Friday, November 22, 2024
More
    હોમપેજઇન્ડોલોજીછત્રપતિ શિવાજી મહારાજનો 'વાઘ નખ' લંડનથી લવાયો મુંબઈ: લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે...

    છત્રપતિ શિવાજી મહારાજનો ‘વાઘ નખ’ લંડનથી લવાયો મુંબઈ: લોખંડી સુરક્ષા વ્યવસ્થા વચ્ચે 19 જુલાઈએ લઈ જવાશે સતારા

    - Advertisement -

    છત્રપતિ શિવાજી મહારાજનું ભારતીય ઈતિહાસમાં આગવું સ્થાન છે. તે ભારતીય નૌસેનાના જનક પણ ગણાય છે. ત્યારે છત્રપતિ શિવાજી મહારાજ જે ‘વાઘ નખ’ (Wagh Nakh) શસ્ત્ર તરીકે ઉપયોગમાં લેતા હતા તે ‘વાઘ નખ’ને બુધવારે (17 જુલાઈ) ના રોજ લંડનના મ્યુઝિયમથી ભારતમાં લાવવામાં આવ્યો છે. રાજ્યના સાંસ્કૃતિક મંત્રી સુધીર મુનગંટીવારે મીડિયાને ‘વાઘ નખ’ મુંબઈ આવી ચૂક્યો છે એવી માહિતી આપી હતી.  

    નોંધનીય છે કે સદીઓથી, મરાઠા સમ્રાટ દ્વારા આ ઘાતક શસ્ત્રને ઉપયોગમાં લેવાતું હતું. જે લંડનના એક સંગ્રહાલયમાં (London Museum) રાખવામા આવ્યો હતો. આ ‘વાઘ નખ’ પરત લાવવા સરકાર ઘણા વર્ષોથી પ્રયત્ન કરી રહી હતી. ત્યારે મહારાષ્ટ્ર સરકારના વર્ષોના પ્રયાસો આજે સફળ થયા છે. આજે આ ‘વાઘ નખ’ લંડનથી ભારત પરત લાવવામાં આવ્યા છે. જે હાલ મુંબઈ ખાતે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે રાખવામાં આવ્યા છે.

    19 જુલાઈના રોજ ‘હિંદવી સ્વરાજ્ય’ના સંસ્થાપક છત્રપતિ શિવાજી મહારાજના (Chhatrapati Shivaji Maharaj) ‘વાઘ નખ’ને મહારાષ્ટ્રના સતારા ખાતે પ્રદર્શનીમાં લઈ જવામાં આવશે. મહારાષ્ટ્ર રાજ્યના એક્સાઇઝ મિનિસ્ટર શંભુરાજ દેસાઈએ મંગળવારે જણાવ્યું હતું કે સાતારામાં ‘વાઘ નખ’નું ભવ્ય સ્વાગત કરવામાં આવશે. પત્રકારો સાથે વાત કરતા તેમણે કહ્યું કે, લંડનથી લાવવામાં આવેલા ‘વાઘ નખ’ને બુલેટપ્રુફ કવર આપવામાં આવ્યું છે અને સુરક્ષા વધારી દેવામાં આવી છે. આ હથિયાર સાત મહિના સુધી સતારામાં પ્રદર્શનીમાં રાખવામાં આવશે.

    - Advertisement -

    એક ઈતિહાસકારે દાવો કર્યો હતો કે મરાઠા સામ્રાજ્યના સ્થાપક દ્વારા 1659માં બીજાપુર સલ્તનતના જનરલ અફઝલ ખાનને મારવા માટે ‘વાઘ નખ’નો ઉપયોગ થયો હતો અને આ ‘વાઘ નખ’ સતારામાં જ હતો. પરંતુ રાજ્યના સાંસ્કૃતિક મંત્રી દ્વારા આ દાવાને ફગાવી દેવામાં આવ્યો છે.

    આ ‘વાઘ નખ’ને ભારત લાવવામાં સરકારે કરોડો રૂપિયા ખર્ચ્યા છે એવી અટકળો પણ ચાલી હતી. પરંતુ મુનગંટીવાર દ્વારા આ દાવાને પણ ફગાવી દેવામાં આવ્યો છે. મંત્રીએ આપેલી માહિતી અનુસાર ‘વાઘ નખ’ને પરત લાવવા માટે ₹14.08 લાખનો ખર્ચ થયો છે. લંડનના મ્યુઝિયમે શરૂઆતમાં આ ‘વાઘ નખ’ એક વર્ષ માટે જ આપવા સંમતિ આપી હતી, પરંતુ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ત્રણ વર્ષ માટે રાજ્યમાં પ્રદર્શન માટે સોંપવા માનવી લીધા હતા.

    હાલ આ ‘વાઘ નખ’ મૂંબઈમાં બુલેટપ્રૂફ કવર અને અન્ય સઘન સુરક્ષા વચ્ચે સચવાયેલું છે. જેને 19 જુલાઈએ સતારા (Satara) લઈ જવાશે. સતારામાં ‘વાઘ નખ’ના સ્વાગત માટે તૈયારીઓ પણ શરૂ થઈ ચૂકી છે. આગામી 7 મહિના સુધી ‘વાઘ નખ’ અહીં જ રહેશે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં