તાજેતરમાં જ અમદાવાદના (Ahmedabad) રામોલમાં (Ramol) અસામાજિક તત્વો બેફામ થતા જોવા મળ્યા હતા. રામોલ પોલીસ સ્ટેશનની હદમાં ચાર મુસ્લિમ શખ્સોએ જાહેરમાં ખુલ્લી તલવારો લહેરાવીને આતંક ફેલાવ્યો હતો. કહેવામાં આવી રહ્યું છે કે, આ આરોપીઓ કોઈના જન્મદિવસની ઉજવણી કરી રહ્યા હતા. જન્મદિવસની પાર્ટી માટે ઉભા કરવામાં આવેલા સ્ટેજ પર આ લોકો હાથમાં ખુલ્લી તલવારો લઈને તેને લહેરાવી રહ્યા હતા. આ આખી ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ (Viral Video) થયો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર, આરોપીઓમાં નાસીરખાન ગનીખાન પઠાણ, ફૈઝલ ખાન નાસીરખાન પઠાણ, બાબાખાન નાસિરખાન પઠાણ અને શાબાઝખાન નાસીરખાનનો સમાવેશ થાય છે. આ તમામ લોકોનો તલવાર લહેરાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. વાયરલ વિડીયોમાં જોઈ શકાય છે કે, ચારેય લોકો સ્ટેજ પર ચડીને ફિલ્મી ગીત પર નાચી રહ્યા છે. આ તમામના હાથમાં તલવારો જોવા મળી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આ લોકો વિસ્તારમાં પોતાનો દબદબો દર્શાવવા આ પ્રકારની હરકત કરી રહ્યા હતા.
‘કુરબાની કુરબાની…અલ્લાહ કો પ્યારી હૈ કુરબાની’
નોંધવું જોઈએ કે, આ ચારેય મુસ્લિમ યુવકો જૂના ફિલ્મી ગીત ‘કુરબાની, અલ્લાહ કો પ્યારી હૈ કુરબાની’ પર ખુલ્લી તલવાર લઈને નાચી રહ્યા હતા. તેમની આ હરકત ચાલુ હતી તે દરમિયાન એક મહિલા આવે છે અને ચાર પૈકીના એક યુવકને એક નાનું બાળક પકડાવી દે છે. આરોપી યુવક એક હાથમાં ખુલ્લી તલવાર અને બીજા હાથમાં બાળકને લઈને સ્ટેજ પર ચડી જાય છે અને બાળકનો જીવ જોખમમાં મૂકીને ખુલ્લી તલવારો લહેરાવતા નાચે છે. આરોપીઓએ પોતાનો દબદબો બનાવવા બાળકનો પણ વિચાર ન કર્યો અને તેનો પણ જીવ જોખમમાં મૂક્યો હતો.
સ્ટોરી 2 અપડેટ :
— Sagar Patoliya (@kathiyawadiii) January 12, 2025
અમદાવાદ રામોલમાં ખુલ્લી હાથમાં તલવાર લઈને નાચતા નબીરાઓને પોલીસે પકડ્યા! #Ahmedabad https://t.co/aAaRwuQ9Sl pic.twitter.com/S3JjgMobeb
ખુલ્લી તલવારો સાથે આ ચારેય આરોપીઓનો નાચતો વિડીયો વાયરલ થતાની સાથે જ પોલીસ હરકતમાં આવી હતી. આ મામલે રામોલ પોલીસે ચારેય આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે વિડીયોના આધારે ચારેયની અટકાયત કરીને કાર્યવાહી આદરી હતી. આ સાથે જ પોલીસે તેમનો માફી માંગતો વિડીયો પણ શૅર કર્યો હતો. આ વિડીયોમાં ચારેય આરોપીઓ હાથ જોડીને ફરી આ પ્રકારની હરકત નહીં કરવાની વાત કરીને માફી માંગતા નજરે પડ્યા હતા. બીજી તરફ આ મામલે ઑપઇન્ડિયાએ વધુ માહિતી લેવા રામોલ પોલીસનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો, પરંતુ સાધી શકાયો નહતો.