ઉત્તર પ્રદેશના બરેલી (Bareilly) જિલ્લાની એક અદાલતે એક છોકરી પર બળાત્કાર (Rape on Minor Girl) કરનાર કથિત કિન્નરને (Kinnar) સોમવાર, 9 ડિસેમ્બરે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી હતી. કોર્ટે કિન્નર (Transgender) બનીને લોકોને ગેરમાર્ગે દોરનાર ફરીન અહમદને ₹12,000નો દંડ પણ ફટકાર્યો હતો. 29 માર્ચ, 2022ના રોજ ફરીન 7 વર્ષની બાળકીને કાકડી અપાવવાના બહાને લઇ ગયો અને તેના પર બળાત્કાર ગુજાર્યો હતો.
અહેવાલો અનુસાર, આ કેસની સુનાવણી બરેલીની POCSO વિશેષ અદાલતમાં થઈ હતી. લગભગ અઢી વર્ષ સુધી ચાલેલી સુનાવણીમાં ફરીન અહમદ પોતાને કિન્નર ગણાવીને પોતાની નિર્દોષતાનો દાવો કરી રહ્યો હતો. ન્યાયાધીશ ઉમા શંકરના આદેશ પર જ્યારે આરોપીનું લિંગ તપાસવામાં આવ્યું ત્યારે તે પુરુષ હોવાનું જાણવા મળ્યું હતું. ફરીન લાંબા સમયથી પોતે વ્યંઢળ છે એવી ઓળખ આપી લોકોને ગેરમાર્ગે દોરતો હોવાનું પણ બહાર આવ્યું હતું. પોતાની પોલ ખૂલી જતા ફરીન કોર્ટમાં જ રડવા લાગ્યો હતો.
વ્યંઢળ બનેલ ફરીન તેની પોલ ખુલી જતાં તેને ઓછી સજા થાય એ માટે અપીલ કરવા લાગ્યો. જોકે, ફરિયાદ પક્ષે ફરીનના ગુનાને ગંભીર ગણાવ્યો હતો અને કોર્ટ પાસેથી આકરી સજાની માંગ કરી હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ ન્યાયાધીશે ફરીનને દોષી ઠેરવ્યો અને તેને 20 વર્ષની સખત કેદ અને ₹12,000ના દંડની સજા ફટકારી. પોલીસે ફરીનને કોર્ટમાંથી જ કસ્ટડીમાં લીધો હતો અને તેને જેલભેગો કર્યો હતો.
શું હતો સમગ્ર મામલો
આ ઘટના બરેલી જિલ્લાના મીરગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી. અહીં 9 એપ્રિલ, 2022ના રોજ 7 વર્ષની સગીર બાળકીની માતાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોતાની ફરિયાદમાં મહિલાએ કહ્યું હતું કે તેની પુત્રી 29 માર્ચે ટીવી જોઈ રહી હતી. દરમિયાન ઇસ્લામિયા સ્કૂલ પાસે રહેતા જમીલ અહેમદનો પુત્ર ફરીન કિન્નર ત્યાં પહોંચ્યો હતો. તે પીડિત યુવતીને કાકડી ખવડાવવાની લાલચ આપીને તેની સાથે લઇ ગયો હતો.
ઘરેથી લઇ ગયા બાદ કિન્નર બનેલા ફરીને સગીરા પર બળાત્કાર ગુજાર્યો. તે ઉપરાંત તેણે બાળકીને ધમકી પણ આપી કે જો તેણે આ અંગે કોઈને જાણ કરી તો તે બાળકીને મારી નાખશે. બળાત્કારને કારણે બાળકીને લોહી વહેવા લાગ્યું હતું ત્યારપછી બાળકીને હો સ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સમગ્ર મામલો સામે આવતા પરિવારના સભ્યોએ પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે ફરીન વિરુદ્ધ IPCની કલમ 376A, 376B અને 506 અને POCSO એક્ટની કલમો હેઠળ કેસ નોંધ્યો અને તેની ધરપકડ કરી હતી.