અમેરિકાના કેલિફોર્નિયાનાં (California) જંગલોમાં લાગેલી ભીષણ આગ (Wildfire) આગળ વધી રહી છે અને હજારો એકર જમીનને બાનમાં લઈ રહી છે. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં પાંચ લોકો માર્યા ગયા હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે 1 લાખથી વધુ લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. આગના કારણે અનેક લોકોનાં ઘર નષ્ટ પામ્યાં છે અને કરોડોની સંપત્તિને નુકસાન પહોંચ્યું છે. જાણવા મળ્યું છે કે, આગ લોસ એન્જલસ નજીકના હોલિવૂડ હિલ્સ સુધી પણ પહોંચી ગઈ છે.
લગભગ 8 જાન્યુઆરીએ સૌપ્રથમ કેલિફોર્નિયાનાં પેસિફિક પેલિસેડ્સ જંગલમાં આગ લાગી હતી, જે પછીથી અન્ય જંગલોમાં ફેલાઈ ગઈ હતી. અહેવાલ અનુસાર આ આગ હવે વધુ 2 જંગલોમાં ફેલાઈને રહેવાસી વિસ્તારો સુધી વિનાશ વેરી રહી છે. આગના કારણે લગભગ 9,000 ઈમારતો નષ્ટ થઇ ચૂકી છે. તેમજ આ આગના કારણે લગભગ $50 અબજનું નુકસાન થયું હોવાનું સામે આવ્યું છે.
PROTECTING OLD GLORY: A firefighter braves the California wildfires to climb a pole and save an American flag about to be burned. pic.twitter.com/dImLAjVYx6
— Fox News (@FoxNews) January 8, 2025
1,30,000 લોકોનું સ્થળાંતર
અહેવાલો અનુસાર, લોસ એન્જલસના લગભગ 1,30,000 લોકોનું સ્થળાંતર કરાવવાના આદેશ આપવામાં આવ્યા છે. નિષ્ણાતો અનુસાર આ આગ અમેરિકાની સૌથી વધુ વિનાશક આપત્તિ બની શકે છે. ઇટન, હર્સ્ટ, કેનેથ, સનસેટ અને પેલિસેડ્સ એમ 5 જંગલોમાં આગ લાગી હતી, જે શહેરી વિસ્તાર તરફ આગળ વધી રહી છે. જાણવા મળ્યા અનુસાર, આગ કુલ મળીને આશરે 29,795 એકરમાં ફેલાઈ ગઈ છે. ઇટનમાં અલ્ટાડેના અને પાસાડેનામાં 13,690 એકરનો વિસ્તાર અને ઘણી ઇમારતો બળીને ખાખ થઈ ગઈ હતી. કેનેથમાં લાગેલ આગના પગલે લોસ એન્જલસ અને વેન્ચુરા કાઉન્ટીની સરહદ નજીક 960 એકરનો વિસ્તાર ખાક થઇ ચૂક્યો છે. હર્સ્ટમાં લાગેલ આગમાં સિલ્મરની આસપાસના વિસ્તારમાં 855 એકર જમીન બળીને ખાખ થઈ ગઈ.
આ ઉપરાંત સનસેટની આગમાં 60 એકર તથા પેલિસેડ્સ જંગલની આગમાં 19,978 એકર જમીન, હજારો ઘરો અને વ્યવસાયી ઈમારતો બળીને ખાખ થઇ ગઈ હોવાનું સામે આવ્યું હતું. આ આગની અસરો હોલિવૂડમાં પણ થઇ રહી છે. જેના કારણે પેરિસ હિલ્ટન, એડમ બ્રોડી અને બિલી ક્રિસ્ટલ જેવા સેલિબ્રિટીઓનાં ઘરો પણ સળગી ગયાં છે.
California right now as wildfire rage.
— Anonymous (@YourAnonCentral) August 21, 2020
– 350,000 acres burned.
– 48,000 evacuated.
– 175 structures destroyed.
– 50,000 more at risk.
– At least 6 people dead, more injured#CaliforniaFire
(📹@MikeHudema) pic.twitter.com/cNFg0uNTko
આ ઘટના વિડીયો સોશિયલ મીડિયા પણ વાયરલ થઇ રહ્યા છે. નોંધનીય છે કે આ આગમાં 5 જણાએ જીવ ગુમાવ્યા હોવાનું સામે આવ્યું હતું, જોકે અધિકારીઓ અનુસાર આ આંકડો વધુ હોઈ શકે છે. કેલિફોર્નિયાના જંગલમાં આગ લાગવી આમ સામાન્ય વાત છે પરંતુ વર્તમાનમાં લાગેલી આગએ ખૂબ ચિંતા ઉભી કરી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જંગલમાં લાગેલી કોઈ સામાન્ય આગ નથી. જોકે, આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ તપાસ હેઠળ છે, પરંતુ પવનને કારણે તૂટી પડેલી વીજળીની લાઈનો એક સંભવિત કારણ હોય શકે છે.