Monday, December 23, 2024
More
    હોમપેજદુનિયાહિંદુ સંત ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી પર સુનાવણી ફરી અટકી, વહેલી સુનાવણી...

    હિંદુ સંત ચિન્મય કૃષ્ણદાસની જામીન અરજી પર સુનાવણી ફરી અટકી, વહેલી સુનાવણી કરવાનો બાંગ્લાદેશની કોર્ટનો ઇનકાર: દર વખતે નવા-નવા વાંધા ઉઠાવી રહી છે અદાલત

    રવીન્દ્ર ઘોષે તેમની અરજીમાં જણાવ્યું હતું કે દાસ ડાયાબિટીસ, અસ્થમા અને અન્ય બિમારીઓથી પીડાય છે અને તદ્દન ખોટા અને બોગસ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. જેથી તેમને મુક્તિ આપવામાં આવે.

    - Advertisement -

    બાંગ્લાદેશમાં હિંદુ સંત ચિન્મય કૃષ્ણદાસની (Chinmoy Krishna Das) નવેમ્બરમાં ધરપકડ થયા બાદથી તેઓ જેલમાં બંધ છે. દરમ્યાન, તાજેતરમાં સુપ્રીમ કોર્ટના એક વકીલે તેમના વતી કોર્ટમાં અરજી કરી હતી, જેને કોર્ટે રેકર્ડ પર તો લીધી, પરંતુ વહેલી સુનાવણી કરવાનો ઇનકાર કરી દીધો હતો અને સુનાવણી 2 જાન્યુઆરીના રોજ મુકરર કરી હતી.

    બાંગ્લાદેશની સુપ્રીમ કોર્ટના વકીલ રવિન્દ્ર ઘોષે ચિન્મય કૃષ્ણદાસની મુક્તિ માટે ચિત્તાગોંગની કોર્ટમાં અરજી દાખલ કરી હતી. પરંતુ 11 ડિસેમ્બરના રોજ કોર્ટે અરજી ફગાવી દઈને કહ્યું હતું કે, વકીલ પાસે ચિન્મય કૃષ્ણદાસ તરફથી વકીલાત કરવાની પાવર ઑફ એટર્ની નથી. ત્યારબાદ રવિન્દ્ર ઘોષે ચિન્મય દાસની મંજૂરી લઈને, તેમના હસ્તાક્ષર સાથે ફરીથી 12 ડિસેમ્બરના રોજ અરજી દાખલ કરી હતી. પરંતુ કોટે તેને રેકર્ડ પર લઈને નવો વાંધો ઉઠાવીને વહેલી સુનાવણી કરવાની ના પાડી દીધી હતી.

    નોંધનીય છે કે આ મામલે ચિત્તાગોંગ બાર એસોસિએશનના પ્રમુખ નાઝીમ ઉદ્દીન ચૌધરીએ એજન્સી ANIને જણાવ્યું હતું કે, વરિષ્ઠ વકીલ રવીન્દ્ર ઘોષે સુપ્રીમ કોર્ટ બારના દસ્તાવેજના આધારે ચિન્મય કૃષ્ણદાસની સહીનો ઉપયોગ કાર્યો હતો, પરંતુ ન્યાયાધીશે ચિત્તાગોંગ બારના કન્ફર્મેશન અંગે પૂછ્યું હતું.” ચૌધરીએ જણાવ્યું હતું કે વકીલ ઘોષ ચિત્તાગોંગ બારના કન્ફર્મેશનવાળા કોઈ દસ્તાવેજો રજૂ કરી શક્યા ન હતા, તેથી ન્યાયાધીશે તેમની અરજી રેકોર્ડ પર રાખી હતી અને સુનાવણી માટે કોઈ નજીકની તારીખને મંજૂરી આપી ન હતી. કોર્ટે સુનાવણી 2 જાન્યુઆરીએ જ કરવા જણાવ્યું હતું.

    - Advertisement -

    ANI સાથે વાત કરતા રવીન્દ્ર ઘોષે કહ્યું હતું કે, “હું ખૂબ જ નિરાશ છું. હું છેલ્લા ત્રણ દિવસથી ઢાકાથી આવી રહ્યો છું અને વારંવાર પ્રયાસો કરીને અરજી કરી રહ્યો છું. ન્યાયાધીશે મારી અરજી તેમના ટેબલ પર લીધી. તે મારી અરજી સાંભળી શક્યા હોત પરંતુ તેમણે મારી અરજી સાંભળી નહીં. અમે દસ્તાવેજો સાથે હાઇકોર્ટમાં જામીનની વિનંતી કરવા માટે વિચારણા કરી રહ્યા છીએ.”

    11 ડિસેમ્બરે પણ ફગાવી હતી અરજી

    નોંધનીય છે કે કોર્ટે બુધવાર 11 ડિસેમ્બરે પણ રવીન્દ્ર ઘોષની અરજી ફગાવી હતી. ત્યારે કોર્ટે કારણ આપ્યું હતું કે રવીન્દ્ર પાસે ચિન્મય કૃષ્ણદાસ વતી અરજી કરવાની કોઈ પાવર ઓફ એટર્ની નથી. ત્યારે રવીન્દ્રે જેલમાં જઈને ચિન્મય કૃષ્ણદાસની મંજૂરી લઈને ફરીથી 12 ડિસેમ્બરે જામીન અંગે વહેલી સુનાવણી કરવાની અરજી કરી હતી. 12 ડિસેમ્બરે પણ કોર્ટે અરજી રેકોર્ડ પર રાખી પરંતુ જામીન માટે વહેલી સુનાવણી કરવા તારીખ મંજૂર કરી નહોતી.

    નોંધનીય છે કે જ્યારે 11 ડિસેમ્બરે ઘોષ અરજી કરવા કોર્ટમાં પહોંચ્યા ત્યારે 30 જેટલા વકીલો કોર્ટની પરવાનગી વગર કોર્ટ રૂમમાં ઘૂસી ગયા હતા અને તેમના પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. નોંધનીય છે કે રવીન્દ્ર ઘોષે તેમની અરજીમાં જણાવ્યું હતું કે દાસ ડાયાબિટીસ, અસ્થમા અને અન્ય બિમારીઓથી પીડાય છે અને તદ્દન ખોટા અને બોગસ કેસમાં તેમની ધરપકડ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે આ કેસની સુનાવણી 3 ડિસેમ્બરના રોજ થવાની હતી, પરંતુ ચિન્મય કૃષ્ણદાસ વતી કોઈ વકીલ હાજર ન થતાં કોર્ટે સુનાવણી 2 જાન્યુઆરી, 2025 પર મુલતવી રાખી હતી.

    શું છે મામલો

    ઇન્ટરનેશનલ સોસાયટી ફોર ક્રિષ્ના કોન્શિયસનેસ (ISKCON)ના સંત ચિન્મય કૃષ્ણદાસની 25 નવેમ્બરે ઢાકાના હઝરત શાહજલાલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે ચિત્તાગોંગ કોર્ટે તેમને જેલમાં મોકલી દીધા હતા. ત્યારથી તેઓ જેલમાં બંધ છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં