Tuesday, March 19, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટભારતીય સેનાનું અપમાન કરનાર રીચા ચઢ્ઢાને અરીસો દેખાડનાર અક્ષય કુમાર કોંગ્રેસ અને...

    ભારતીય સેનાનું અપમાન કરનાર રીચા ચઢ્ઢાને અરીસો દેખાડનાર અક્ષય કુમાર કોંગ્રેસ અને લેફ્ટ-લિબરલ માટે વિલન બન્યો: ટ્વીટર પર કેનેડીયન કુમાર ટ્રેન્ડ થયું 

    ટાઈમ્સ ગ્રુપના પૂર્વ એક્સિક્યુટિવ એડિટર અને કોંગ્રેસ મહારાજગંજના સોશિયલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનાતેએ એક નહિ ને બે બે ટ્વીટ કરીને અક્ષૌ કુમાર પર હુમલો કર્યો હતો. પોતાની ટ્વીટમાં તેમણે અક્ષય કુમારને કેનેડિયન કુમાર કહીને સંબોધ્યો હતો.

    - Advertisement -

    ઉત્તરી આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલના નિવેદનના જવાબમાં “Galwan says hi” ટ્વિટ કર્યા પછી રિચા ચઢ્ઢાએ દેશવાસીઓના ખાસા વિરોધનો સામનો કરવો પડ્યો હતો. જે બાદ તેણે ટ્વીટ હટાવી લેવાની ફરજ પડી હતી. પરંતુ આ આખા ઘટનાક્રમમાં અક્ષય કુમાર પણ ફસાયા હતા અને ટ્વીટર પર ‘કેનેડિયન કુમાર’ ટ્રેન્ડ કરવા માંડ્યું હતું.

    નોંધનીય છે કે રિચા ચઢ્ઢાની ટ્વીટના થોડા કલાકો પછી, અક્ષય કુમારે એક ટ્વિટમાં અભિનેત્રીની ટીકા કરી હતી અને લખ્યું હતું, “આ જોઈને દુઃખ થાય છે. આપણા સશસ્ત્ર દળો પ્રત્યે ક્યારેય કોઈ પણ વસ્તુ આપણને કૃતઘ્ન ન કરવી જોઈએ. તેઓ છે તો આજે આપણે છીએ.”

    બસ આટલી એક ટ્વીટ બાદ કોન્ફ્રેસ અને લેફ્ટ-લિબરલ્સની એક આખી ગેંગ અક્ષય કુમાર પર તૂટી પડી અને તેમના કેનેડિયન નાગરિક્ત્વને લઈને પ્રહાર કરવા માંડી હતી. ટાઈમ્સ ગ્રુપના પૂર્વ એક્સિક્યુટિવ એડિટર અને કોંગ્રેસ મહારાજગંજના સોશિયલ મીડિયા ચેરપર્સન સુપ્રિયા શ્રીનાતેએ એક નહિ ને બે બે ટ્વીટ કરીને અક્ષય કુમાર પર હુમલો કર્યો હતો. પોતાની ટ્વીટમાં તેમણે અક્ષય કુમારને કેનેડિયન કહીને સંબોધ્યો હતો.

    - Advertisement -

    અન્ય એક કોંગ્રેસ કાર્યકર્તા @MatiKaPutla એ ટ્વીટ કરીને લખ્યું હતું કે, “કેનેડિયનો ભારતીય સેના વિશે ચિંતિત છે? શું કેનેડામાં વિદેશી સશસ્ત્ર દળોને ટેકો આપવો એ દેશદ્રોહ નથી? ગદ્દાર કુમાર”

    NDTV અને ગલ્ફન્યૂઝના કોલમિસ્ટ સ્વાતિ ચતુર્વેદીએ પણ અક્ષય કુમારને કેનેડિયન તરીકે સંબોધીને લખ્યું હતું કે, “મિસ્ટર કુમાર, જ્યારે તમે કેનેડા કુમાર બન્યા ત્યારે મને ઘણું દુઃખ થયું હતું. ભારતે તમને બધું આપ્યું છે. કૃતજ્ઞતાનો અભાવ શા માટે. ભારત હૈ આજ તો હમ હૈ.”

    અન્ય એક કોંગ્રેસ સપોર્ટર @introvert_ali એ લખ્યું હતું, “કેનેડિયન કુમાર તેમના દેશ કેનેડાને પ્રેમ કરે છે. તેથી ભારતની આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો તેમને કોઈ હક નથી.”

    એક ટ્વીટર યુઝર @FakeerFake, કે જેના પ્રોફાઈ પિક્ચરમાં જવાહરલાલ નહેરુ છે, તેણે અક્ષય કુમારને કેનેડિયન PMના કુતરા સાથે સરખાવતો ફોટો મૂકીને લખ્યું હતું કે, “કેનેડિયન PM સાથે કેનેડિયન કુમાર”

    આમ લેફ્ટ-લિબરલ્સ અને ખાસ કરીને કોંગ્રેસીઓએ અક્ષય કુમાર પર વર્ચ્યુઅલ હુમલો કર્યો હતો અને ટ્વીટર પર Canadian Kumar ટ્રેન્ડ કર્યું હતું.

    નોંધવા જેવી બાબત એ છે કે આ જે લોકો આજે અક્ષય કુમારને વિદેશી કહીને ટ્રોલ કરી રહ્યા છે અને કહી રહ્યા છે કે તેમણે ભારતની આંતરિક બાબતો પર ન બોલવું જોઈએ. એ જ લોકો જયારે ખેડૂત આંદોલન વખતે રિહાના અને મિયાં ખલીફા જેવા વિદેશીઓનું સમર્થન લેતા ખચકાતા નહોતા. ત્યારે તેઓ એમ નહોતા કહી રહ્યા કે વિદેશીઓએ ભારતની આંતરિક બાબતોમાં ન બોલવું જોઈએ.

    સામે છેડે આ એ જ અક્ષય કુમાર છે જેમણે કોરોના મહામારી વખતે PM કેર ફંડમાં 25 કરોડ રૂપિયાની રાશિ ડોનેટ કરી હતી. આ ઉપરાંત અક્ષય કુમાર ભારતીય સેનાએ માટે અવાર નવાર કંઈકને કંઈક કરતા રહે છે, જેમ કે ભારત કે વીર પોર્ટલ દ્વારા સૈનિકોના પરિવારની મદદ વગેરે.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં