દિલ્હીમાં (Delhi) વિધાનસભા ચૂંટણીઓને (Assembly Elections) લઈને તડામાર તૈયારીઓ ચાલી રહી છે, તેવામાં આમ આદમી પાર્ટી (AAP) પર એક પછી એક મુશ્કેલીઓનો મારો આવી રહ્યો છે. મંગળવારે (14 જાન્યુઆરી 2025) સવારે દિલ્હીના મુખ્યમંત્રી આતિશી (CM Atishi) પર FIR થયા બાદ હવે આમ આદમી પાર્ટી (AAP) પર જ FIR કરી દેવામાં આવી છે. તાજી FIR ભાજપ (BJP) દ્વારા કરવામાં આવેલી ફરિયાદના આધારે દાખલ કરવામાં આવી છે.
વાસ્તવમાં આમ આદમી પાર્ટીના સત્તાવાર X હેન્ડલ પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ નેતાઓના AI જનરેટેડ ફોટા અને વિડીયો શેર કરવામાં આવ્યા હતા. આમ આદમી પાર્ટીએ ચૂંટણીને લઈને ચાલી રહેલા કેમ્પેઈનમાં આ રીતના ફોટા અને વિડીયો વાપર્યા છે. ભાજપની ફરિયાદ પર દિલ્હીના નોર્થ એવન્યુ પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરી દેવામાં આવી છે. ભાજપનો આરોપ છે કે, ચૂંટણી પ્રચાર માટે થઈને વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની છબી ખરડાય તે પ્રકારની પોસ્ટ કરવામાં આવી છે.
શું કરવામાં આવી છે પોસ્ટ?
આમ આદમી પાર્ટીએ એક પોસ્ટમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ચહેરાને અન્ય કોઈના ફેસથી રિપ્લેસ કરીને આપત્તિજનક ફોટો બનાવ્યો છે. આ ફોટામાં એક વ્યક્તિ પ્લે-કાર્ડ લઈને ઊભી છે અને તેમાં પીએમ મોદીનો ફેસ લગાવી દીધો છે. (આર્કાઈવ)
मोदी जी की ऐतिहासिक उपलब्धि…. pic.twitter.com/AMV9wTpXku
— AAP (@AamAadmiParty) January 13, 2025
અન્ય એક પોસ્ટમાં આમ આદમી પાર્ટીના હેન્ડલ પરથી એક ફિલ્મના સીનને એડિટ કરીને તેમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વીરેન્દ્ર સચદેવાના ચહેરાને AI ટેકનિકથી એડ કરીને વાંધાજનક વિડીયો બનાવવામાં આવ્યો છે. (આર્કાઈવ)
🚨 दिल्लीवालों सावधान🚨
— AAP (@AamAadmiParty) January 10, 2025
आपकी मुफ़्त सुविधाएं बंद करने के प्लान के साथ चुनाव लड़ रही है भाजपाई गैंग‼️ pic.twitter.com/3cz3peNM0P
અન્ય એક પોસ્ટમાં આજ રીતે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના ચહેરાને એડિટ કરીને લગાવી દેવામાં આવ્યો છે. (આર્કાઈવ)
इसलिए बड़े बुजुर्गों ने कहा है कि झूठ नहीं बोलना चाहिए😌 pic.twitter.com/4HQEBr2a6c
— AAP (@AamAadmiParty) January 13, 2025
ઉલ્લેખનીય છે કે, ભાજપની ફરિયાદ પર દિલ્હી પોલીસે તપાસ આદરી છે. કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસ તેવા એકાઉન્ટ પણ તપાસશે જેના પર આ પ્રકારની પોસ્ટ શેર કરવામાં આવી હશે. હાલ પોલીસ તે દિશામાં પણ તપાસ કરી રહી છે કે, આ હેન્ડલ પર કોના કહેવાથી આ પોસ્ટ કરવામાં આવી છે અને આ પ્રકારનું કન્ટેન્ટ કોના દ્વારા બનાવવામાં આવ્યું છે.
સીએમ આતિશી વિરુદ્ધ દાખલ થઈ ચૂકી છે FIR
નોંધવું જોઈએ કે, આ પહેલાં દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશી વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે. આરોપ છે કે, સીએમ આતિશી પોતાના ચૂંટણી કાર્યાલય પર ચૂંટણીના કામ માટે સરકારી ગાડીનો ઉપયોગ કરી રહ્યા હતા. ચૂંટણી પ્રચારમાં સરકારી ગાડી વાપરવા અને આદર્શ આચારસંહિતાના ઉલ્લંઘન બદલ સીએમ આતિશી વિરુદ્ધ FIR થઈ છે.
આતિશીએ પોતાના ચૂંટણી પ્રચારમાં PWDની ગાડી વાપરી હતી. ચૂંટણી પંચને આ મામલે જાણ થતા ફરિયાદ કરવામાં આવી હતી. જેમાં પોલીસે તપાસ કરતા વાત સાચી હોવાનું સામે આવ્યું હતું. આ ગાડી લઈ જવા બદલ PWDના એન્જિનિયર સંજય કુમારને જવાબદાર ગણવામાં આવ્યા છે. પુષ્ટિ થયા બાદ દિલ્હી પોલીસે બંનેના નામના ઉલ્લેખ સાથે FIR નોંધી દીધી છે. નોંધવું જોઈએ કે, આતિશી મંગળવારે (14 જાન્યુઆરી 2025) જ નામાંકન ભરવાના હતા અને એ જ દિવસે તેમના પર FIR થઈ છે.
જે વાહન ને લઈને FIR દાખલ કરવામાં આવી છે, તે સરકારી વાહન છે અને તેનો નંબર DL-IL-AL1469 છે. આરોપ છે કે, આતિશીએ ચૂંટણી માટે થઈને આ સરકારી વાહનનો ઉપયોગ કર્યો. તેમનું આ કારસ્તાન જનરલ એડમિનિસ્ટ્રેશન ડીપાર્ટમેન્ટ (GAD), GNCTDના નિર્દેશનું સ્પષ્ટ ઉલ્લંઘન છે. GNCTD અનુસાર, પ્રચાર કરવા કે ચૂંટણી સંબંધિત કાર્યોમાં સરકારી સ્ત્રોત કે વાહનોનો ઉપયોગ કરવો સંપૂર્ણપણે ગેરકાયદેસર અને પ્રતિબંધિત છે. આ મામલે દિલ્હી પોલીસે BNS 223 (A) અંતર્ગત ગુનો નોંધ્યો છે.