાથી કંટાળીને અંતે કન્નૌજમાં વિદ્યાર્થીની દ્વારા હત્યાની ધમકીઓ અપાઈ હોવાની ફરિયાદ બાદ પોલીસ તંત્ર હરકતમાં આવ્યું છે.
મળતી માહિતી અનુસાર કન્નૌજમાં વિદ્યાર્થીની દ્વારા હત્યાની ધમકીઓ અપાઈ હોવાની ફરિયાદ છિબરામઉ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે. ફરિયાદમાં તેણે કહ્યું હતું કે, તે ઇન્ટર કોલેજમાં અભ્યાસ કરે છે, જયારે તે અભ્યાસ અર્થે ઘરની બહાર નીકળે છે ત્યારે સકલેન નામનો મુસ્લિમ યુવક તેનો પીછો કરતો રહે છે અને નિકાહ કરવા દબાણ કરતો રહે છે. આટલું જ નહીં, વિરોધ કરવા પર તેણે પીડિતાને જીવથી મારી નાંખવાની ધમકીઓ પણ આપી હતી. જે બાદ ડરી ગયેલી પીડિતાએ આ ઘટનાની જાણ તેના પરિવારને કરી હતી. જે પછી પીડિતાના પરિવારે સકલેનના ઘરે જઈને ફરિયાદ કરતા આરોપીએ તેમને ગોળી મારી દેવાની ધમકી આપી હતી. જે બાદ પીડિત પરિવારે ફરિયાદ દાખલ કરાવડાવી હતી.
#कन्नौज : कक्षा नौ की छात्रा पर मुस्लिम युवक ने धर्मांतरण व निकाह करने का बनाया दवाब, शिकायत करने पर तेजाब फेंककर जान से मारने की दी धमकी देने का पीड़िता ने लगाया आरोप, परिवार ने सीएम को लिखा पत्र, कॉलेज जाते समय भी युवक करता है छेड़खानी, छिबरामऊ कोतवाली का मामला @kannaujpolice pic.twitter.com/3VL2dJO7Ew
— UttarPradesh.ORG News (@WeUttarPradesh) March 10, 2023
કન્નૌજના એસપીએ પણ આ ઘટના પર જણાવ્યું હતું કે વર્ષ 2021માં પણ આરોપી સામે ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. એસપીએ જણાવ્યું કે, આ કેસના આરોપી જેલમાં પણ ગયો હતો. તો બીજી તરફ આ કેસના તપાસ અધિકારી ઈન્સ્પેક્ટર સંતોષકુમાર કુશવાહાએ જણાવ્યું હતું કે, પીડિતાની ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી રહી છે. ઉપરોક્ત ફરિયાદ સાચી જણાશે તો આરોપી યુવક સામે જરૂરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.
उपरोक्त प्रकरण के संबंध में पुलिस अधीक्षक कन्नौज द्वारा दी गई बाइट। pic.twitter.com/H2J395q4UG
— kannauj police (@kannaujpolice) March 10, 2023
આ મામલે પીડિતાની માતાએ મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પાસે ન્યાય અને સુરક્ષાની માંગ કરતો પત્ર લખ્યો છે. આ પત્ર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ પત્રમાં પીડિતાની માતાએ આરોપ લગાવ્યો છે કે સકલીન તેમની દીકરીનો પીછો કરતી વખતે છેડતી અને અશ્લીલ હરકતો કરતો હતો. આ સાથે જ તેના પર નિકાહ કરવાનું દબાણ પણ કરવામાં આવી રહ્યું છે.
પત્રમાં પીડિતાની માતાએ વધુમાં જણાવ્યું છે કે, તેમણે આરોપી સકલીનના ઘરે જઈને આ અંગે ફરિયાદ પણ કરી હતી. જ્યાં આરોપીની અમ્મી અને આપાએ (બહેને) કહ્યું હતું કે તેના ભાઈ સાથે નિકાહ કરવામાં શું તકલીફ છે. આ પછી આરોપી સકલીને તેની અમ્મી અને આપા સાથે પીડિતાના ઘરે ગયો હતો અને પીડિતાના ભાઈ-બહેનને માર માર્યો હતો. એટલું જ નહીં, જો પીડિતા નિકાહ નહીં કરે તો તેને રોજ હેરાન કરીને, અને તેના પિતા પર એસિડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.