હિંદુફોબીક પત્રકાર મહોમ્મદ ઝુબૈરના ફેસબુક એકાઉન્ટ ડીલીટ થયા બાદ પણ તે સતત સનાતાનીઓના નિશાના પર જોવા મળી રહ્યો છે. નેમ અને ફેમની ભૂખ ભાંગવા માટે ઝુબૈર છેલ્લા ઘણાં સમયથી હિંદુ સંસ્કૃતિ અને લાગણીઓને ઠેસ પહોંચે તે પ્રકારનું ઝેર પોતાના સોસિયલ મીડિયામાં ઓકતો નજરે પડતો હોય છે, અવાર-નવાર ધાર્મિક ભાવનાઓ પર થતા પ્રહારો બાદ લોકોનો સંયમ હવે ખૂટી રહ્યો હોય તેવું લાગી રહ્યું છે.
હાલ ટ્વીટર પર હિંદુફોબીક પત્રકાર મહોમ્મદ ઝુબૈરના ધરપકડની માંગ સાથે #BanAltNews અને #ArrestBlasphemerMdZubair ટ્રેન્ડ કરી રહ્યા છે, લોકો આ હેશટેગ ટ્રેન્ડ કરીનો પોતાનો રોષ ઠાલવી રહ્યા છે,
એક ટ્વીટર યુઝર મહોમ્મદ ઝુબૈરની હિંદુ ધર્મની મજાક ઉડાવતી ટ્વીટર પોસ્ટના સ્ક્રીનશોટનો રેફરન્સ મુકીને કહે છે કે Alt ન્યુઝ તેના ફેક એકાઉન્ટ બનાવીને ફેક ન્યૂઝનો પ્રચાર કરે છે અને જયારે તેનો વિરોધ થાય ત્યારે એકાઉન્ટ ડીલીટ કરીને ભૂગર્ભમાં ઉતરી જાય છે. જેના કારણે તપાસમાં કોઈ વ્યક્તિ સામે નથી આવી શકતી. આવા જુઠા સમાચાર ફેલાવનાર ન્યુઝ એજન્સીને બેન કરવી જોઈએ.
Alt News itself makes a false post by creating a fake account on Facebook and when there are reports, that account is closed, no person is found on investigation.
— अरुण चौरसिया (प्रशासक समिति🚩✊) (@ARUNCHA214) June 19, 2022
ARC #ArrestBlasphemerMdZubair
Ban Alt Newspic.twitter.com/RtB6x5D6fZ
વર્ષ 2018માં ઝુબૈરે પોતાના એકાઉન્ટ પરથી 2014માં બનેલી ભાજપ સરકારને ઘેરવા માટે પોતાની આછી માનસિકતા દર્શાવતી એક પોસ્ટ કરી હતી. જેમાં તેણે એક ઈમારત પર હનુમાન હોટલ નું બેનર મરેલો ફોટો શેર કર્યો હતો અને લખ્યું હતું કે “2014 પહેલા હનીમુન હોટલ, 2014 બાદ હનુમાન હોટલ” દેખીતી રીતે થયેલા ભગવાન હનુમાનજી પર અભદ્ર પોસ્ટ પર એક યુઝરે આક્રોશ વ્યક્ત કર્યો હતો, અને ઝુબૈર દ્વારા હિંદુ ધર્મના અપમાન બદલ લોકોને એક થઈને ઝુબૈર જેવા વ્યક્તિ વિરુદ્ધ અવાજ ઉઠાવી તેમને સજા અપાવવાની માંગ કરી હતી.
#Zubair Khan is continuously insulting Hindu religion, such people should be punished. We have to unite and raise our voice against such people.#ArrestBlasphemerMdZubair
— रुपेश *प्रशासक समिति* ✊🚩 (@RoopeshHINDU) June 19, 2022
Ban Alt Newspic.twitter.com/t6UAVvnMlB
તાજેતરમાં મુબઈ પોલીસ દ્વારા હનુમાન ચાલીસના પાઠ કરવા પર રાણા દંપતી પર કેસ અને નુપુર શર્મા વિરુદ્ધ જુઠાણા ફેલાવનાર ઝુબૈર ફરિયાદ દાખલ કરવા પર મુબઈ પોલીસના ઇનકાર બાદ એક યુઝર આક્રોશ ઠાલવતા જોવા મળી રહ્યા છે, સાથેજ લખે છે કે પવાર પર પોસ્ટ કરનાર કેતકી એક મહિનાથી જેલમાં છે, જુબૈરની ધરપકડ કરો.
हनुमान चालिसा पढ़ने पर राणा दम्पति के विरुद्ध केस और नूपुर शर्मा के खिलाफ झूठ फैलाने वाले जुबैर पर FIR करने से मुंबई पुलिस का इनकार
— कोमलराज गोचर🚩🇮🇳 ⓀⓇⓉ (@KomalrajGochar_) June 19, 2022
वही पवार पर पोस्ट करने से केतकी महीने भर से हैं जेल में!#ArrestBlasphemerMdZubairhttps://t.co/mmYIEZFqTV
અખિલેશ યાદવના મહંમદ જીણાના વિવાદિત નિવેદન બાદ ‘ધ વાયર’ અને મહમ્મદ ઝુબૈર સંચાલિત ‘ઓલ્ટ ન્યુઝ’ એજન્સીએ ખોટા સમાચાર કહ્યા બાદ 12 નવેમ્બર 2021 ના રોજ Opindia દ્વારા પ્રકાશિત થયેલા લેખના હેડલાઈનનો સ્ક્રીન શોટ શેર કરીને એક યુઝર જુઠાણા ફેલાવતી ઓલ્ટ ન્યુઝ એજન્સીને પ્રતિબંધિત કરવાની માંગ કરી હતી.
Alt news smeared on Akhilesh’s Jinnah remarks because the owner had to do what he wanted
— आदित्य द्विवेदी # प्रसाशक समिति (@UNQzF9LfoddkZwI) June 19, 2022
Skp#ArrestBlasphemerMdZubair
Ban Alt News
22 pic.twitter.com/PbTEgri5q0
મહોમ્મદ ઝુબૈરે 6 સપ્ટેમ્બર 2018 ના રોજ ફરી એક વખત હિંદુ દેવતા ભગવાન હનુમાનજીનું અપમાન કરીને હિન્દુઓની લાગણીઓને ઠેસ પહોંચાડી હતી. જેમાં તેણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના પોસ્ટર અને ભાજપનાં જંડા પાસે શાંતિથી બેઠેલા બે કપિરાજ નો ફોટો શેર કરીને લખ્યું હતું કે “બજરંગ બલીની આરતી કરો, હનુમાન ચાલીસના પાઠ કરો વાંદરા નુકશાન નહિ પહોંચાડે” તેના આ હિંદુ ધર્મ પર કરાયેલા વ્યંગ વાળી પોસ્ટ એક યુઝરે શેર કરીને હિન્દુફોબીક પત્રકાર ઝુબૈરની ધરપકડની માંગ કરી હતી.
Alt News has exposed a new act to defame BJP, after knowing it will be clear that their work is not for fact check but for running propaganda against BJP.#ArrestBlasphemerMdZubair
— ईश्वर नागर प्रशासक समिति🚩 (@ishwarnagarpsr) June 19, 2022
Please ban ban ban
Ban Alt Newspic.twitter.com/51GQwEjZZd
ભાજપ પૂર્વ પ્રવક્તા નુપુર શર્મા પર તથાકથિત ઈશનિંદાના આરોપ બાદ તેમનું ‘સર કલમ’ કરવા વાળાને 20 લાખના ઇનામની ઘોષણા પર તેણે ‘ગુસ્તાખ-એ-રસુલ’ કહીને મુસ્લિમોને ઉશ્કેરવા વાળા ઝુબેરને જેલના સળિયા પાછળ ધકેલવાની માંગ સાથે એક યુઝરે Opindia ની હેડલાઈન શેર કરી હતી.
We demand from Mohammad Zubair that he should fact-check what Sharma said and prove him wrong.YS01#ArrestBlasphemerMdZubair
— योगेश स्वामी🚩 #प्रशासक समिति (@BEINGYOGi09) June 19, 2022
Ban Alt Newspic.twitter.com/yOBD2vNauL
રામ મંદિર વિરુદ્ધ પ્રપંચ રચવા વાળો મો. ઝુબૈરના ખોટા સમાચાર પ્રસિદ્ધ થયા બાદ થયેલા વિવાદ પછી ઝુબૈર પોસ્ટ ડીલીટ કરીને ભાગવા પર એક યુઝરે ઝુબૈરને પ્રોપગેંડાકાર અને હિંદુ ધર્મનું અપમાન કરવા પર હવે કડક પગલા લેવાનો સમય આવી ચુક્યો છે, તેમ લખીને ઝુબૈરની ઓલ્ટ ન્યુઝ એજન્સી પ્રતિબંધિત કરવાની માંગ સાથે તેની ધરપકડ કરવાની અપીલ કરી હતી.
Zubair Khan is running a propaganda to insult or defame Hinduism, right action should be taken against such people at the right time, for this we all have to come together and raise our voice.#ArrestBlasphemerMdZubair
— जनार्दन शास्त्री #प्रशासक_समिति (@JanardanShasht1) June 19, 2022
Ban Alt Newspic.twitter.com/wgW0ezwgoH
ભૂતકાળથી લઈને અત્યાર સુધી ઓલ્ટ ન્યુઝ એજન્સીનો ઇસ્લામીસ્ટ પત્રકાર મોહમ્મદ ઝુબૈર અગણિત વખત હિંદુ ધર્મની લાગણીઓ દુભાય અને સંસ્કૃતિ આહત થાય તેવા કારનામા કરતો રહ્યો છે, જેને Opindia ઉજાગર કરતું રહ્યું છે. તેવામાં લોકોની સહનશક્તિનો અંત આવે તે સ્વાભાવિક છે. અવારનવાર છંછેડાયેલી લાગણીઓ હવે અગન જવાળા બનીને ભભૂકી ઉઠી છે. લોકોનો આક્રોશ અને ગુસ્સો હવે ચરમ સીમા પર જોવા મળી રહ્યો છે.