પશ્ચિમ બંગાળમાં (West Bengal) હિંદુવિરોધી હિંસા હવે સામાન્ય બાબત બની ગઈ છે. છેલ્લા ઘણા વર્ષોથી અહીં ભાજપ કાર્યકર્તાઓની સાથે-સાથે હિંદુ તહેવાર અને શોભાયાત્રાને પણ નિશાનો બનાવવામાં આવે છે. હવે ફરી એક વખત તેવા જ સમાચાર સામે આવ્યા છે. પશ્ચિમ બંગાળના કોલકાતામાં રામનવમીની શોભાયાત્રા (Ram Navami Procession) પર હુમલો (Attack) થયો હોવાનું જાણવા મળી રહ્યું છે. ભાજપ નેતા (BJP Leader) સુકાંતા મજૂમદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક વિડીયો શેર કરીને આરોપ લગાવ્યો છે કે, કોલકાતામાં (Kolkata) રામનવમી શોભાયાત્રા પર હુમલો થયો હતો.
તેમણે દાવો કર્યો છે કે, કોલકાતાના પાર્ક સર્કસ સેવન પોઈન્ટ વિસ્તારમાં રામનવનીની શોભાયાત્રા પૂર્ણ થઈ હતી અને યાત્રા વાપસી કરી રહી હતી. તે દરમિયાન હુમલો થયો હોવાનો ભાજપ નેતાનો આરોપ છે. તેમણે કહ્યું છે કે, ગાડીઓ પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. તેમનો આરોપ છે કે, ગાડીઓ પર ભગવા ધ્વજ હોવાથી તેના પર પથ્થરો વરસાવવામાં આવ્યા હતા.
‘જાણીજોઈને કરાયો છે હુમલો’- ભાજપ નેતા
ભાજપના પ્રદેશ અધ્યક્ષ સુકાંતા મજૂમદારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર બે વિડીયો શેર કરીને આ દાવો કર્યો છે. વિડીયોમાં ગાડીઓમાં થયેલી તોડફોડમાં પણ જોવા મળી રહી છે. તેમણે વધુમાં કહ્યું છે કે, “આ હુમલો કઈ અચાનક નથી થયો, પરંતુ જાણીજોઈને નીશાન બનાવવામાં આવ્યા છે. જ્યારે પોલીસ હાથ પર હાથ રાખીને બેઠી રહી હતી.” તેમણે આરોપ લગાવ્યો કે, “મુખ્યમંત્રી મમતા બેનર્જીની તુષ્ટિકરણની રાજનીતિએ બંગાળ પોલીસને લકવાગ્રસ્ત કરી દીધી છે. હિંદુઓની સુરક્ષા માટે એક પગલું પણ ભરાયું નથી.”
As the Ram Navami procession returned, Hindu devotees were savagely attacked in Kolkata’s Park Circus Seven Point area. Stones rained down on vehicles just for carrying saffron flags. Windshields shattered. Chaos unleashed. This wasn’t random—it was targeted violence. And where… pic.twitter.com/Ed74Xbi2K6
— Dr. Sukanta Majumdar (@DrSukantaBJP) April 6, 2025
જોકે, બીજી તરફ પશ્ચિમ બંગાળ પોલીસે ન માત્ર ભાજપના દાવાઓને નકારી દીધા, પરંતુ એવું પણ કહ્યું કે, આ વિસ્તારમાં ન તો શોભાયાત્રા માટેની કોઈ મંજૂરી લેવામાં આવી હતી અને ન તો આવી કોઈ ગતિવિધિ થઈ હતી. પોલીસે જણાવ્યું છે કે, વાહનો ક્ષતિગ્રસ્ત થયાની સૂચના મળી હતી, તરત ઘટનાસ્થળે પહોંચીને સ્થિતિને સંભાળી લેવામાં આવી હતી. પોલીસે લોકોને અફવા પર ધ્યાન ન આપવાની અપીલ કરીને કહ્યું છે કે, તપાસ માટે કેસ નોંધવામાં આવી રહ્યો છે. ભાજપ નેતા તરુણજ્યોતિ તિવારીએ પોલીસના વલણ પર સવાલ ઉઠાવતા પૂછ્યું છે કે, પાર્ક સર્કસમાં વક્ફ બિલ વિરુદ્ધ થયેલા પ્રદર્શનની મંજૂરી લેવામાં આવી હતી?
TMC નેતા કલ્યાણ બેનર્જીએ અટકાવી હનુમાન ચાલીસા
બીજી તરફ TMC સાંસદ કલ્યાણ બેનર્જી પણ વિવાદમાં આવ્યા હોવાનું સામે આવ્યું છે. એક વિડીયો વાયરલ થયો છે. જેમાં કલ્યાણ બેનર્જીએ હનુમાન ચાલીસા અટકાવી દીધી અને મંદિરની પરંપરાનું અપમાન કર્યું હતું. વિડીયોમાં તેઓ હનુમાન ચાલીસા દરમિયાન મંદિરના પૂજારીની પ્રાર્થનામાં વિક્ષેપ પાડતા જોવા મળે છે.
#BREAKING | TMC MP Kalyan Banerjee caught on camera scolding priest
— Republic (@republic) April 6, 2025
Click on this link for all live updates: https://t.co/2b0FoFj0hF#TMC #KalyanBanerjee pic.twitter.com/hJdMJ8Qs1w
તેઓ પૂજારીને પૂછે છે કે, ‘આખી હનુમાન ચાલીસા વાંચવાની છે કે શું?’ સાથે એ પણ નોંધવા જેવું છે કે, આ એ જ કલ્યાણ બેનર્જી છે, જેમણે સંસદમાં વક્ફ બિલને મુસ્લિમ અધિકારોનું હનન ગણાવીને કહ્યું હતું કે, વક્ફની સંપત્તિ અલ્લાહની સંપત્તિ છે.