Friday, November 22, 2024
More
    હોમપેજગુજરાત'ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો': સંકલન સમિતિ પર ભડક્યા પદ્મિનીબા,...

    ‘ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો’: સંકલન સમિતિ પર ભડક્યા પદ્મિનીબા, કહ્યું- પાંચ તત્વોએ શું ખિચડી રાંધી ખબર નહીં, આખા સમાજને કોંગ્રેસી ઘોષિત કરી નાખ્યો

    પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ અને તેના 5 સભ્યો પર પ્રહાર કર્યા હતા. તેમણે આ આખા આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું. તેમણે સંકલન સમિતિને ટાર્ગેટ કરીને કહ્યું કે, "આવા આગેવાનો હોય તો કાલે સવારે સમાજનું કોઈ ભવિષ્ય નથી. આજે પણ સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે. ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો છે."

    - Advertisement -

    રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પરષોત્તમ રૂપાલાના એક નિવેદનથી ક્ષત્રિય સમાજ દ્વારા તેમનો વિરોધ કરવામાં આવ્યો હતો. ઉમેદવારી પરત ખેંચવાની માંગણી કરવામાં આવી હતી. પરંતુ રૂપાલા તો ન હટ્યા, પણ હવે સંકલન સમિતિમાં જ અંદરોઅંદરની લડાઈ શરૂ થઈ ગઈ છે. ક્ષત્રિય આંદોલનને માથા પર લેનારા પીટી જાડેજાએ પણ સંકલન સમિતિ પર અનેકો આરોપ લગાવ્યા હતા. જ્યારે હવે પદ્મિનીબા વાળા ફરી એકવાર સંકલન સમિતિ પર ભડકી ઉઠયા છે. તેમણે કહ્યું કે, ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો છે.

    પીટી જાડેજાની સંકલન સમિતિ સાથેની નારાજગીને લઈને પદ્મિનીબા વાળા પણ મેદાનમાં ઉતર્યા હતા. પદ્મિનીબા વાળાએ સંકલન સમિતિ અને તેના 5 સભ્યો પર પ્રહાર કર્યા હતા. તેમણે આ આખા આંદોલનને કોંગ્રેસ પ્રેરિત ગણાવ્યું હતું. મીડિયા સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે, “આંદોલનને ચૂંટણી સાથે કોઈ લેવાદેવા નહોતા. મને એવું લાગે છે કે, આ લોકો (સંકલન સમિતિના સભ્યો) કોંગ્રેસમાંથી જ આવ્યા છે. શું ખિચડી રાંધી ખબર નહીં, તે લોકો ખૂબ હોશિયાર છે. આ ચાર-પાંચ તત્વો તો વધારે પડતાં જ હોશિયાર છે.”

    તેમણે કહ્યું કે, “તે લોકો શું કરી રહ્યા છે, તે કોઈને ખ્યાલ જ નથી આવી રહ્યો. આ લોકો કોંગ્રેસી જ છે. હવે સમાજ પણ આ બાબતે વિચારીને સ્ટેન્ડ લે. આવા જ જો આગેવાનો હોય તો કાલે સવારે સમાજનું કોઈ ભવિષ્ય નથી. આજે પણ સમાજનું ભવિષ્ય તો બગડી જ ગયું છે. ક્ષત્રિય સમાજને 20 વર્ષ પાછળ ધકેલી દીધો છે. અમારા આખા સમાજને કોંગ્રેસપક્ષી કરી નાખ્યો. સમાજે હવે વિચારવું જોઈએ કે, ફાયદો શું છે. ભાજપનો વિરોધ નહોતો, છતાં આ લોકો ભાજપનો વિરોધ લઈને આવ્યા.”

    - Advertisement -

    સંકલન સમિતિમાં ચાલી રહ્યો છે અંદરોઅંદર વિખવાદ

    રૂપાલાનો વિરોધ કરવા આગળ આવેલા ક્ષત્રિય સમાજની સંસ્થાઓના આગેવાનો હવે પોતે જ વિવાદમાં ફસાય રહ્યા છે. સંકલન સમિતિ પર અનેકો આરોપ પણ લાગી રહ્યા છે. તાજેતરની વાત કરવામાં આવે તો સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજા ખૂબ ચર્ચામાં રહ્યા છે. પહેલાં તો તેમનો કથિત અભદ્ર ઓડિયો વાયરલ થઈ ગયો હતો. જેમાં તેઓ કોઈ મહિલા સાથે પ્રેમભરી વાતો કરી રહ્યા હતા અને ‘મારો બાબલો-બેબલી’ જેવી ભાષાનો ઉપયોગ કરી રહ્યા હતા. આ ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ પોતાના સમાજમાં પણ તેમનો વિરોધ થવા લાગ્યો હતો. પીટી જાડેજાના આવા અભદ્ર ભાષાના ઓડિયો બાદ અન્ય એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં ગોંડલના એક ક્ષત્રિય યુવકે પીટી જાડેજાને ગાળો ભાંડી હતી.

    હજુ એ ઘટનાના પડઘા શાંત પડે તે પહેલાં તો પીટી જાડેજાનો અન્ય એક ઓડિયો વાયરલ થયો હતો. જેમાં તેમણે સંકલન સમિતિ પર ‘ગદ્દારી’ના આરોપ લગાવ્યા હતા. ઑપઇન્ડિયા સાથેની વાતચીતમાં તેમણે પોતે પુષ્ટિ કરી હતી કે, તે ઓડિયો ક્લિપ તેમની જ છે. જોકે, ત્યારબાદ તેમણે કહ્યું હતું કે, હવે સંકલન સમિતિ સાથે કોઈ વાંધો નથી અને તમામ સમસ્યાઓનું નિવારણ થઈ ગયું છે. પરંતુ તેમ છતાં ઓડિયો ક્લિપમાં ઘણાબધા આરોપો લગાવવામાં આવ્યા હતા.

    પીટી જાડેજા ઓડિયોમાં કહી રહ્યા હતા કે, “સંકલન સમિતિથી થાય તે કરી લેજો. હું ખુલ્લેઆમ આવું છું.” આ સાથે તેઓ સંકલન સમિતિના મહિલા સભ્ય સહિત 5ના ‘ધંધા’ના પુરાવા હોવાનો દાવો પણ કરતાં હતા. તેમણે કહ્યું કે, “તમે કરવા કેમ નથી માંગતા, મહિલા સહિત પાંચ હોદ્દેદારોના પ્રૂફ છે. તમે શું કર્યું છે. મને મજબૂર ના કરો. નહિતર પર્દાફાશ કરીશ. આવી સંકલન સમિતિ ના હોય. તમે ગદ્દાર છો, હું પર્દાફાશ કરીશ.” આ ઓડિયો ક્લિપ ઉપરાંત હવે સોશિયલ મીડિયામાં ક્ષત્રિય સમાજના લોકો પણ આંદોલનને માત્ર રાજકારણ ગણાવી રહ્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં