Friday, April 26, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટમહાશિવરાત્રિ મનાવવી હોય તો ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા પડશે: ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોના...

    મહાશિવરાત્રિ મનાવવી હોય તો ખાલિસ્તાન ઝિંદાબાદના નારા લગાવવા પડશે: ઓસ્ટ્રેલિયામાં હિંદુ મંદિરોના સંચાલકોને ધમકી

    ઓસ્ટ્રેલિયાના મેસબોર્ન શહેરમાં આવેલ કાલી મંદિરની પુજારણને પણ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. તેને પણ 4 માર્ચના રોજ યોજાવા જઈ રહેલ કાર્યક્રમને રદ કરવા માટે ધમકી આપી હતી.

    - Advertisement -

     ઓસ્ટ્રેલિયામાં હાલમાં મંદિરો પર વારંવાર હુમલાઓ થઈ રહ્યા છે, થોડા દિવસ પહેલા જ મંદિરો પર ખાલિસ્તાનીઓ દ્વારા મંદિરોમાં તોડફોડ કરવામાં આવી હતી. હવે ખાલિસ્તાનીઓ દ્વારા ધમકી આપવામાં આવી છે અને કહેવામાં આવ્યું છે કે જો તમારે મહાશિવરાત્રિ મનાવવી છે તો ખાલીસ્તાન જિદાબાદના નારા લગાડવા પડશે.

    ઓસ્ટ્રેલિયા ટુડેના રિપોર્ટ અનુસાર શુક્રવાર ( 17 ફેબ્રુઆરી 2023 )ના રોજ બ્રિસ્બેનનું પ્રસિદ્ધ ગાયત્રી મંદિરના પ્રમુખ ડો.જયરામ અને ઉપપ્રમુખ ધર્મેશ પ્રસાદને ધમકી ભર્યા ફોન આવ્યા હતા. ફોન કરી ધમકી આપનારે પોતાનું નામ અવધેશસિંહ તરીકે આપી હતી અને પોતે પાકિસ્તાનના નનકાના સાહિબથી બોલી રહ્યો છું.

    ધમકી આપનાર વ્યક્તિએ બંન્ને જણાને કહ્યું હતું કે “હુ પાકિસ્તાનના લાહોરના નનકાના સાહિબથી બોલી રહ્યો છું, મારું નામ અવધેશસિંહ છે. મારી પાસે ખાલિસ્તાન સંબંધી એક મેસેજ છે. જો તુ 19 ફેબ્રુઆરીના રોજ મહાશિવરાત્રિનો તહેવાર ઉજવવાની તૈયારી કરી રહ્યા છો, તમારે મહાશિવરાત્રિ મનાવવી છે તો તમારે ખાલિસ્તાન જિદાબાદના પાંચ નારાઓ લગાડવા પડશે,” વધુમાં ઉમેર્યું કે “19 માર્ચના રોજ ખાલિસ્તાન જનમતસંગ્રહ થઈ રહ્યો છે તેમા તમારે લોકોએ ખાલિસ્તાન સમર્થનમાં વોટ કરવા કહેવાનું છે.

    - Advertisement -

     આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના મેસબોર્ન શહેરમાં આવેલ કાલી મંદિરની પુજારનને પણ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. તેને પણ 4 માર્ચના રોજ યોજાવા જઈ રહેલ કાર્યક્રમને રદ કરવા માટે ધમકી આપી હતી.

    આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના મેસબોર્ન શહેરમાં આવેલ કાલી મંદિરની પુજારણને પણ ધમકી ભર્યો કોલ આવ્યો હતો. તેને પણ 4 માર્ચના રોજ યોજાવા જઈ રહેલ કાર્યક્રમને રદ કરવા માટે ધમકી આપી હતી. આ મામલે પુજારણ ભાવનાએ જણાવ્યું હતું કે બોલવા વાળા વ્યક્તિનું બોલવાનું અમૃતસર-જાલંધરના વિસ્તારના લોકો જેવો બોલવાનો લહેકો હતો. તેણે કાર્યક્રમ રદ કરવા ધમકી આપી હતી, નહિ તો પરિણામ ભોગવવા તૈયાર રહેવા કહ્યું હતું.

    આ આખા મામલે, ઓસ્ટ્રેલિયા સ્થિત હિંદુઓએ તોડફોડની ઘટનાની નિંદા કરી હતી. સાથે જ આરોપીઓ વિરુદ્ધમાં સખત કાર્યવાહી કરવાની માંગ કરી હતી. મંદિરો પર થતાં વારંવાર હુમલાઓ બાબતે પણ ચિંતા જાહેર કરી હતી.

    સિડની ખાતે એક હિંદુ વ્યક્તિએ ન્યુજ એજન્સીઓ કહ્યું હતું કે “અમને આશા છે કે સરકાર આ બાબતે યોગ્ય પગલાંએ લેશે. અમે હિંદુઓ છીએ. હિંદુ સંસ્કૃતિએ અમારી જીવન પદ્ધતિ છે.”  અન્ય એક હિંદુ વ્યક્તિએ કહ્યું હતું કે “અમે જ્યારે પણ આવી કોઈ ઘટના બાબતે સાંભળીયે છીએ, ત્યારે ચિંતા થાય છે. અમે બધા ધર્મના લોકો સાથે જ રહીએ છીએ, એક બીજાને સમર્થન તરીએ છીએ. સરકારે આવી ઘટનાઓ પર સખત કાર્યવાહી કરવી જોઈએ.”

    આ પેહલા પણ ખાલિસ્તાનીઓ દ્વારા મંદિરોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં