હાલ ભારત આવેલ બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને (UK MP Bob Blackman) BBCની પ્રોપેગન્ડા ડોક્યુમેન્ટરીને લઈને મોટું નિવેદન આપ્યું છે. બ્લેકમેને મંગળવારે (14 ફેબ્રુઆરી, 2023) કહ્યું હતું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર બનેલી BBCની ડોક્યુમેન્ટ્રીમાં તથ્યોને સંપૂર્ણપણે અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવામાં આવી છે.
બ્લેકમેને ઉમેર્યું હતું કે બે ભાગની શ્રેણી “નબળા પત્રકારત્વનું પરિણામ છે; ખરાબ રીતે સંશોધન કરવામાં આવ્યું છે; અને સંપૂર્ણપણે ગેરવાજબી.” યુકે સાંસદે વધુમાં કહ્યું કે ચીન ભારતને ઘેરવાનો પ્રયાસ કરી રહ્યું છે.
#BreakingNews: UK MP Bob Blackman (@BobBlackman) speaks to CNN-News18's @AnchorAnandN. He talks about the controversial #BBCDocumentary and says "it was a result of poor journalism, badly researched"
— News18 (@CNNnews18) February 14, 2023
He added that "China is trying to encircle India"
(@toyasingh)#PMModi pic.twitter.com/ljcRR0Vwda
ન્યૂઝ 18 સાથે વાત કરતા, બ્રિટિશ સાંસદ બોબ બ્લેકમેને કહ્યું, “બીબીસી બ્રિટિશ સરકારના વિચારોનું પ્રતિનિધિત્વ કરતું નથી. પીએમ મોદી પર બનેલી બે ભાગની ડોક્યુમેન્ટ્રી ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ શીર્ષક અધોગામી પત્રકારત્વનું પરિણામ છે. આ અંગે યોગ્ય સંશોધન કરવામાં આવ્યું નથી. આ તદ્દન અયોગ્ય છે.”
અગાઉ, 27 જાન્યુઆરી, 2023 ના રોજ, કાશ્મીરી પંડિતોના નરસંહારના 33 વર્ષ પછી, હેરો ઇસ્ટના કન્ઝર્વેટિવ સાંસદ, બોબ બ્લેકમેને ટ્વિટ કરીને, તેમના (કાશ્મીરી પંડિતો) પર થયેલા અત્યાચારો વિશે તેમના દેશના લોકોને શિક્ષિત કરવાની પ્રતિજ્ઞા લીધી હતી. તેમણે કહ્યું હતું કે 1990માં ઘાટીમાં કાશ્મીરી પંડિતોની હત્યા કરવામાં આવી હતી, જેના કારણે તેઓ ઘર છોડીને હિજરત કરવા મજબૂર બન્યા હતા.
The room was packed as I and other dignitaries commemorated 33 years since the #KashmiriPandits genocide. We will continue to educate people on the brutal genocide and the atrocities that forced so many from their homes in 1990. pic.twitter.com/1y2mGqJwz5
— Bob Blackman (@BobBlackman) January 27, 2023
નોંધનીય છે કે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે પણ વિવાદાસ્પદ બીબીસી ડોક્યુમેન્ટ્રી પર પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. ગૃહમંત્રીએ કહ્યું, “હજારો ષડયંત્ર સત્યને નુકસાન પહોંચાડી શકે નહીં. સત્ય સૂર્યની જેમ ચમકે છે. વર્ષ 2002થી લઈને અત્યાર સુધી તેઓ નરેન્દ્ર મોદી વિરુદ્ધ આવું કરી રહ્યા છે. દરેક વખતે અમે વધુ મજબૂત બન્યા છીએ અને સાચી રીતે લોકોમાં વધુ લોકપ્રિયતા મેળવીએ છીએ.”
BBC ડોક્યુમેન્ટ્રી- ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’
નોંધનીય છે કે ‘ઈન્ડિયાઃ ધ મોદી ક્વેશ્ચન’ નામની વિવાદાસ્પદ બે ભાગની ડોક્યુમેન્ટ્રી શ્રેણીમાં બીબીસીએ ગુજરાત રમખાણોને લઈને નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી તરીકેના કાર્યકાળ પર પ્રહારો કર્યા છે. આ અંગે કેન્દ્ર સરકારે ટ્વિટર અને યુટ્યુબ પરથી ડોક્યુમેન્ટરી સંબંધિત લિંકને હટાવવાનો આદેશ જારી કર્યો હતો. એક રિપોર્ટ અનુસાર, યુટ્યુબ વીડિયોની લિંક ધરાવતી 50થી વધુ ટ્વીટ્સ બ્લોક કરવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે તેને ભારત વિરુદ્ધ દુષ્પ્રચાર ફેલાવવાનો પ્રયાસ ગણાવ્યો હતો.
આ ડોક્યુમેન્ટ્રીમાં ગોધરા કાંડમાં ઇસ્લામવાદીઓની ભૂમિકાને ઢાંકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ગોધરાની ઘટનામાં 59 હિંદુઓ માર્યા ગયા હતા. એટલું જ નહીં, દિલ્હીની જામિયા મિલિયા ઈસ્લામિયા યુનિવર્સિટી અને જેએનયુમાં બીબીસીની વિવાદાસ્પદ ડોક્યુમેન્ટરીના સ્ક્રીનિંગને લઈને ભારે હોબાળો થયો હતો.