Thursday, October 10, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટરેલો આવતા મોહમ્મદ ઝુબૈરે ફેસબુક અકાઉન્ટ ડીલીટ કર્યું: હિંદુવિરોધી પોસ્ટ થઇ રહી...

    રેલો આવતા મોહમ્મદ ઝુબૈરે ફેસબુક અકાઉન્ટ ડીલીટ કર્યું: હિંદુવિરોધી પોસ્ટ થઇ રહી હતી વાયરલ

    ઓલ્ટ ન્યૂઝના સહસ્થાપક મોહમ્મદ ઝુબૈરે નુપુર શર્મા વિરુદ્ધ ઝેર ઓકીને તેનું જીવવું મુશ્કેલ કરીને હવે પોતાનું ફેસબુક એકાઉન્ટ ડીએક્ટીવેટ કરી દીધું છે જેના વિરુદ્ધ નેટીઝન્સ ગુસ્સામાં આવી ગયા છે.

    - Advertisement -

    પ્રોપેગેન્ડા વેબસાઇટ ‘ઑલ્ટ ન્યૂઝ’ના (Alt News) સહ-સ્થાપક મોહમ્મદ ઝુબૈરે (Mohammad Zubair) પોતાનું ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે. તેની કેટલીક હિંદુદ્વેષ અને હિંદુ વિરોધી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ ગઈ હતી. જે બાદ તેણે 13 જૂન 2022 ના રોજ તેની ફેસબુક પ્રોફાઇલ (AltNewsZubair) ડિએક્ટિવેટ કરી દીધી હતી.

    આ એ જ મોહમ્મદ ઝુબૈર છે જેણે ભાજપના ભૂતપૂર્વ પ્રવક્તા નુપુર શર્મા સામે કથિત ઈશનિંદાને લઈને ઇસ્લામવાદીઓને ઉશ્કેર્યા હતા. પરંતુ વાયરલ થયેલી તેની પોસ્ટથી સ્પષ્ટ થાય છે કે તે ખુદ હિંદુદ્વેષી છે અને હિંદુ આરાધ્યોનું અપમાન કરવા ટેવાયેલો છે.

    ટ્વિટર યુઝર ‘The Hawk Eye’ (@thehawkeye) દ્વારા મોહમ્મદ ઝુબૈરની કેટલીક પોસ્ટના સ્ક્રીનશોટ શૅર કરવામાં આવ્યા હતા. તેમણે ઝુબૈરના ટ્વીટના સ્ક્રીનશૉટ સાથે લખ્યું છે કે, “બીજાના ભગવાન, ધર્મ, સંસ્કૃતિ અને શાસ્ત્રોની મજાક ઉડાવવી સરળ છે, કારણ કે તે માટે વિપરીત પરિણામો ભોગવવાં નથી પડતાં. વિડંબના એ છે કે આ ટ્વિટ એ જ શખ્સે કર્યાં છે જેણે એવી ઘટનાને અંજામ આપ્યો જેનાથી આખો દેશ અશાંત થઇ ગયો અને હિંસા હજુ પણ ચાલી રહી છે.”

    - Advertisement -

    ધ હોક આઈ દ્વારા શેર કરાયેલ ટ્વિટમાં ઝુબૈરે શિવલિંગની મજાક ઉડાવતો અને વેટિકન સિટીના ટોપ વ્યૂ સાથે સરખામણી કરતો જોવા મળે છે.

    એ જ રીતે, ફેસબુક પેજ ‘અનઓફિશિયલ મોહમ્મદ ઝુબૈર’ પર એક પોસ્ટમાં ભગવાન રામ પર કટાક્ષ કરવા માટે અરુણ ગોવિલની મજાક ઉડાવવામાં આવી છે. જેમાં કહેવામાં આવ્યું છે કે ઈસરોએ અરુણ ગોવિલની સલાહ લેવી જોઈએ કારણ કે તેઓ વિમાન વિશે વધુ જાણે છે.

    ‘અનઓફિશિયલ મોહમ્મદ ઝુબૈર’ પરની અન્ય એક પોસ્ટમાં પાણી નીચે ચાલતું વિમાન બતાવવામાં આવ્યું છે અને સાથે લખવામાં આવ્યું છે કે, ‘બ્રેકિંગ: સમુદ્રમાંથી પાંચ હજાર વર્ષો પહેલાં રાવણે ઉપયોગમાં લીધેલું પુષ્પક વિમાન મળી આવ્યું.’ જોકે હાલ ઝુબૈરે ફેસબુક એકાઉન્ટ ડિલીટ કરી દીધું છે.

    હિંદુ દેવતાઓની મજાક ઉડાવવા ઉપરાંત ઝુબૈરે હિંદુ માન્યતાઓનું પણ અપમાન કર્યું છે તેમજ સંસ્કૃત પર પણ કટાક્ષ કર્યો હતો. સંસ્કૃતને હિંદુ ધર્મની મહત્વપૂર્ણ ભાષાઓ પૈકીની એક માનવામાં આવે છે અને હિંદુ દેવતાઓની વાતચીતનું માધ્યમ પણ માનવામાં આવે છે. 

    એ પણ નોંધવું જોઈએ કે મોહમ્મદ ઝુબૈરે ઉશ્કેરણી કર્યા બાદ ભાજપના પૂર્વ રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને મુસ્લિમ કટ્ટરપંથીઓ દ્વારા સતત હત્યાની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમની હત્યા કરનારાઓને ઈનામ આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે. ઝુબૈરની ઉશ્કેરણી બાદ કટ્ટરપંથીઓએ દેશમાં ઘણી જગ્યાએ તોફાનો કર્યાં હતાં અને આગચંપી કરી હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં