Saturday, November 30, 2024
More
    હોમપેજદુનિયાજુમ્માની નમાજ બાદ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને ધસી આવી ભીડ, ત્રણ મંદિરોમાં...

    જુમ્માની નમાજ બાદ ‘અલ્લાહુ અકબર’ના નારા લગાવીને ધસી આવી ભીડ, ત્રણ મંદિરોમાં કરી તોડફોડ: બાંગ્લાદેશમાં હિંદુ આસ્થા પર વધુ એક હુમલો, મૂકપ્રેક્ષક બનીને જોતી રહી યુનુસ સરકારની પોલીસ

    આ હુમલો બંદરગાહ શહેરમાં શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હરીશચંદ્ર મુનસેફ લાઈનમાં આવેલા મંદિરો પર કરવામાં આવ્યો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ શાંતનેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબાડી મંદિરને નિશાનો બનાવીને ઈંટ-પથ્થર વરસાવ્યાં હતાં.

    - Advertisement -

    લોકતાંત્રિક ઢબે ચૂંટાયેલી શેખ હસીનાની સરકાર પડી ભાંગ્યા બાદથી બાંગ્લાદેશમાં (Bangladesh) હિંદુઓની હાલત કફોડી છે. હુમલા અને હિંસાની અનેક ઘટનાઓ સતત સામે આવી રહી છે. ત્યારે શુક્રવારે (29 નવેમ્બર) જુમ્માની નમાજ બાદ પાડોશી દેશમાં ફરી હિંસા થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જાણવા મળ્યા અનુસાર, કટ્ટરપંથી મુસ્લિમ ટોળાએ (Muslim Mob) ત્રણ હિંદુ મંદિરમાં તોડફોડ (Attacks on Temples) કરી હતી. દરમ્યાન ‘અલ્લાહુ અકબર’ના નારા પણ લગાવવામાં આવ્યા. સમગ્ર ઘટનામાં યુનુસ સરકારની પોલીસ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હોવાની રાવ હિંદુઓ દ્વારા કરવામાં આવી રહી છે.

    પ્રાપ્ત માહિતી અનુસાર, આ હુમલો બંદરગાહ શહેરમાં શુક્રવારે બપોરે અઢી વાગ્યાના સુમારે હરીશચંદ્ર મુનસેફ લાઈનમાં આવેલાં મંદિરો પર કરવામાં આવ્યો. અહેવાલોમાં જણાવ્યા અનુસાર કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ શાંતનેશ્વરી માતા મંદિર, શનિ મંદિર અને શાંતનેશ્વરી કાલીબાડી મંદિરને નિશાન બનાવીને ઈંટ-પથ્થર વરસાવ્યાં હતાં. એક સ્થાનિક સમાચાર પોર્ટલના જણાવ્યા અનુસાર ઉન્માદી નારા લગાવતા સેંકડો કટ્ટરપંથી મુસ્લિમોના ટોળાએ નારેબાજી સાથે કરેલા આ હુમલામાં ત્રણેય મંદિરને ભારે નુકસાન પહોંચાડ્યું હતું.

    જુમ્માની નમાજ બાદ હુમલો, પોલીસ-સેના તમાશો જોતી રહી

    નોંધવું જોઈએ કે જ્યાં હિંસાની ઘટના બની છે, તે હિંદુ બહુમતી વિસ્તાર છે. અહીં 90% વસ્તી હિંદુઓની છે. ઘટના બાદ હિંસાની બીકે અનેક હિંદુઓ ઘરબાર છોડીને પલાયન કરી ગયા હોવાનું પણ કેટલાક અહેવાલોમાં જણાવવામાં આવ્યું છે. અહેવાલોમાં પ્રત્યક્ષદર્શીઓને ટાંકીને જણાવવામાં આવ્યા અનુસાર આ હુમલા દરમિયાન યુનુસ સરકારની પોલીસ અને સેના હિંદુઓની મદદ કરવાની જગ્યાએ મૂકપ્રેક્ષક બનીને તમાશો જોતી રહી હતી.

    - Advertisement -

    બીજી તરફ હિંસાનો ભોગ બનેલા શાંતનેશ્વરી મંદિરના સંચાલન સમિતિના સભ્ય તપન દાસે સ્થાનિક સમાચાર પોર્ટલને જણાવ્યું હતું કે, “જુમ્માની નમાજ બાદ સેંકડો સંખ્યામાં લોકો મંદિર તરફ ધસી આવ્યા અને ઉન્માદી નારા લગાવવા લાગ્યા. અમે શાંતિ જાળવી રાખવા માટે સામે કોઈ જ પ્રતિક્રિયા ન આપી, પણ તે લોકોએ મંદિર પર હુમલો કરી દીધો. સ્થિતિ વણસતા અમે સેનાને મદદ માટે બોલાવી. બપોર પહેલાં જ મંદિરનાં કપાટ બંધ કરી દેવામાં આવ્યાં હતાં. આ હુમલો કોઈ પણ કારણ વગર કરવામાં આવ્યો છે.” બીજી તરફ આ મામલે અબ્દુલ કરીમ નામના પોલીસ અધિકારીએ હુમલાની પુષ્ટિ કરી હતી. પરંતુ સાથે કહ્યું હતું કે મંદિરને વધુ નુકસાન નથી પહોંચ્યું. નોંધવું જોઈએ કે બાંગ્લાદેશમાં આ પહેલાં પણ હિંદુ મંદિરો પર હુમલાની સેંકડો ઘટનાઓ સામે આવી ચૂકી છે.

    તાજેતરમાં જ બાંગ્લાદેશ પોલીસે હિંદુ સંસ્થા ઈસ્કોનના એક સંત ચિન્મય કૃષ્ણદાસ પ્રભુની ધરપકડ કરી લીધી હતી, ત્યારબાદ હિંદુઓમાં વધુ આક્રોશ ફેલાયો હતો અને કાર્યવાહી વિરુદ્ધ ઢાકા સહિત અનેક શહેરોમાં પ્રદર્શનો પણ કરવામાં આવ્યાં હતાં. દરમ્યાન, કટ્ટરપંથી ઈસ્લામીઓ પણ સામે આવી જતાં ઘર્ષણ થયું હતું. આ ઘટનાઓને ટાંકીને પછીથી એક વકીલે ઢાકા હાઇકોર્ટમાં અપીલ કરીને ઇસ્કોન પર પ્રતિબંધ મૂકવાની માંગ કરી હતી, પરંતુ કોર્ટે અરજી ફગાવી દીધી હતી. જોકે, યુનુસ સરકારે કોર્ટમાં જણાવ્યું હતું કે, તેમણે ઈસ્કોન સામે 3 કેસ નોંધ્યા છે અને તપાસ ચાલી રહી છે. ત્રણ મંદિરો પર હુમલા બાદ હિંદુઓની સુરક્ષા કરવામાં નિષ્ફળ નીવડેલી બાંગ્લાદેશની વચગાળાની સરકાર સામે વધુ સવાલો ઊભા થયા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં