Thursday, June 19, 2025
More
    હોમપેજદેશહિંદુ વિદ્યાર્થીઓને બળજબરીથી નમાજ પઢાવવાના આરોપી પ્રોફેસરોને છત્તીસગઢ હાઇકોર્ટે ન આપી રાહત,...

    હિંદુ વિદ્યાર્થીઓને બળજબરીથી નમાજ પઢાવવાના આરોપી પ્રોફેસરોને છત્તીસગઢ હાઇકોર્ટે ન આપી રાહત, FIR રદ કરવાની ના: NSS કેમ્પમાં 150 છાત્રો પાસે પઢાવાઈ હતી નમાજ

    હાઇકોર્ટે તમામ પ્રોફેસરોને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને અરજી ફગાવી દીધી હતી. નોંધનીય છે કે, આ મામલે આરોપી પ્રોફેસરો જામીન પર મુક્ત થયા છે. આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે. 

    - Advertisement -

    છત્તીસગઢના (Chhattisgarh) બિલાસપુર જિલ્લાના કોટામાં યુનિવર્સિટીના NSS કેમ્પમાં હિંદુ વિદ્યાર્થીઓને (Hindu students) નમાજ (Namaz) પઢવાનું દબાણ કરવાના આરોપી આસિસ્ટન્ટ પ્રોફેસરોને (Assistant Professors) હાઇકોર્ટ (Chhattisgarh High Court) તરફથી કોઈ રાહત મળી શકી નથી. છત્તીસગઢ હાઇકોર્ટે 7 આસિસ્ટન્ટ પ્રોફેસરો સામે નોંધાયેલી FIR રદ કરવાનો ઇનકાર કરી દીધો છે. આરોપી પ્રોફેસરોએ FIR સામે હાઇકોર્ટમાં અરજી કરી હતી, જે હાઇકોર્ટે ફગાવી દીધી છે. આરોપ છે કે, પ્રોફેસરોએ 4 મુસ્લિમ વિદ્યાર્થીઓના કારણે 150 હિંદુ વિદ્યાર્થીઓને NSS કેમ્પ દરમિયાન નમાજ પઢવા માટેનું દબાણ કર્યું હતું. 

    અરજદાર ગુરુ ઘાસીદાસ યુનિવર્સિટી બિલાસપુરમાં આસિસ્ટન્ટ પ્રોફેસર તરીકે કામ કરે છે. 26 માર્ચથી 1 એપ્રિલ વચ્ચે તેમની યુનિવર્સિટી દ્વારા NSS કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. તે દરમિયાન અરજદાર પ્રોફેસરને નિરીક્ષણ માટે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આરોપ છે કે, કેમ્પ દરમિયાન પ્રોફેસર અને તેની સાથેના અન્ય પ્રોફેસરોએ હિંદુ બાળકોને પણ નમાજ પઢવા દબાણ કર્યું હતું. જે બાદ ત્રણ હિંદુ વિદ્યાર્થીઓએ આ મામલે ફરિયાદ કરી હતી, તેમની ફરિયાદના આધારે પ્રોફેસરો સામે FIR નોંધવામાં આવી હતી. 

    FIR રદ કરવા માટે પ્રોફેસરોએ છત્તીસગઢ હાઇકોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. અરજદારોએ દલીલ કરી હતી કે, લેખિત ફરિયાદ રાજકારણ પ્રેરિત લાગે છે, કારણ કે 14-15 દિવસો બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. તે સિવાય એવી પણ દલીલ કરવામાં આવી હતી કે, 150 હિંદુ વિદ્યાર્થીઓ તે કાર્યક્રમમાં સામેલ થયા હતા અને તેમાંથી માત્ર ત્રણ વિદ્યાર્થીઓએ જ આવા આરોપો લગાવ્યા છે. 

    - Advertisement -

    વધુમાં અરજદારના વકીલે એવું પણ કહ્યું હતું કે, કાર્યક્રમમાં મુસ્લિમ સમુદાયના માત્ર ચાર વિદ્યાર્થીઓ જ સામેલ થયા હતા અને તેમણે જ નમાજ પઢી હતી. આ ઉપરાંત ભારપૂર્વક એવું પણ કહેવામાં આવ્યું હતું કે, અરજદારોએ કોઈપણ હિંદુ વિદ્યાર્થીને નમાજ પઢવા માટેનું દબાણ કર્યું ન હતું. તેથી તેમણે FIR અને સંજ્ઞાન આદેશને રદ કરવાની વિનંતી કરી છે, કારણ કે તેમના મતે આ ગુનો બનતો નથી. 

    બીજી તરફ રાજ્ય તરફથી હાજર વકીલે આ તમામ દલીલોનો વિરોધ કર્યો હતો અને કોર્ટને FIR રદ ન કરવાની વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે, આ મામલે FIR રદ કરવામાં ન આવવી જોઈએ, કારણ કે આરોપો ગંભીર છે. તેમણે એવું પણ કહ્યું કે, તે સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે, અરજદારોએ શબ્દો અથવા તો ઈશારા દ્વારા હિંદુ વિદ્યાર્થીઓને નમાજ પઢવા માટે મજબૂર કર્યાં હતા, જે સાક્ષીઓના નિવેદનો પરથી પણ જાણી શકાય છે. 

    હાઇકોર્ટે FIR રદ કરવાનો કર્યો ઇનકાર

    ચીફ જસ્ટિસ રમેશ સિન્હા અને જસ્ટિસ રાકેશ મોહન પાંડેની ડિવિઝન બેન્ચે FIR રદ કરવાના સંબંધમાં નિહારિકા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ વિરુદ્ધ મહારાષ્ટ્ર રાજ્ય અને અન્ય કેસ, LL 2021 SC 211માં સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ધારિત કાયદાનો ઉલ્લેખ કર્યો હતો. હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે, અરજદારો પહેલાંથી જ જામીન પર છે, તપાસ ચાલી રહી છે અને હજુ સુધી ચાર્જશીટ પણ દાખલ થઈ નથી. તેથી આ તબક્કે કેસના ગુણદોષ પર કોઈ અવલોકન કરવું અથવા દખલ કરવી યોગ્ય રહેશે નહીં. 

    આ ઉપરાંત હાઇકોર્ટે તમામ પ્રોફેસરોને રાહત આપવાનો ઇનકાર કરી દીધો હતો અને અરજી ફગાવી દીધી હતી. નોંધનીય છે કે, આ મામલે આરોપી પ્રોફેસરો જામીન પર મુક્ત થયા છે. આ મામલે હજુ પણ તપાસ ચાલી રહી છે. 

    150 હિંદુ વિદ્યાર્થીઓને નમાજ પઢવા દબાણ કરવાના આરોપમાં થઈ હતી ધરપકડ

    નોંધવા જેવું છે કે, બિલાસપુર જિલ્લાની ઘાસીદાસ સેન્ટ્રલ યુનિવર્સિટીના પ્રોફેસર દિલીપ ઝાની એપ્રિલ મહિનાના અંતિમ અઠવાડિયામાં ધરપકડ કરવામાં આવી હતી. તેમના પર આરોપ હતો કે, તેમણે યુનિવર્સિટીના NSS કેમ્પ દરમિયાન 150 હિંદુ વિદ્યાર્થીઓને નમાજ પઢવા માટેનું દબાણ કર્યું હતું. DySP રશ્મીત કૌર ચાવલાએ જણાવ્યું હતું કે, પ્રોફેસર દિલીપ ઝાને 26 એપ્રિલના રોજ નોંધાયેલી FIR બાદ જ કસ્ટડીમાં લઈ લેવાયા હતા. ફરિયાદમાં ઝા ઉપરાંત અન્ય 6 આસિસ્ટન્ટ પ્રોફેસરો અને એક વિદ્યાર્થીનું નામ પણ સામેલ હતું. 

    આ મામલે તમામ આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતાની (BNS) કલમ 190 (ગેરકાયદે સભા), 196(1)(b) (વિવિધ ધાર્મિક જૂથો વચ્ચે પ્રતિકૂળ કૃત્ય), 197(1)(b) (રાષ્ટ્રીય એકતા માટે પ્રતિકૂળ આરોપો), 197(1)(c) (અસહમતી પેદા કરતી સંભાવનાના દાવા), 299 (ધાર્મિક ભાવનાઓને ઠેસ પહોંચાડવાના ઈરાદે જાણીજોઇને કરાયેલ દુર્ભાવનાપૂર્ણ કાર્ય) અને 302 (ભડકાઉ નિવેદન) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. તે સિવાય છત્તીસગઢ ધર્મ સ્વતંત્રતા અધિનિયમ, 1968ની કલમ 4 પણ ઉમેરવામાં આવી છે. હાલ આરોપીઓ જામીન પર છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં