Thursday, March 20, 2025
More
    હોમપેજદેશઅકબરુદ્દીન ઓવૈસીને ફરી યાદ આવ્યું '15 મિનિટ'વાળું ભડકાઉ ભાષણ, મહારાષ્ટ્રની રેલીમાં ઓક્યું...

    અકબરુદ્દીન ઓવૈસીને ફરી યાદ આવ્યું ’15 મિનિટ’વાળું ભડકાઉ ભાષણ, મહારાષ્ટ્રની રેલીમાં ઓક્યું ઝેર: બૂમાબૂમ કરીને તાળીઓ પાડતું રહ્યું ટોળું

    ઓવૈસીની વાત સાંભળ્યા બાદ ટોળું ઉત્સાહમાં આવી ગયું હતું અને બૂમો પાડવા માંડ્યું હતું. દરમ્યાન '15 મિનિટ....15 મિનિટ..' પણ સાંભળવા મળે છે.

    - Advertisement -

    AIMIMના નેતા અસદુદ્દીન ઔવેસીના ભાઈ અકબરુદ્દીન ઔવેસી (Akbaruddin Owaisi) તેમના ભડકાઉ ભાષણો થકી મુસ્લિમોને ઉશ્કેરવા માટે જાણીતા છે. તાજેતરમાં 6 નવેમ્બરના રોજ તેમણે મહારાષ્ટ્રમાં ચૂંટણી પ્રચાર માટેની એક સભામાં ફરી એક વખત પોતાની કુખ્યાત ટિપ્પણીને યાદ કરીને ટોળાને ઉશ્કેર્યું હતું. તેમણે વર્ષ 2012માં જે ’15 મિનિટ કે લિયે પુલિસ હટા દો’વાળું ભાષણ આપ્યું હતું, તેને ફરી યાદ કર્યું, જેની ઉપર ટોળું તાળી પાડતું જોવા મળ્યું હતું.

    ચૂંટણી સભામાં પ્રચારના સમયનો ઉલ્લેખ કરતાં અકબરુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, “અત્યારે 10 વાગવા આવ્યા છે અને હાલ 9:45નો સમય છે, હજુ 15 મિનિટ બાકી છે.” તેમણે ભીડને સંબોધતાં કહ્યું, “અરે ભાઈ, 15 મિનિટ બાકી છે, ધીરજ રાખો, ન તો તે મને છોડી રહી છે અને ન હું તેને છોડી રહ્યો છું.”

    આટલું સાંભળ્યા બાદ ટોળું ઉત્સાહમાં આવી ગયું હતું અને બૂમો પાડવા માંડ્યું હતું. દરમ્યાન ’15 મિનિટ….15 મિનિટ..’ પણ સાંભળવા મળે છે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે ઓવૈસીએ 2012માં હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપ્યું હતું. ભાષણમાં હિંદુ દેવી-દેવતાઓનું અપમાન કરીને તેમણે હિંદુઓને ખુલ્લો પડકાર આપતાં કહ્યું હતું કે ‘જો 15 મિનીટ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો તેઓ હિંદુઓને ખબર પાડી દેશે. સાથે એમ પણ કહ્યું હતું કે, અમે પણ જોઈએ છીએ કે મોદી વડાપ્રધાન કઈ રીતે બને છે! તે સમયે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા. પછી વડાપ્રધાન બન્યા, એ પણ ત્રણ વખત.

    તેમણે કહ્યું હતું, “આવા અનેક મોદી આવીને ગયા છે. આજે લોકો કહે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જીત્યા છે અને એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે. અમે પણ જોઈએ કે એ કેવી રીતે શક્ય બને છે. લોકો મુસ્લિમોને મોદીના નામ પર ડરાવે છે. મોદી કોણ? તે ક્યાંથી આવે છે? એકવાર હૈદરાબાદ આવીને દેખાડે પછી અમે બતાવી દઈશું.”

    ઓવૈસીએ કહ્યું હતું કે, “તસ્લીમા નસરીન અહીં આવ્યા હતા અને હવે તેઓ ક્યાં છે તે કોઈ નથી જાણતું. હિંદુસ્તાન, અમે 25 કરોડ છીએ અને તમે 100 કરોડ છો ને? તમે તો અમારા કરતા સંખ્યામાં અનેકગણા વધારે છો. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો આપણે જોઈ લઈશું કે કોણ વધુ શક્તિશાળી છે.” તેમના આ નિવેદન બાદ મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડમાંથી તાળીઓ પડી હતી અને તેમની વાતને સમર્થન મળ્યું હતું. 

    અકબરૂદ્દીન ઓવૈસીએ હિંદુઓ વિરુદ્ધ ભાષણ આપતા કહ્યું હતું કે, “આ લોકો આપણી આંખમાં આંખ નાંખીને વાત કરવા લાયક નથી. જ્યારે મુસ્લિમો નબળા પડે ત્યારે જ આ લોકો આવી જાય છે.”

    હિંદુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરતા અકબરૂદ્દીન ઓવૈસી કહે છે કે, “તેઓ કહેતા હોય છે કે દર સો કિલોમીટરે ભાષા બદલાઈ જાય છે,  સંસ્કૃતિ બદલાઈ જાય છે, જીવન જીવવાની પદ્ધતિ અને રીત-રિવાજો પણ બદલાઈ જાય છે. પરંતુ હદ થઇ ગઈ કે ભગવાનોની તસવીરો પણ બદલાઈ ગઈ.”

    જોકે, આવા ભડકાઉ ભાષણ છતાં પણ વર્ષ 2022માં હૈદરાબાદની કોર્ટે આ ભાષણ સંબંધિત બે હેટ સ્પીચના કેસમાં અકબરુદ્દીન ઓવૈસીને નિર્દોષ મુક્ત કર્યા હતા. જે ચુકાદાની તે સમયે પણ બહુ ચર્ચા થઈ હતી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં