મહારાષ્ટ્રના રત્નાગિરિમાં (Ratnagiri) RSSનું વિજયાદશમી પથસંચલન જોઈ કટ્ટરપંથી મુસ્લિમોએ મઝહબી નારેબાજી કરી હોવાનું સામે આવ્યું. વિજયાદશમી ઉત્સવને લઈને સંઘના સ્થાનિક કાર્યકર્તાઓએ દર વર્ષની જેમ આ વર્ષે પણ પથસંચલન યોજ્યું હતું. આ દરમિયાન કેટલાક કટ્ટરપંથી ઈસ્લામીઓએ કાર્યક્રમમાં વિક્ષેપ પાડીને ‘અલ્લાહુ અકબર’ સહિતના નારા લગાવ્યા હતા. આ ઘટનાથી વિસ્તારમાં ભરેલા અગ્નિ જેવો માહોલ સર્જાયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ઘટના રત્નાગિરિના કોંકણની (Konkan) હોવાનું કહેવામાં આવી રહ્યું છે. અહીં સંઘ પરંપરા અનુસાર દશેરાના દિવસે પથસંચલનનું આયોજન કરવામાં આવ્યું હતું. સ્વયંસેવકો જયઘોષ સાથે શિસ્તબદ્ધ રીતે પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન તેમને જોઇને કેટલાક સ્થાનિક મુસ્લિમોએ ધાર્મિક લાગણીઓ દુભાય અને ઘર્ષણ ઉભું થાય તે મુજબના મઝહબી નારા લગાવ્યા.
मुसलमानांनी रोखले राष्ट्रीय स्वयंसेवक संघाचे पथसंचलन
— Jai Maharashtra News (@JaiMaharashtraN) October 11, 2024
रत्नागिरीच्या कोकणनगर इथे घडला प्रकार
मुसलमानांनी दिल्या धार्मिक चिथावणीखोर घोषणा
स्थानिक पोलिसांकडे तक्रार दाखल करण्याचा प्रयत्न@RSSorg @Dev_Fadnavis @NiteshNRane #ratnagiri #VijayaDashmi pic.twitter.com/T8PI4lHyhN
ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. મામલો બિચકે તે પહેલાં જ પોલીસે પરિસ્થિતિ પર કાબૂ મેળવી લીધો હતો. ઘટના બાદ સ્થાનિક લોકોમાં પણ આક્રોશ જોવા મળ્યો. તેમણે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરીને હરકત કરનારા લોકો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. પોલીસે પણ ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં લઈને અત્યાર સુધી 2 કેસ દાખલ કર્યા છે. કહેવામાં આવી રહ્યું છે કે પોલીસે 5 લોકોની ઓળખ કરીને તેમના વિરુદ્ધ કાર્યવાહી શરૂ કરી છે.
ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
નોંધવું જોઈએ કે આ આખી ઘટનાનો એક વિડીયો પણ સામે આવ્યો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે સંજ્ઞા સ્વયંસેવકો પરંપરા અનુસાર ઘોષ સાથે શિસ્તબદ્ધ રીતે એકદમ શાંતિથી રસ્તા પરથી પસાર થઈ રહ્યા છે. તેમની પાછળની તરફ એક ટોળું છે અને તે ટોળામાં રહેલા લોકો હોબાળો કરી રહ્યા છે. ઘટનાને લઈને ભાજપના સ્થાનિક ધારાસભ્ય નિતેશ રાણેએ પણ પ્રતિક્રિયા આપતાં લખ્યું છે કે, “આનો હિસાબ તો થશે જ… તે પણ વ્યાજ સહિત.”
इसका हिसाब तो होगा..
— Nitesh Rane (@NiteshNRane) October 11, 2024
interest के साथ! pic.twitter.com/NOrezAIIvs
આ વિડીયોમાં કેટલાક પોલીસકર્મીઓને પણ જોઈ શકાય છે. તેઓ સંઘના સંચલન સાથે વ્યવસ્થા અને સુરક્ષાના બંદોબસ્તમાં હતા. બીજી તરફ આ સમગ્ર મામલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા (BNS) અંતર્ગત ગુનો દાખલ કરીને કાર્યવાહી શરૂ કરી છે. હજુ સુધી કોઈ ધરપકડ નથી કરવામાં આવી. જે લોકોની ઓળખ કરી દેવામાં આવી છે, તેમને પકડવાની કામગીરી કરવામાં આવશે. પોલીસે હાલ આખા વિસ્તારને કોર્ડન કરીને બંદોબસ્ત ગોઠવી દીધો છે. હાલ વોસ્તારમાં શાંતિ છે અને પરિસ્થિતિ કાબુમાં છે. મહારાષ્ટ્ર પોલીસ વિડીયોના આધારે આખી ઘટનાની તપાસ કરી રહી છે.