Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસેન્સર બોર્ડની કાતર ચાલ્યા પછી પણ પઠાણ ફિલ્મમાં વિવાદિત બિકીની યથાવત? સોશિયલ...

    સેન્સર બોર્ડની કાતર ચાલ્યા પછી પણ પઠાણ ફિલ્મમાં વિવાદિત બિકીની યથાવત? સોશિયલ મીડિયા પર લીક થયેલા સર્ટિફિકેટ મુજબ માત્ર આટલા જ બદલાવ થયા હોવાનો દાવો

    ટાઈમ્સ નાઉ એ આપેલા રીપોર્ટ મુજબ સેન્સર બોર્ડે પઠાણ ફિલ્મમાં અનેક જગ્યાએ નાના મોટા ફેરફાર કરવાનાં સુચન સાથે એક સર્ટીફીકેટ જારી કર્યું છે, જેની કોપી સોશિયલ મીડિયામાં લીક થઇ ગઈ છે.

    - Advertisement -

    શાહરુખ ખાનની અગામી ફિલ્મ “પઠાણ”ના ટીઝર અને ગીત રીલીઝ થયા બાદ તે હદે વિવાદોમાં સપડાઈ કે આખા દેશમાં તેનો વિરોધ થયો. ક્યાંક પોસ્ટર ફાટ્યા તો ક્યાંક બોયકોટની માંગ ઉઠી, જે બાદ સેન્સર બોર્ડે પઠાણ ફિલ્મમાં અનેક જગ્યાએ કાતર ફેરવી હતી, પણ જે બાબતને લઈને આ આખો મુદ્દો શરુ થયો તે વિવાદિત ભગવા રંગની બીકીની યથાવત રાખવામાં આવી હોવાના રિપોર્ટો મળી રહ્યા છે.

    ટાઈમ્સ નાઉ એ આપેલા રીપોર્ટ મુજબ સેન્સર બોર્ડે પઠાણ ફિલ્મમાં અનેક જગ્યાએ નાના મોટા ફેરફાર કરવાનાં સુચન સાથે એક સર્ટીફીકેટ જારી કર્યું છે, જેની કોપી સોશિયલ મીડિયામાં લીક થઇ ગઈ છે. અને તે લીક થયેલી સર્ટીફીકેટની કોપીમાં ક્યાય ભગવા રંગની બીકીની વાળા સીન હટાવવાનો કોઈ જ ઉલ્લેખ નથી. જયારે કેટલાક શબ્દો, અને અશ્લીલ લગતા કેટલાક શોટ્સ બદલવાના સૂચનો આપવામાં આવ્યાં છે.

    આટલી જગ્યાએ ફરી સેન્સરની કાતર

    KRK એ કરેલા ટ્વીટને ટાંકીને રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર ફિલ્મમાં વાપરવામાં આવેલા RAW શબ્દને ને “અમારા” શબ્દ થી બદલવા માટેના સૂચનથી લઈને બેશરમ રંગમાં કામોત્તેજક શોટ્સ દૂર કરવાનું સૂચન કરવા સહીત પઠાણ ફિલ્મને સેન્ટ્રલ બોર્ડ ઑફ ફિલ્મ સર્ટિફિકેશન (CBFC) તરફથી 10 થી વધુ શોટ્સ કટ કરવાના નિર્દેશ મળ્યા છે. આ ઉપરાંત કેટલાક સંવાદોના શબ્દો પણ બદલવામાં આવ્યા છે, જેમ કે લુલા-લંગડા શબ્દને તૂટેલા-ફૂટેલા, અશોક ચક્રને વીર પુરષ્કાર, ભૂતપૂર્વ KGB ને ભૂતપૂર્વ SBU અને શ્રીમતી ભારતમાતા શબ્દને “અમારી ભારતમાતા” થી બદલવાના નિર્દેશ આપવામાં આવ્યાં છે.

    - Advertisement -

    આ સિવાય ફિલ્મમાં વપરાયેલા સ્કોચ શબ્દને ડ્રીંક સાથે બદલવા, ઉપરાંત “બ્લેક પ્રિઝન રૂસ” લખેલું છે તેના શબ્દો બદલીને માત્ર બ્લેક પ્રિઝન કરવાના આદેશ અપાય છે. આ સાથે જ PMO ની જગ્યાએ રાષ્ટ્રપતિ, કે મંત્રી, લગાવીને લગભગ 13 જેટલી જગ્યાએ આ શબ્દને બદલવાનો આદેશ કરાયો છે.

    બેશર્મ રંગમાં પણ અનેક સુધારા, પણ બીકીની યથાવત

    રીપોર્ટમાં જણાવ્યાં અનુસાર પઠાણ ફિલ્મના અતિ વિવાદિત ગીત બેશર્મ રંગમાં પણ અનેક શોટ્સમાં ફેરફાર કરવાનાં નિર્દેશો આપવામાં આવ્યાં છે, જેમાં મુખ્યતો આંશિક નગ્નતા અને અંગ પ્રદર્શન કરતા નિતંબોના ક્લોઝ્પ શોટ્સ, સાઈડ પોઝ, ઉપરાંત બહોત તંગ કિયા લીરીક્સ દરમિયાન દર્શાવાયેલા કામુક નૃત્યના કેટલાક શોટ્સમાં બદલાવ કરવાનાં નિર્દેશો આપવામાં આવ્યાં છે.

    અહી નોંધનીય બાબત તે છે કે આટલા કટ અને સુધારાઓ બાદ પણ સેન્સર બોર્ડે આપેલા સર્ટીમાં ક્યાય વિવાદના મૂળ એવી ભગવા રંગની બીકીને કે તે સીન નો ઉલ્લેખ નથી. ફિલ્મ ‘પઠાણ’નું ગીત ‘બેશરમ રંગ’ ગત 12 ડિસેમ્બરના રોજ રિલીઝ થયું હતું, ત્યારથી તે ચર્ચામાં છે અને વિરોધ પણ ખૂબ થઇ રહ્યો છે. ગીતમાં અભિનેત્રી દીપિકા પાદુકોણ પણ જોવા મળે છે, તેણે પહેરેલી ભગવા રંગની બિકીનીને લઈને મુખ્યત્વે વિવાદ સર્જાયો હતો પણ તે છતાં સામે આવેલા રિપોર્ટોમાં આ બીકીની હટાવવાના નિર્દેશો અપાય હોય તેવું ક્યાય જણાતું નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં