Tuesday, October 8, 2024
More
    હોમપેજદેશજેમના નામ પર કાશ્મીરી પંડિતો માટે પુનર્વાસ યોજના શરૂ કરશે ભાજપ, જાણો...

    જેમના નામ પર કાશ્મીરી પંડિતો માટે પુનર્વાસ યોજના શરૂ કરશે ભાજપ, જાણો કોણ છે તે પંડિત ટીકા લાલ ટપલુ: યાસીન મલિકના JKLFના આતંકીઓએ કરી હતી હત્યા

    આતંકવાદીઓ ઘણા સમયથી તેમને મારવાનું કાવતરું ઘડી રહ્યા હતા અને ટપલુને આ વાતની જાણ પણ હતી. તેથી જ કટ્ટરપંથીઓથી બચાવવા માટે તેમણે પોતાના પરિવારને દિલ્હીમાં સ્થાયી કર્યો હતો, પરંતુ તેઓ પોતે કાશ્મીર પરત ફર્યા હતા.

    - Advertisement -

    વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે (14 સપ્ટેમ્બર) જમ્મુમાં જનસભાને સંબોધિત કરતી વખતે ટીકા લાલ ટપલુને યાદ કર્યા હતા. ટપલુ કાશ્મીરના રહેવાસી હતા અને આતંકવાદીઓએ તેમની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી. ભાજપે જમ્મુ-કાશ્મીર માટે જારી કરેલા સંકલ્પ પત્રમાં ટપલુના નામે એક યોજના શરૂ કરવાની વાત પણ કરી છે. આ યોજના કાશ્મીરી વિસ્થાપિત લોકોના પુનર્વસન માટે હશે. આ પુનર્વાસ યોજના ટીકા લાલ ટપલુના નામે શરૂ કરવામાં આવશે.

    ભાજપે તેના સંકલ્પ પત્રમાં કહ્યું છે કે, જો તે વિધાનસભામાં જીતીને સત્તામાં આવશે, તો તે ટીકા લાલ ટપલુ વિસ્થાપિત સમાજ પુનર્વાસ યોજના (TLTVSPY) શરૂ કરશે અને કાશ્મીરી પંડિતોનું પુનર્વસન કરશે. આ યોજનાના માધ્યમથી કાશ્મીરી પંડિતો, પશ્ચિમી કાશ્મીરના શરણાર્થીઓ, વાલ્મીકિ, ગોરખાઓ અને અન્ય વિસ્થાપિત લોકોના પુનર્વસનને ઝડપી બનાવવાની વાત કહેવામાં આવી છે.

    જમ્મુના ડોડામાં ટીકા લાલ ટપલુને યાદ કરતાં વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, “કાશ્મીરના પંડિતોને તેમના અધિકારો ઝડપથી મળે તે સુનિશ્ચિત કરવા માટે અમે પંડિત ટીકા લાલ ટપલુના સન્માનમાં એક યોજના શરૂ કરવાનો નિર્ણય કર્યો છે.” નોંધવા જેવું છે કે, વર્ષ 1989માં આતંકવાદીઓએ ટીકા લાલની નિર્દયતાથી હત્યા કરી નાખી હતી.

    - Advertisement -

    કોણ હતા ટીકા લાલ ટપલુ?

    પંડિત ટીકા લાલ ટપલુ કાશ્મીર ઘાટીમાં રહેતા વકીલ અને ભાજપના શરૂઆતના નેતાઓ પૈકીના એક હતા. તેમનો જન્મ શ્રીનગરમાં થયો હતો. પ્રાથમિક શિક્ષણ પછી તેઓ ઉચ્ચ શિક્ષણ માટે પંજાબ અને ઉત્તર પ્રદેશ ગયા હતા. જોકે, શિક્ષણ પ્રાપ્ત કર્યા પછી તેઓ પોતાના લોકોની સેવા કરવા માટે જમ્મુ-કાશ્મીર પરત ફર્યા હતા. લોકો તેમને પ્રેમથી લાલાજી અથવા મોટાભાઈ કહેતા પણ કહેતા હતા.

    આતંકવાદીઓ ઘણા સમયથી તેમને મારવાનું કાવતરું ઘડી રહ્યા હતા અને ટપલુને આ વાતની જાણ પણ હતી. તેથી જ કટ્ટરપંથીઓથી બચાવવા માટે તેમણે પોતાના પરિવારને દિલ્હીમાં સ્થાયી કર્યો હતો, પરંતુ તેઓ પોતે કાશ્મીર પરત ફર્યા હતા. અંતે, 14 સપ્ટેમ્બર 1989ના રોજ, યાસીન મલિકના આતંકી સંગઠન જમ્મુ-કાશ્મીર લિબ્રેશન ફ્રન્ટના આતંકીઓએ તેમને નિર્દયતાથી મોતને ઘાટ ઉતારી દીધા હતા.

    ઘટનાના દિવસે એક બાળકી તેમના ઘરની બહાર જોર જોરથી રડી રહી હતી. ટપલુ બહાર નીકળીને બાળકીની માતા પાસે ગયા હતા અને તેમને પૂછ્યું હતું કે, આ બાળકી શા માટે રડે છે. તેની માતાએ કહ્યું હતું કે, બાળકીની સ્કૂલમાં કોઈ ફંક્શન છે અને તેની પાસે પૈસા નથી, તેથી તે રડી રહી છે. આ પછી ટપલુએ પોતાના ખિસ્સામાંથી 5 રૂપિયા કાઢીને બાળકીને આપી દીધા હતા. ઠીક તે જ ક્ષણે સામેથી આવેલા આતંકવાદીઓએ તેમને ગોળીઓ ધરબી દીધી હતી અને નિર્દયતાથી તેમની હત્યા કરી નાખી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં