Thursday, April 25, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટઆસામમાં ઇસ્લામનો પ્રચાર કરતા 17 બાંગ્લાદેશી પકડાયા બાદ હવે ગોવામાંથી પણ 20ની...

    આસામમાં ઇસ્લામનો પ્રચાર કરતા 17 બાંગ્લાદેશી પકડાયા બાદ હવે ગોવામાંથી પણ 20ની ધરપકડ: આધાર-પુરાવા વગર રહી વેપાર કરતા હતા, પરત મોકલાશે

    ગોવામાંથી 20 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી, ગેરકાયદેસર રીતે રહીને વેપાર કરતા હોવાનું ખુલ્યું.

    - Advertisement -

    ગોવામાં ગેરકાયદેસર કારોબાર કરતા લગભગ 20 બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે. આ બાબતની જાણકારી ત્યાંના મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે આપી છે. આ લોકો રાજ્યના જુદા-જુદા ભાગોમાં રહેતા હતા અને ભારતીય ઓળખ માટે કશું જ ન હતું. 

    મુખ્યમંત્રી પ્રમોદ સાવંતે જણાવ્યું હતું કે, ગોવામાં વિવિધ ભાગોમાં રહી ગેરકાયદેસર કારોબાર કરતા 20 બાંગ્લાદેશી નાગરિકો પકડાયા છે. આ લોકો પાસે ભારતીય સરનામાં કે વોટર આઈડી કાર્ડ ન હતા. આવા વધુ લોકોની શોધખોળ ચાલી રહી છે. ગોવા સીએમે એ પણ જણાવ્યું હતું કે, આ બાંગ્લાદેશીઓને પરત મોકલી દેવામાં આવશે અને જે અંગે ગૃહ મંત્રાલયને પણ જાણકારી આપી દેવામાં આવી છે. 

    મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને પોલીસ વેરિફિકેશન અને સંપૂર્ણ જાણકારી મેળવ્યા બાદ જ મકાનો ભાડે આપવા માટે અપીલ કરી હતી. તેમણે કહ્યું, “હું લોકોને ભાડૂઆતોની વિગતો પૂરતી ચકાસી લેવા માટે અપીલ કરું છું. લોકો ભાડૂઆતો પાસેથી જાણકારી લે કે તેઓ ક્યાંથી આવે છે અને તેમનો ઉદ્દેશ્ય શું છે. એવા ઘણા લોકો એવા છે જેઓ રાજ્યમાં રહે છે અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા છે. જો રૂમ ભાડે આપવા હોય તો પહેલાં પોલીસ વેરિફિકેશન થાય એ જરૂરી છે.” 

    - Advertisement -

    બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડને લઈને એટીએસ પોલીસ અધિકારી શોભિત સક્સેનાએ જણાવ્યું હતું કે, આ લોકો બોગસ દસ્તાવેજોનો ઉપયોગ કરીને છેલ્લા ચારથી પાંચ વર્ષથી ગોવામાં ગેરકાયદેસર રીતે રહેતા હતા. તેમની પાસેથી બાંગ્લાદેશ અને અન્ય રાજ્યોમાંથી બનાવવામાં આવેલા નકલી દસ્તાવેજો મળી આવ્યા હતા. તેમને ફોરેનર્સ રજિસ્ટ્રેશન ઓફિસમાં રજૂ કરવામાં આવ્યા છે. 

    ઉલ્લેખનીય છે કે આ પહેલાં ગત 19 સપ્ટેમ્બરના રોજ આસામમાંથી પણ 17 જેટલા બાંગ્લાદેશી નાગરિકોની ધરપકડ કરવામાં આવી હતી. આ તમામ લોકો ભારતીય વિઝા નિયમોનું ઉલ્લંઘન કરીને ભારત આવીને રહેતા હતા. 

    આ તમામ બાંગ્લાદેશથી આવ્યા હતા ટૂરિસ્ટ વિઝા પર, પરંતુ અહીં આવીને મજહબી પ્રચાર કરી રહ્યા હતા. આ 17 નાગરિકો બાંગ્લાદેશથી આસામ આવીને ઇસ્લામનો પ્રચાર કરતા હોવાનું જાણવા મળ્યું હતું. આ લોકોએ અહીં આવીને લગભગ 500 લોકોનું એક નેટવર્ક પણ ઉભું કરી નાંખ્યું હતું. 

    નોંધવું જોઈએ કે આસામમાંથી તાજેતરમાં જ બાંગ્લાદેશી નાગરિકો અને ખાસ કરીને આતંકવાદી સંગઠનો માટે કામ કરનારાઓ પૈકી અનેકની ધરપકડ કરવામાં આવી ચૂકી છે. કાર્યવાહી દરમિયાન અમુક આતંકવાદીઓ મદ્રેસાઓમાં આશ્રય લેતા હોવાનું જાણવા મળતાં સરકારે ગેરકાયદેસર જમીન પર બનેલી મદ્રેસાઓ પણ ધ્વસ્ત કરી નાંખી હતી. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં