Monday, November 4, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટવિડીયો: અકબરૂદ્દીન ઓવૈસીનું એ હિંદુ વિરોધી ભાષણ, જેના માટે તેમને નિર્દોષ છોડી...

    વિડીયો: અકબરૂદ્દીન ઓવૈસીનું એ હિંદુ વિરોધી ભાષણ, જેના માટે તેમને નિર્દોષ છોડી મૂકવામાં આવ્યા હતા

    અકબરૂદ્દીન ઓવૈસીએ હિંદુઓ વિરુદ્ધ ભાષણ આપતા કહ્યું હતું કે, “આ લોકો આપણી આંખમાં આંખ નાંખીને વાત કરવા લાયક નથી. જયારે મુસ્લિમો નબળા પડે ત્યારે જ આ લોકો આવી જાય છે.”

    - Advertisement -

    AIMIM પાર્ટીના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીના ભાઈ અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા 15 મિનિટમાં કરોડો હિંદુઓને મારી નાંખવા અંગે આપવામાં આવેલ નિવેદન અંગે સુનાવણી કરતા હૈદરાબાદની એક કોર્ટે ચુકાદો આપ્યો હતો કે ઓવૈસીનું નિવેદન ‘હેટ સ્પીચ’ કે ભડકાઉ ભાષણ ન હતું અને જે બાદ કોર્ટે તેમને બંને કેસમાં નિર્દોષ છોડી મૂક્યા હતા. 

    અકબરૂદ્દીન ઓવૈસી દ્વારા વર્ષ 2012 માં હિંદુઓ વિરુદ્ધ ભડકાઉ અને ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યું હતું. ભાષણમાં તેમણે હિંદુ દેવી-દેવતાઓ ઉપર ટિપ્પણીઓ કરતા હિંદુઓને પડકાર ફેંક્યો હતો કે જો 15 મિનિટ માટે પોલીસ હટાવી દેવામાં આવે તો તેઓ હિંદુઓને જોઈ લેશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, હું જોઉં છું કે કેવી રીતે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બને છે.

    તેમણે કહ્યું હતું, “આવા અનેક મોદી આવીને ગયા છે. આજે લોકો કહે છે કે નરેન્દ્ર મોદી ગુજરાતમાં જીત્યા છે અને એક દિવસ આ દેશના વડાપ્રધાન પણ બનશે. અમે પણ જોઈએ કે એ કેવી રીતે શક્ય બને છે. લોકો મુસ્લિમોને મોદીના નામ પર ડરાવે છે. મોદી કોણ? તે ક્યાંથી આવે છે? એકવાર હૈદરાબાદ આવીને દેખાડે પછી અમે બતાવી દઈશું.”

    - Advertisement -

    ઓવૈસીએ કહ્યું હતું કે, “તસ્લીમા નસરીન અહીં આવ્યા હતા અને હવે તેઓ ક્યાં છે તે કોઈ નથી જાણતું. હિંદુસ્તાન, અમે 25 કરોડ છીએ અને તમે 100 કરોડ છો ને? તમે તો અમારા કરતા સંખ્યામાં અનેકગણા વધારે છો. 15 મિનિટ માટે પોલીસ હટાવી દો આપણે જોઈ લઈશું કે કોણ વધુ શક્તિશાળી છે.” તેમના આ નિવેદન બાદ મોટી સંખ્યામાં એકઠી થયેલી ભીડમાંથી તાળીઓ પડી હતી અને તેમની વાતને સમર્થન મળ્યું હતું. 

    અકબરૂદ્દીન ઓવૈસીએ હિંદુઓ વિરુદ્ધ ભાષણ આપતા કહ્યું હતું કે, “આ લોકો આપણી આંખમાં આંખ નાંખીને વાત કરવા લાયક નથી. જયારે મુસ્લિમો નબળા પડે ત્યારે જ આ લોકો આવી જાય છે.”

    આ જ ભાષણમાં અકબરૂદ્દીન ઓવૈસીએ રામજન્મભૂમિ કેસ મામલે ટિપ્પણી કરતા ભગવાન રામ અને  માતા કૌશલ્યા દેવીનું પણ અપમાન કર્યું હતું. તેમણે કહ્યું હતું કે, “અયોધ્યામાં ત્રણ મંદિરો છે જે ભગવાન રામનો જન્મ થયો હોવાના દાવા કરે છે. હરિયાણામાં કૌશલ્યાપુરમ છે, ત્યાંના લોકો પણ એવો જ દાવો કરે છે અને કહે છે કે ભારતીય પરંપરા અનુસાર સ્ત્રી પોતાના પહેલા સંતાનના જન્મ પહેલાં પિયર જાય છે અને ત્યાં જન્મ આપે છે.” 

    ઓવૈસી આગળ ટીખળના સ્વરમાં કહે છે કે, “એક તરફ ત્રણ-ત્રણ પૂજારીઓ રામના જન્મસ્થળ અંગેના દાવા કરે છે તો અડવાણી, બાજપાઈ, ઉમા ભારતી, નરેન્દ્ર મોદીએ જણાવવું જોઈએ કે રામની માતા તેમને જન્મ આપવા માટે ક્યાં ગઈ હતી?” ઓવૈસીના આ સ્ત્રીવિરોધી અને હિંદુ વિરોધી ભાષણ બાદ સામે બેઠેલી ભીડમાંથી તાળીઓ અને ચિચિયારી સંભળાઈ હતી. જે બાદ તરત ‘અકબરૂદ્દીન ઓવૈસી ઝિંદાબાદ’ના નારા પણ લાગ્યા હતા. 

    હિંદુ દેવી-દેવતાઓ અંગે ટિપ્પણી કરતા અકબરૂદ્દીન ઓવૈસી કહે છે કે, “તેઓ કહેતા હોય છે કે દર સો કિલોમીટરે ભાષા બદલાઈ જાય છે,  સંસ્કૃતિ બદલાઈ જાય છે, જીવન જીવવાની પદ્ધતિ અને રીત-રિવાજો પણ બદલાઈ જાય છે. પરંતુ હદ થઇ ગઈ કે ભગવાનોની તસવીરો પણ બદલાઈ ગઈ.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં