બંગાળને બળતું બચાવો ની ગુહાર બંગાળમાંથી ઉઠી છે. પશ્વિમ બંગાળમાં ઈસ્લામિક કટ્ટરપંથીઓની હિંસાને કારણે પયગંબર મુહમ્મદ પર ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માના કથિત નિવેદનોને બાદ સ્થિતિ વણસી રહી છે. તેને જોતા પશ્ચિમ બંગાળ ભાજપના ઉપાધ્યક્ષ અને સાંસદ સૌમિત્રા ખાને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખ્યો છે. જેમાં તેમણે ગૃહમંત્રીને બંગાળને બળતું બચાવો તેવી વિનંતી કરી છે. તેમણે કહ્યું કે બંગાળમાં લોકો હવે સુરક્ષિત નથી.
અહેવાલ મુજબ , સૌમિત્રા ખાને નૂપુર શર્માના વિરોધમાં હાવડા જિલ્લામાં ઈસ્લામિક કટ્ટરપંથીઓ દ્વારા હિંસા બાદ ઘણા વિસ્તારોમાં કર્ફ્યુ અને ઈન્ટરનેટ સેવાઓ બંધ કરવાની માહિતી આપતાં કેન્દ્રીય દળોની તૈનાતીની માંગ કરી છે. ખાને પત્રમાં લખ્યું, “પશ્ચિમ બંગાળના મહત્વને ભૂલી કે અવગણી શકાય નહીં. એક કહેવત છે કે પશ્ચિમ બંગાળ આજે જે વિચારે છે, દેશ કાલે તે વિચારે છે. પરંતુ હવે પશ્ચિમ બંગાળ દિવસેને દિવસે ઉતાર તરફ જઈ રહ્યું છે.
आदरणीय श्री @AmitShah जी, पश्चिम बंगाल की दमनकारी, अत्याचारी, असामाजिक तत्वों को मजबूत करने वाली तथा संविधान के मूल्यों को समाप्त करने वाली सरकार से राज्य को बचाएं । पश्चिम बंगाल में कोई सुरक्षित नहीं है, अतः अनुरोध है कृपया केंद्रीय बलों के हाथ पश्चिम बंगाल की सुरक्षा दें ।। pic.twitter.com/XNCSSLzvs7
— Saumitra khan (@KhanSaumitra) June 11, 2022
માતા, માટી અને માનવીના નામે સત્તામાં આવેલી મમતા બેનર્જી સરકાર સંપૂર્ણ રીતે નિષ્ફળ ગઈ છે. અહીં ગુનાખોરી સતત વધી રહી છે. બીજેપી સાંસદે તેવો દાવો કર્યો કે રાજ્યમાં રોહિંગ્યા મુસ્લિમોની ઘૂસણખોરી દિવસેને દિવસે વધી રહી છે. તેમણે આરોપ લગાવ્યો કે મમતા સરકાર રોહિંગ્યાઓને પ્યાદુ બનાવીને રાજ્યના લોકો પર અત્યાચાર કરી રહી છે. 9 જૂનના ઈસ્લામિક પ્રદર્શનનો ઉલ્લેખ કરતા સૌમિત્ર ખાને કહ્યું કે હાવડામાં પ્રદર્શનના નામે નેશનલ હાઈવે નંબર 6 ને 12 કલાક માટે બ્લોક કરવામાં આવ્યો હતો. આ સિવાય રોહિંગ્યાઓ સાથે ટીએમસીના ગુંડાઓએ ડોમજુર પોલીસ સ્ટેશનમાં પોલીસકર્મીઓને નિર્દયતાથી માર માર્યો હતો.
9 જૂને શું થયું
નોંધનીય છે કે, 9 જૂને, પશ્વિમ બંગાળમાં ઇસ્લામિક કટ્ટરપંથીઓએ નૂપુર શર્માના વિરોધમાં હાવડા જિલ્લામાં હંગામો મચાવ્યો હતો. ટોપી અને લુંગી પહેરેલા દેખાવકારોએ NH116 પર ધમાલ મચાવી હતી. આ દરમિયાન તેઓએ ઇસ્લામિક નારા લગાવ્યા અને ટાયર સળગાવ્યા હતા. બંગાળની TMC સરકારે ટોળા સામે પગલાં લેવાને બદલે, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન મમતા બેનર્જીએ મુસ્લિમ કટ્ટરપંથીઓને અન્ય રાજ્યોમાં જઈને વિરોધ કરવા અને લોકોના જીવનને ખલેલ પહોંચાડવા કહ્યું. તેણે તોફાનીઓને ઉશ્કેર્યા અને યુપી, ગુજરાતમાં પણ આવું કરવા કહ્યું.