તાજેતરમાં જ દેશમાં અલગ અલગ રાજ્યોમાં ટ્રેન દુર્ઘટના કરવાના પ્રયાસો થયા હોવાનું સામે આવ્યું હતું. કાનપુરમાં (Kanpur) કાલિંદી સુપરફાસ્ટ એક્સપ્રેસ અને અજમેરમાં (Ajmer) માલગાડી બાદ હવે મહારષ્ટ્રના (Maharashtra) સોલાપુરમાં (Solapur) પણ ટ્રેનને પાટા પરથી ઉથલાવી દેવાનું ષડ્યંત્ર સામે આવ્યું હતું. રેલ્વે ટ્રેક (Railway Track) સિમેન્ટના પથ્થરો મુક્યા હોવાનું સામે આવ્યું હતું. પરંતુ લોકો પાયલટની સાવચેતીના કારણે દુર્ઘટના થતા બચી ગઈ હતી.
અહેવાલો અનુસાર 4 સપ્ટેમ્બરે સોલાપુર જિલ્લાના કુકવાડી રેલ્વે સ્ટેશનથી 700 મીટર દુર કોઈ અજ્ઞાત વ્યક્તિએ ટ્રેન ઉથલાવવાના ઈરાદાથી રેલ્વે ટ્રેક પર મોટો સિમેન્ટનો પથ્થર મૂકી દીધો હતો. ઘટના રાત્રે લગભગ 10:30 વાગ્યે બની તેમ જાણવા મળ્યું હતું. એક માલગાડી માલસામાન લઈને ટ્રેક પરથી પસાર થઇ રહી હતી, ત્યારે લોકો પાયલટએ દુરથી જ ટ્રેક પર પથ્થર જોઈ લીધો હતો.
Another train sabotage averted in Maharashtra
— IndiaToday (@IndiaToday) September 10, 2024
Latest updates by @divyeshas #ITVideo #Maharashtra #Solapur #Railway | (@snehamordani) pic.twitter.com/xnzgMHuVyJ
લોકો પાયલટએ જ્યાં સિમેન્ટનો પથ્થર મુકવામાં આવ્યો હતો, તેનાથી 200 મીટર દુર જ ટ્રેન રોકી લીધી હતી, અને મોટી દુર્ઘટના થતા બચી ગઈ હતી. આ મામલે સિનિયર સેક્શન એન્જિનિયર કુંદન કુમારે અજાણ્યા આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. તથા તેમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ પણ કરી હતી. ત્યારે પોલીસે ફરિયાદ લઇ અજ્ઞાત વ્યક્તિઓની શોધખોળ શરૂ કરી તપાસ હાથ ધરી છે.
અજમેર, કાનપુરમાં પણ ટ્રેન ઉથલાવી દેવાનું રચ્યું હતું ષડ્યંત્ર
અજમેરના સરાધના અને બાંગડ ગ્રામ રેલવે સ્ટેશન વચ્ચે 2 સ્થળોએ અજાણ્યા લોકોએ રેલવે ટ્રેક પર 70 કિલો વજનના બ્લોક મૂકી ટ્રેન ઉથલાવી દેવાનું ષડ્યંત્ર ઘડ્યું હતું. બ્લોક જે ટ્રેક પર મુકવામાં આવ્યા હતા ત્યાંથી સદનસીબે માલગાડી પસાર થઇ રહી હતી. જે ટ્રેક પર મુકેલા બ્લોક સાથે અથડાઈને આગળ નીકળી ગઈ હતી. પરંતુ, માલગાડીની જગ્યાએ જો કોઈ પેસેન્જર ટ્રેન તો મોટી હોનારત સર્જાઈ હોત.
આ અગાઉ ઉત્તર પ્રદેશના કાનપુર ખાતેથી પણ સુપરફાસ્ટ ટ્રેન કાલિંદી ટ્રેન સળગાવી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. ટ્રેક પરથી ગેસનો બોટલ પણ મળી આવ્યો હતો. આ સિવાય કાવતરા કરનારે 20 મીટરના સુધી પેટ્રોલ છાંટ્યું હોવાનું પણ સામે આવ્યું હતું. આ મામલે 10 લોકોની અટકાયત કરી પોલીસે આગામી તપાસ હાથ ધરી છે.