Tuesday, September 17, 2024
More
    હોમપેજગુજરાતજેના હિંદુ મહિલા સાથેના અનૈતિક સંબંધોના કારણે વિખેરાયો ભરૂચનો પરિવાર, તે અમદાવાદના...

    જેના હિંદુ મહિલા સાથેના અનૈતિક સંબંધોના કારણે વિખેરાયો ભરૂચનો પરિવાર, તે અમદાવાદના જિમ ટ્રેનર રાજા શેખની 54 દિવસે ધરપકડ: અન્ય મહિલાઓને પણ ફસાવી હોવાની આશંકા

    પહેલાં મહિલાએ પારિવારિક ઝઘડાના કારણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેના પતિએ પુત્રની હત્યા કરીને ઘર પાસેથી જ પસાર થતી ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. આ મામલે પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે મહિલાના એક મુસ્લિમ યુવક સાથે અનૈતિક સંબંધોના કારણે દંપતીમાં ઝઘડા ચાલતા હતા અને તેમાં જ આખરે પત્નીએ અંતિમ પગલું ભર્યું હતું.

    - Advertisement -

    ભરૂચમાં (Bharuch) પત્નીએ આત્મહત્યા કર્યા બાદ પતિએ પુત્રની હત્યા કરીને ટ્રેન નીચે પડતું મૂક્યું હોવાનો એક કરુણાજનક મામલો ગત જુલાઈ મહિનામાં સામે આવ્યો હતો. આ કેસમાં પછીથી સામે આવ્યું હતું કે પત્નીના એક મુસ્લિમ જિમ ટ્રેનર સાથેના અનૈતિક સંબંધોના કારણે દંપતી વચ્ચે ઝઘડા થતા હતા અને તેની જ ધમાલમાં ત્રણ જીવનનો અંત આવ્યો હતો. આ મામલે પોલીસે આરોપી રાજા શેખ સામે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી હતી અને 54 દિવસથી તેને શોધી રહી હતી. આખરે મહારાષ્ટ્રથી તેની ધરપકડ કરી લેવામાં આવી છે.

    ઘટનાની વાત કરીએ તો, પહેલાં મહિલાએ પારિવારિક ઝઘડાના કારણે ગળેફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. ત્યારબાદ તેના પતિએ પુત્રની હત્યા કરીને ઘર પાસેથી જ પસાર થતી ટ્રેન નીચે પડતું મૂક્યું હતું. આ મામલે પ્રાથમિક તપાસ બાદ જાણવા મળ્યું હતું કે મહિલાના એક મુસ્લિમ યુવક સાથે અનૈતિક સંબંધોના કારણે દંપતીમાં ઝઘડા ચાલતા હતા અને તેમાં જ આખરે પત્નીએ અંતિમ પગલું ભર્યું હતું. પછીથી પતિએ તેના પિતાને લખેલો એક પત્ર પણ સામે આવ્યો હતો, જેમાં પત્નીના અમદાવાદના એક જિમ ટ્રેનર રાજા શેખ સાથે આડા સંબંધો હોવાનું જણાવવામાં આવ્યું હતું. પત્રમાં તેણે રાજા શેખ પર લવ જેહાદનો (Love Jihad) કેસ કરવા માટે પણ પિતાને વિનંતી કરી હતી. ત્યારબાદ ભરૂચ પોલીસે મૃતક પતિના પિતાની ફરિયાદ પર આરોપી રાજા શેખ સામે FIR દાખલ કરી હતી, પરંતુ ત્યાં સુધીમાં તે ફરાર થઈ ચૂક્યો હતો.

    છેલ્લા 54 દિવસોથી રાજા શેખ પોલીસથી ભાગતો ફરતો હતો. આખરે ગત ગુરુવારે (29 ઑગસ્ટ) તે હાથ લાગ્યો. પોલીસે મહારાષ્ટ્રના ભિંવડી ખાતેથી રાજા શેખની ધરપકડ કરી લીધી હતી. ધરપકડ બાદ પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું હતું કે આરોપી અલગ-અલગ બોડી ફિટનેસ જિમમાં ટ્રેનર તરીકે કામ કરતો હતો. આ દરમિયાન જિમમાં આવતી હિંદુ મહિલાઓ સાથે મૈત્રી કેળવી, તેમને ભોળવી તેમનો વિશ્વાસ જીતતો હતો. તેણે અન્ય હિંદુ મહિલાઓને પણ ફોસલાવીને તેમનું શોષણ કર્યું હોવાની આશંકા છે, જે મામલે હાલ પોલીસ તપાસ કરી રહી છે. ઉપરાંત, આટલા દિવસોમાં તે ક્યાં સંતાયેલો રહ્યો તેની પણ પૂછપરછ અને તપાસ કરવામાં આવી રહી છે.

    - Advertisement -

    ભિંવડીમાંથી રાજા શેખની ધરપકડ બાદ ભરૂચ પોલીસે કોર્ટમાં રજૂ કરીને તેના 3 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા. બીજી તરફ સામે આવેલા ખુલાસાઓ અંગે તેમજ કેસની અન્ય વિગતોને લઈને પોલીસે તપાસ હાથ ધરી છે. અંકલેશ્વર DySP ડૉ. કુશલ ઓઝાએ કાર્યવાહીને લઈને જણાવ્યું હતું કે, રાજા શેખે અમદાવાદના તેના જિમમાં આવતી અન્ય મહિલાઓને પણ ફસાવી હોવાનું પ્રાથમિક તબક્કે ધ્યાનમાં આવ્યું છે. હાલ તેની પાસેથી વિગતો એકત્રિત કરવામાં આવી રહી છે. અન્ય કોઇ મહિલાઓ જે તેની જાળમાં ફસાઈ હોય કે જેનું તેણે શોષણ કર્યું હોય તેઓ ભરૂચ પોલીસનો સંપર્ક કરી શકે છે તેમ પણ તેમણે ઉમેર્યું હતું. 

    શું હતી સમગ્ર ઘટના

    સમગ્ર કેસની વિગતો એવી છે કે, ભરૂચની ભોલાવ કોલોનીમાં સિનિયર સેક્શન એન્જિનિયર જતિન મકવાણા પત્ની અને પુત્ર સાથે રહેતા હતા. ગત 4 જુલાઇના રોજ ત્રણેયના મૃતદેહો મળી આવ્યા હતા. પછીથી તપાસ કરતાં સામે આવ્યું હતું કે, પતિ-પત્નીએ આપઘાત કર્યો હતો અને પુત્રની પુરુષે હત્યા કરી નાખી હતી. જતીનનો મૃતદેહ સુરવાડી પાસે રેલવે ટ્રેક પરથી મળી આવ્યો હતો. 

    તપાસ બાદ સામે આવ્યું કે, મૃતક જતીને પુત્રની હત્યા બાદ પોતે પણ આપઘાત કરવા જતાં પહેલાં તેના પિતાને મેસેજ કરીને સ્યુસાઇડ નોટ મોકલી હતી, જેમાં તેણે પત્નીના અમદાવાદના એક જિમ ટ્રેનર રાજા શેખ સાથે અનૈતિક સંબંધો હોવાથી આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું હતું. આ બાબતને લઈને તેમના ઝઘડા થતા રહેતા હતા અને અનેક વખત સમજાવવા છતાં મહિલાએ રાજા શેખ સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હોવાનું પણ તેણે જણાવ્યું હતું. 

    પછીથી મૃતક યુવકના પિતાએ જણાવ્યું હતું કે,તેમના પુત્રની બદલી 4 મહિના પહેલાં જ અમદાવાદથી ભરૂચ થઈ હતી. જ્યારે તેઓ અમદાવાદ રહેતા ત્યારે જતીનની પત્ની તૃપલ એક જિમમાં જતી હતી, જ્યાં રાજા શેખ સાથે ‘મિત્રતા’ થઈ હતી, જે પછીથી લગ્નેતર સંબંધોમાં પરિણમી. બાબતની જાણ જતીનને થતાં તે તૃપલને જૂનાગઢ તેના પિયર મૂકી આવ્યો હતો, પણ ગત 12 જૂને જઈને ફરી લઇ આવ્યો હતો. પરંતુ ભરૂચ આવ્યા પછી પણ મહિલાએ રાજા સાથે વાત કરવાનું ચાલુ રાખ્યું હતું. 

    દરમ્યાન મહિલાએ 19 જૂનના રોજ આપઘાતનો પ્રયાસ કર્યો હતો, પરંતુ અસર ન થતાં બચી ગઈ હતી. ત્યારબાદ 22 જૂનના રોજ પણ જતીને પિતાને એક પત્ર લખ્યો હતો, જે તેના મૃત્યુ બાદ સામે આવ્યો. તેમાં તેણે પત્નીના અનૈતિક સંબંધો વિશે જણાવીને પિતાને રાજા શેખ સામે ‘લવ જેહાદ’નો કેસ કરવા માટે વિનંતી કરી હતી. સાથે કહ્યું હતું કે, મુસ્લિમ યુવકો જિમ ટ્રેનર બનીને હિંદુ મહિલાઓને ફસાવે છે અને તેની ઉપર રોક લાગવી જરૂરી છે, જેથી કોઇ બીજાનું જીવન બરબાદ ન થાય.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં