Thursday, March 28, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટસોનિયા ગાંધી જે રમા દેવી સામે 'ધસી ગયા' હતા, ભૂતકાળમાં આઝમ ખાનને...

    સોનિયા ગાંધી જે રમા દેવી સામે ‘ધસી ગયા’ હતા, ભૂતકાળમાં આઝમ ખાનને તેમની માફી માંગવી પડી હતી: ત્યારે પણ સ્મૃતિ ઈરાની ‘સ્ત્રી સન્માન’ માટે લડયા હતાં

    લોકસભામાં અધીર રંજન ચૌધરીનો બચાવ કરવા સોનિયા ગાંધી રમાદેવી સામે ધસી ગયા હતા તેમનો સંપૂર્ણ પરિચય.

    - Advertisement -

    સોનિયા ગાંધી જે રમા દેવી સામે ‘ધસી ગયા’ હતા, ભૂતકાળમાં આઝમ ખાનને તે જ રમા દેવીની માફી માંગવી પડી હતી. કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીની રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ માટે અભદ્ર ટિપ્પણી બાદ સાંસદ રમા દેવીનું નામ પણ ચર્ચામાં છે. હકીકતમાં જ્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આ નિવેદન પર કોંગ્રેસ નેતૃત્વને ઘેર્યું ત્યારે સોનિયા ગાંધી રમા દેવી સામે ધસી ગયા હતા. આ દરમિયાન તેમણે સ્મૃતિ ઈરાનીને રુક્ષ ભાષામાં “You don’t talk to me” એટલે કે મારી સાથે વાત ન કરો તેમ કહી દીધું હતું. ગુરુવારે (28 જુલાઈ 2022) આ બધી ઘટના સંસદમાં બની હતી.

    જ્યારે સ્મૃતિ ઈરાનીએ અધીર રંજન ચૌધરીની ટિપ્પણીને લઈને કોંગ્રેસને ગૃહની અંદર ઘેરી લીધી ત્યારે સોનિયા ગાંધી બીજેપી સાંસદ રમા દેવી સામે ધસી ગયા અને પૂછ્યું કે, અધીર રંજન ચૌધરીની ટિપ્પણીના મામલામાં મારું નામ કેમ ખેંચવામાં આવી રહ્યું છે. આમાં મારો શું વાંક?” જવાબમાં રમા દેવીએ કહ્યું કે, તમારી ભૂલ એ છે કે તમે ચૌધરીને લોકસભામાં કોંગ્રેસના નેતા તરીકે પસંદ કર્યા. તેણે કહ્યું, “જો અધીર રંજને માફી માંગી હોત તો મામલો ખતમ થઈ ગયો હોત. ગુસ્સે થવાને બદલે સોનિયાએ પોતાની ભૂલ સ્વીકારવી જોઈએ અને પોતાના નેતા પર કાબૂ રાખવો જોઈએ.”

    કોણ છે રમા દેવી?

    - Advertisement -

    રમા દેવીનો જન્મ 8 ઓગસ્ટ 1948ના રોજ બિહારના વૈશાલી જિલ્લાના લાલગંજમાં થયો હતો. તેમનું શિક્ષણ મુઝફ્ફરપુરથી થયું હતું અને ત્યાંથી તેમણે કાયદાની ડિગ્રી પૂર્ણ કરી હતી. 74 વર્ષીય રમા દેવીએ પહેલીવાર 1998માં બિહારની મોતિહારી સીટ પરથી આરજેડીની ટિકિટ પર ચૂંટણી લડી હતી અને ભાજપના રાધા મોહન સિંહને હરાવીને પહેલીવાર સંસદમાં પહોંચ્યા હતા. તેમના પતિ બ્રિજ બિહારી પ્રસાદની હત્યા બાદ રમા દેવીને રાજકીય વારસો સંભાળવો પડ્યો હતો, જેઓ તે સમયે બિહાર સરકારમાં મંત્રી હતા. તેમના પતિને શક્તિશાળી અને બાહુબલી નેતા માનવામાં આવતા હતા.

    આ પછી તેમણે બિહાર વિધાનસભા ચૂંટણી 2000 માં મોતિહારીથી ચૂંટણી લડી અને બિહાર વિધાનસભામાં આરજેડી ધારાસભ્ય તરીકે ચૂંટાયા. તેમણે ભાજપના પ્રમોદ કુમારને હરાવ્યા હતા. 2009માં આરજેડી તરફથી ટિકિટ ન મળતાં તે ભાજપમાં જોડાયા હતા. બીજેપીએ તેમને શિયોહરથી ટિકિટ આપી અને તે ચૂંટણી જીતવામાં સફળ રહ્યા હતા. 2014 અને 2019માં પણ તેમને શિયોહરથી ટિકિટ આપવામાં આવી હતી અને મોટી જીત નોંધાવી હતી. રમા દેવીના રાજકીય કદનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે તેણે 2009 અને 2014માં બાહુબલી આનંદ મોહનની પત્ની લવલી આનંદને રાજકીય મેદાનમાં હરાવ્યા હતા.

    જ્યારે આઝમ ખાને માફી માંગવી પડી હતી

    2019માં આઝમ ખાને રમા દેવીની માફી માંગવી પડી હતી. 25 જુલાઈ, 2019 ના રોજ, લોકસભામાં ટ્રિપલ તલાક બિલ પર ચર્ચા દરમિયાન, સપા નેતા આઝમ ખાને ગૃહની અધ્યક્ષતા કરી રહેલા રમા દેવી પર અભદ્ર ટિપ્પણી કરી હતી. તેણે રમા દેવીને કહ્યું, “હું તમને એટલા પસંદ કરું છું કે મને તમારી આંખોમાં આંખો નાખી જોઈ રહેવાનું મન થાય છે.” આવી ટીપ્પણીઓથી પ્રમુખ સાંસદ થોડા સમય માટે બેચેન થઈ ગયા હતા.

    ત્યારે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ આઝમ ખાનના નિવેદનની ટીકા કરતા તેને શરમજનક ગણાવ્યું હતું. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે, “આઝમ ખાન દ્વારા કરવામાં આવેલ શરમજનક નિવેદન તેમના પાત્રનું પ્રતિબિંબ છે; તેમનો બચાવ કરીને અખિલેશ યાદવે પણ સાબિત કરી દીધું છે કે તેઓની વિચારસરણીમાં કોઈ ફરક નથી. જે વ્યક્તિ ગૃહમાં કોઈ મહિલા સાથે અભદ્ર વર્તન કરી શકે છે, તેણે એક સામાન્ય મહિલા સાથે કેવું વર્તન કરતો હશે, તે વિચારવા જેવી બાબત છે. આ સાથે જ અન્ય એક ટ્વીટમાં સ્મૃતિએ આઝમ ખાનને તમામ પુરૂષ સાંસદો પર કલંક ગણાવ્યા હતા. આ પછી આઝમ ખાને પોતાની ટિપ્પણી બદલ માફી માંગી અને કહ્યું કે રમા દેવી મારી બહેન

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં