Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટછત્તીસગઢ: ગુટકાને ભગવા રંગ સાથે જોડીને નર્સિંગ અધિકારીએ વિવાદાસ્પદ પોસ્ટ કરી, હિંદુ...

    છત્તીસગઢ: ગુટકાને ભગવા રંગ સાથે જોડીને નર્સિંગ અધિકારીએ વિવાદાસ્પદ પોસ્ટ કરી, હિંદુ સંગઠનોમાં રોષ, કાર્યવાહીની માંગ

    હિંદુ સંગઠનના સભ્યોએ જણાવ્યું કે, જોશુઆ ઈરપાએ અમારી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે, ધાર્મિક ભાવના સમાજનો મૂળ વિષય છે અને અમે અપમાન સહન નહીં કરીએ.

    - Advertisement -

    છત્તીસગઢમાં એક નર્સીંગ અધિકારી દ્વારા ભગવા રંગને લઈને સોશિયલ મીડિયા ઉપર વાંધાજનક ટિપ્પણી કરવાનો મામલો સામે આવ્યો છે. જે મામલે હિંદુ સંગઠનોએ શુક્રવારે (30 ડિસેમ્બર, 2022) પોલીસ મથકે ફરિયાદ દાખલ કરીને કડક કાર્યવાહીની માંગ કરી છે. આ અધિકારીનું નામ જોશુઆ ઈરપા હોવાનું જાણવા મળ્યું છે. હાલ પોલીસ મામલાની તપાસ કરી રહી છે. 

    દૈનિક ભાસ્કરના રિપોર્ટ અનુસાર, ઈરપા છત્તીસગઢના બસ્તર જિલ્લાની NMDC હોસ્પિટલમાં નર્સિંગ ઓફિસર છે. જે બાબતનો ઉલ્લેખ તેણે પોતાની ફેસબુક પ્રોફાઈલમાં પણ કર્યો છે. હાલ તેની સામે પોલીસ મથકે ફરિયાદ દાખલ કરાવવામાં આવી છે. 

    પોતાની ફેસબુક વૉલ પર જોશુઆ ઈરપાએ લખ્યું હતું કે, ‘ગુટખા ખાકર થૂંકા હી થા કી અચાનક એક ‘અંધભક્ત’ આકર ચાટ ગયા, ઔર બોલા ભગવા હમારી શાન હૈ, હમ ઇસે ગિરને નહીં દેંગે.’ આ પોસ્ટ વાયરલ થયા બાદ હિંદુ સંગઠનોમાં આક્રોશ ફેલાયો હતો. ત્યારબાદ ‘સક્ષમ’ નામના હિંદુ સંગઠને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. 

    - Advertisement -
    તસ્વીર: Haribhoomi

    હિંદુ સંગઠનના સભ્યોએ જણાવ્યું કે, જોશુઆ ઈરપાએ અમારી ધાર્મિક ભાવનાને ઠેસ પહોંચાડી છે, ધાર્મિક ભાવના સમાજનો મૂળ વિષય છે અને અમે અપમાન સહન નહીં કરીએ. તેમણે કહ્યું કે, આ મામલે જો તાત્કાલિક કાર્યવાહી કરવામાં ન આવે તો સામાજિક સંતુલન બગડી શકે તેમ છે કારણ કે આ ટિપ્પણીથી દરેક હિંદુની આસ્થાને ઠેસ પહોંચી છે. 

    વિરોધ થયા બાદ ઈસમે વિવાદિત પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી અને માફી માંગી લીધી હતી. આ મામલે પોલીસ અધિકારીએ જણાવ્યું કે, મામલાની ફરિયાદ દાખલ કરવામાં આવી છે અને તપાસ ચાલી રહી છે. અમે સાયબર સેલ પાસે તપાસ કરાવી રહ્યા છીએ. જેમની સામે ફરિયાદ થઇ તેમણે ફેસબુક પરથી પોસ્ટ ડિલીટ કરી નાંખી છે અને માફી પણ માંગી લીધી છે.

    બીજી તરફ, આ મામલે ભાજપ યુવા મોરચાએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. મોરચાના જિલ્લા અધ્યક્ષે કહ્યું કે, દરેક ધર્મમાં રંગનું મહત્વ હોય છે અને જે રીતે ભગવા રંગનું અપમાન થયું છે તેનાથી અમારી ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચી છે. સરકારે આ પ્રકારના મામલાને ગંભીરતાથી લેવા જોઈએ. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં