Saturday, April 20, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટદુર્ગા પૂજાના મંડપમાં દર્શન કરવા આવેલી મા-દીકરી પર કટ્ટરપંથીઓએ જ્વલનશીલ સ્પ્રે ફેંક્યો,...

    દુર્ગા પૂજાના મંડપમાં દર્શન કરવા આવેલી મા-દીકરી પર કટ્ટરપંથીઓએ જ્વલનશીલ સ્પ્રે ફેંક્યો, એસિડ અટેકની આશંકા: 10ની ધરપકડ

    - Advertisement -

    જબલપુરમાં દુર્ગા પૂજાના મંડપમાં દર્શન કરવા આવેલી મા-દીકરી પર કટ્ટરપંથી ઇસ્લામીઓએ જ્વલનશીલ સ્પ્રે માર્યો હોવાની ઘટના સામે આવી છે. મુસ્લિમ યુવકોના એક ટોળાએ આ ઘટનાને અંજામ આપ્યો હતો, હાલ પોલીસે યુવતીની ફરિયાદ નોંધીને 10 જેટલા લોકોની ધરપકડ કરી છે. દુર્ગા પૂજામાં આવેલી યુવતી પર એસિડ અટેક થયો હોવાની આશંકાઓ પણ સેવાઈ રહી છે.

    મળતી માહિતી અનુસાર, હાજર હિંદુ યુવાનો અને દુર્ગા સમિતિના સભ્યોએ હુમલાખોરોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. ઘટનાની માહિતી મળતાં જ બુલિયન એસોસિએશન સહિતનાં હિંદુવાદી સંગઠનના કાર્યકરો કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. વહેલી સવાર સુધી પોલીસ મથકમાં અફરાતફરીનો માહોલ રહ્યો હતો.

    ટીઆઈ કોટવાલી અનિલ ગુપ્તાના જણાવ્યા અનુસાર, મંગળવાર-બુધવારની રાત્રે લગભગ 12.30 વાગ્ય એક યુવતી તેની માતા સાથે સફરાના સુનરહાઈમાં સ્થિત દુર્ગા પૂજામાં દર્શન કરવા પહોંચી હતી. આ દરમિયાન અંદાજે 10 જેટલા કટ્ટરવાદીઓના એક ટોળાએ તેના પર જ્વલનશીલ સ્પ્રે છાંટ્યો હતો, જેના કારણે યુવતીની ત્વચા બળવા લાગી હતી. ઘટનાબાદ યુવતીએ બૂમો પાડતાં હાજર લોકો પણ ત્યાં પહોંચી ગયા હતા. ત્યારબાદ યુવતીને તાત્કાલિક સારવાર માટે મોકલી આપવામાં આવી હતી. યુવતીની ફરિયાદના આધારે પોલીસે કલમ 354 અને 324 હેઠળ કેસ નોંધ્યો છે. જો મેડિકલ રિપોર્ટમાં એસિડ અટેક અંગે પુષ્ટિ થશે તો કલમો ઉમેરવામાં આવશે.

    - Advertisement -

    સીએસપી કોતવાલી પ્રભાત શુક્લાએ ઘટના વિશે જણાવ્યું હતું કે મુખ્ય આરોપી સહિત 10 લોકોની ધરપકડ કરવામાં આવી છે. ધરપકડ કરાયેલા તમામ લોકો સમુદાય વિશેષના છે. પ્રાપ્ત માહિતી અનુસાર ઘટના બાદ દુર્ગા પૂજા સમિતિના લોકોએ ત્રણ યુવકોને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. ઘટનાની માહિતી મળતા સરાફા એસોસિએશનના સભ્યો અને હિંદુવાદી સંગઠનના લોકો મોટી સંખ્યામાં કોતવાલી પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. હિંદુ સંગઠનો અને હાજર તમામ લોકો પોલીસ સ્ટેશનમાં પ્રદર્શન કરીને આરોપીઓની ધરપકડની માંગ કરી રહ્યા હતા. તમામ આરોપીઓની ધરપકડની માંગ સાથે પ્રદર્શન સવાર સુધી ચાલુ રહ્યું હતું.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં