Friday, September 27, 2024
More
    હોમપેજદેશ'આને એનકાઉન્ટર ન કહી શકાય': બદલાપુર યૌન શોષણ કેસના આરોપીના એનકાઉન્ટર મામલે...

    ‘આને એનકાઉન્ટર ન કહી શકાય’: બદલાપુર યૌન શોષણ કેસના આરોપીના એનકાઉન્ટર મામલે બૉમ્બે હાઈકોર્ટે મુંબઈ પોલીસને જ કર્યા પ્રશ્ન

    કોર્ટે કહ્યું હતું કે આરોપી કોઈ મજબુત માણસ નહોતો. જયારે આરોપીએ પ્રથમવાર ટ્રિગર દબાવ્યું એ પછી ચાર પોલીસકર્મીઓ તેને કાબુમાં કરી શકતા હતા. પોલીસના નિવેદન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે.

    - Advertisement -

    23 સપ્ટેમ્બરે બદલાપુર જાતીય શોષણના આરોપી અક્ષય શિંદને પોલીસ એન્કાઉન્ટર દરમિયાન ઠાર કરવામાં આવ્યો હતો. ત્યારે આ મામલે બોમ્બે હાઈકોર્ટે 24 સપ્ટેમ્બરે મહારાષ્ટ્ર પોલીસની પૂછપરછ કરી હતી. બોમ્બે હાઇકોર્ટે કહ્યું હતું કે, આ ઘટનાને ‘એનકાઉન્ટર’ કહી શકાય નહીં. કોર્ટે પોલીસને આરોપી અક્ષય શિંદેને જેલમાંથી બહાર લાવવામાં આવ્યો ત્યારથી લઈને શિવાજી હોસ્પિટલમાં મૃત જાહેર થયો ત્યાં સુધીના CCTV રેકોર્ડીંગ પણ સાચવી રાખવા કહ્યું હતું.

    ઉલ્લેખનીય છે કે બોમ્બે હાઇકોર્ટે બદલાપુર મામલે આરોપી અક્ષય શિંદેના પિતા અન્ના શિંદે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરી હતી. અક્ષયના પિતાએ પોલીસે કરેલ એન્કાઉન્ટરને ‘બનાવટી એન્કાઉન્ટર’ ગણાવ્યું હતું. તેમાં થયેલ તેમના પુત્રના મૃત્યુની તપાસ માટે સ્પેશ્યલ ઇન્વેસ્ટીગેશન ટીમની માંગ કરી હતી. અરજદારે દાવો કર્યો હતો કે આગામી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને શિંદેની હત્યા કરવામાં આવી છે.

    આ મામલે સરકારી વકીલે સમગ્ર ઘટના જણાવતા કહ્યું હતું કે બદલાપુરમાં બે બાળકીઓનું યૌન શોષણ કરનાર આરોપી અક્ષય શિંદેને તલોજા જેલમાંથી બદલાપુર લઈ જવામાં આવી રહ્યો હતો. ત્યારે તેણે મદદનીશ પોલીસ નિરીક્ષક (API) નિલેશ મોરેની પિસ્તોલ છીનવી લીધી પોલીસ ટીમ પર ગોળીબાર કર્યો, જેમાં ત્રણ પોલીસ ર્મીઓને ઈજા થઈ હતી. ત્યારપછી પોલીસના જવાબી ગોળીબારમાં શિંદેનું મોત થયું હતું.

    - Advertisement -

    ‘આ એન્કાઉન્ટર નથી’- કોર્ટ

    વકીલની દલીલો સાંભળી આ અંગે સુનાવણી કરી રહેલ બોમ્બે હાઇકોર્ટના જસ્ટિસ રેવતી મોહિતે ડેરે અને પૃથ્વીરાજ ચવ્હાણની ખંડપીઠે કહ્યું હતું કે, “અમે કેવી રીતે માની લઈએ કે પોલીસ, જેમને ફાયરિંગની તાલીમ આપવામાં આવી હતી, તે આરોપી પર કાબૂ ન મેળવી શકી.” કોર્ટે પોલીસ દ્વારા કરાયેલ એન્કાઉન્ટરના દાવાને શંકાસ્પદ ગણતા કહ્યું હતું કે,”આને એન્કાઉન્ટર ન કહી શકાય.. આ એન્કાઉન્ટર નથી.”

    ઉપરાંત કોર્ટે એન્કાઉન્ટર પર પ્રશ્નો કરતા કહ્યું હતું કે, “આ માનવું મુશ્કેલ છે. પ્રાથમિક દ્રષ્ટિએ, આ ગંદી રમત લાગે છે. કોઈ ટોમ, ડીક કે હેરી રિવોલ્વર ચલાવી શકે છે એમ એક સામાન્ય માણસ પિસ્તોલ ચલાવી શકતો નથી. પિસ્તોલને લોડ કરવા માટે તાકાતની જરૂર હોય છે જે એક નબળો માણસ કરી શકતો નથી.”

    ‘પોલીસના નિવેદન પર વિશ્વાસ કરવો મુશ્કેલ’- કોર્ટ

    આ સિવાય કોર્ટે કહ્યું હતું કે આરોપી કોઈ મજબુત માણસ નહોતો. જયારે આરોપીએ પ્રથમવાર ટ્રિગર દબાવ્યું એ પછી ચાર પોલીસકર્મીઓ તેને કાબુમાં કરી શકતા હતા. પોલીસના નિવેદન પર વિશ્વાસ કરવો મુશ્કેલ છે તેના પર ભાર મૂકતા કોર્ટે વધુમાં કહ્યું, “તમે કહ્યું કે આરોપીએ પોલીસ તરફ ત્રણ ગોળીઓ ચલાવી. માત્ર એક પોલીસકર્મીને વાગી. અન્ય બેનું શું? શું ગોળી તેમને અથડાઈને બીજે ઉછળી ગઈ?”

    આ ઉપરાંત કોર્ટે કહ્યું હતું કે “પોલીસ અધિકારી સંજય શિંદેએ આરોપીના માથાના બદલે આરોપીના પગ અથવા હાથ પર લક્ષ્ય સાધવું જોઈતું હતું, કેમ કે તે જ SOP છે.” આ સિવાય એવો પ્રશ્ન પણ પૂછ્યો હતો કે ચાર અધિકારીઓ હાજર હતા તેમાંથી એક પણ આરોપી પર કાબૂ કેમ ન મેળવી શક્યા?

    સરકારી વકીલે આ અંગે જવાબ આપતાં કહ્યું હતું કે, “અધિકારીએ આવું વિચાર્યું ન હતું, અને તેમણે માત્ર પ્રતિક્રિયા આપી હતી. આ તાત્કાલિક અપાયેલી પ્રતિક્રિયા હતી.” કોર્ટે રાજ્યને તે સમયે પોલીસ વાહન ચલાવી રહેલ ડ્રાઈવર સહિતનાઓના કોલ ડેટા રેકોર્ડ્સ એકત્રિત કરવા જણાવ્યું હતું. આ મામલે આગામી સુનાવણી 3 ઓક્ટોબરે થવાની છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં