Friday, November 22, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટ'બહાર આવીને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે આરોપી': દિલ્હી કોર્ટે બીજી વખત...

    ‘બહાર આવીને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે આરોપી’: દિલ્હી કોર્ટે બીજી વખત મુખ્યમંત્રી કેજરીવાલના PA બિભવ કુમારની જામીન અરજી ફગાવી

    બિભવ કુમારની જામીન અરજીને ફગાવી દેતા કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, જો બિભવ કુમારને મુક્ત કરવામાં આવશે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી કરશે એવી પ્રબળ સંભાવનાઓ છે. તેથી બિભવ કુમારની હાલની જામીન અરજીમાં કોઈ યોગ્યતા જણાતી નથી.

    - Advertisement -

    આમ આદમી પાર્ટી (AAP)ના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે મારપીટના કેસમાં ધરપકડ કરાયેલા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમારની બીજી જામીન અરજી પણ દિલ્હી કોર્ટે ફગાવી દીધી છે. દિલ્હીની તીસ હજારી સેશન કોર્ટે શુક્રવારે (7 જૂન) આરોપીની જામીન અરજી ફગાવી દીધી. આ સાથે કોર્ટે એવું પણ કહ્યું છે કે, આરોપી બહાર આવીને સાક્ષીઓને પ્રભાવિત કરી શકે છે. તથા સામાન્ય પ્રજા પણ મુખ્યમંત્રી સુધી જવામાં ડરી શકે છે. તેથી તેમની જામીન અરજી ફગાવી દેવામાં આવે છે.

    તીસ હજારી કોર્ટમાં જજ ગૌરવ ગોયલની કોર્ટે બિભવ કુમારની જામીન અરજી ફગાવતી વખતે 10 બિંદુઓ પર ભાર આપ્યો હતો. કોર્ટે આદેશમાં કહ્યું હતું કે, પીડિત એક મહિલા છે. તેઓ આમ આદમી પાર્ટીથી રાજ્યસભા સાંસદ પણ છે. તેઓ પોતાના જ રાજકીય પક્ષના મુખ્યમંત્રીને તેમના આવાસ પર મળવા માટે ગયા હતા. કોર્ટે તે તથ્યો પર પણ ધ્યાન આપ્યું છે કે, બિભવ કુમાર મુખ્યમંત્રીના PA છે અને તેમના પર ન માત્ર તેમની પાર્ટીના સભ્ય, પરંતુ એક મહિલા સાથે દુર્વ્યવહાર કરવાનો પણ આરોપ છે.

    ‘સામાન્ય પ્રજાના મનમાં પેદા થઈ શકે છે ડર’

    તીસ હજારી કોર્ટના સ્પેશિયલ જજ એકતા ગૌબા માને એ વાત પર પણ ભાર આપ્યો છે કે, બિભવ કુમાર પર મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાન પર રાજકીય પક્ષની માહિલા સાથે ગેરવર્તન કરવાનો આરોપ છે. ત્યાં માત્ર તેમના રાજકીય પક્ષના ચૂંટાયેલા સભ્યો જ મુખ્યમંત્રીને મળી શકે છે, તેવું નથી. પરંતુ સામાન્ય પ્રજા પણ પોતાની ફરિયાદો અંગે મુખ્યમંત્રીને મળી શકે છે. આ ઘટનાથી સામાન્ય લોકોના મનમાં તેમના નેતાને મળવા અંગે ડર અને તણાવ પેદા થાય છે. આ પ્રકારના આક્ષેપો પણ ખૂબ ગંભીર છે. સતત ધમકીઓના કારણે પીડિતા તેમની સુરક્ષા અને તેમના પરિવારની સુરક્ષાને લઈને પણ ચિંતિત છે.

    - Advertisement -

    બિભવ કુમારની જામીન અરજીને ફગાવી દેતાં કોર્ટે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે, જો બિભવ કુમારને મુક્ત કરવામાં આવશે તો તેઓ સાક્ષીઓને પ્રભાવિત કરી કરશે એવી પ્રબળ સંભાવનાઓ છે. તેથી બિભવ કુમારની હાલની જામીન અરજીમાં કોઈ યોગ્યતા જણાતી નથી. તેથી અરજદાર/આરોપી બિભવ કુમારની વર્તમાન નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવે છે.

    નોંધનીય છે કે, દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના PA બિભવ કુમાર પર મુખ્યમંત્રી આવાસમાં AAP રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ સાથે ગેરવર્તણૂક અને મારપીટ કરવાનો આરોપ છે. આ મામલે 18 મેના રોજ દિલ્હી પોલીસે આરોપી બિભવ કુમારની આગોતરા જામીન અરજીની સુનાવણી પહેલાં જ ઔપચારિક રીતે CM આવાસ પરથી જ તેમની ધરપકડ કરી લીધી હતી અને ત્યારબાદ તેમની પહેલી જામીન અરજી પણ ફગાવી દેવામાં આવી હતી. તેઓ 31 મેથી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં