Thursday, November 21, 2024
More
    હોમપેજગુજરાત‘અમારો અલગ ભીલ પ્રદેશ બનાવીશું, પાટનગર કેવડિયા હશે’: ભાગલાવાદી રાજકારણના જોરે પાર્ટીનો...

    ‘અમારો અલગ ભીલ પ્રદેશ બનાવીશું, પાટનગર કેવડિયા હશે’: ભાગલાવાદી રાજકારણના જોરે પાર્ટીનો ‘વિસ્તાર’ કરશે AAP ધારાસભ્ય ચૈતર વસાવા? ફરી આપ્યું વિવાદિત નિવેદન

    આ પહેલી વખત નથી જ્યારે ચૈતર વસાવાએ આમ જાહેરમાં ભીલ પ્રદેશ કે ભીલીસ્તાનની માંગ કરી હોય. ભૂતકાળમાં પણ તેઓ આ પ્રકારનાં નિવેદન આપી ચૂક્યા છે.

    - Advertisement -

    આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ તાજેતરમાં વધુ એક નિવેદન આપીને વિવાદ સર્જ્યો છે. પાર્ટીના એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, જો વિસ્તારનો વિકાસ નહીં થાય તો ભીલો એક થઈને ભીલ પ્રદેશની રચના કરશે અને તેનું પાટનગર કેવડિયાને બનાવવામાં આવશે. 

    મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વસાવાએ આ નિવેદન રાજપીપળા ખાતે આમ આદમી પાર્ટીના મિશન વિસ્તાર હેઠળ યોજાયેલા એક કાર્યક્રમમાં આપ્યું હતું. તેમણે અહીં કહ્યું કે, “જો આદિવાસીઓનો વિકાસ કરવામાં નહીં આવે અને નજરઅંદાજ કરવામાં આવશે તો રાજસ્થાન, મધ્ય પ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતના આદિવાસી વિસ્તારના ભીલો એક થઈને ‘ભીલ પ્રદેશ’ની માંગ કરીશું. ભીલ પ્રદેશની રાજધાની કેવડિયાને બનાવીશું અને અમારો વિકાસ જાતે કરીશું. અમારે કોઈની જરૂર નથી.” સાથે ભાજપ સરકાર પર આરોપ લગાવતાં કહ્યું કે, તેઓ આદિવાસીઓની સંસ્કૃતિ પર તરાપ મારી રહ્યા છે, પરંતુ હવે ચલાવી લેવામાં આવશે નહીં. 

    આગળ ચૈતર વસાવાએ કહ્યું કે, “જે રીતે પંજાબ, ઝારખંડ, છત્તીસગઢ અને તેલંગાણા જેવાં રાજ્યો બન્યાં એ જ રીતે હવે અલગ ભીલ રાજ્ય બનાવવામાં આવે. અમે કેવાડિયામાં રાજધાની બનાવીશું, જ્યાં મંત્રીઓ, અધિકારીઓ બધા અમારા આદિવાસીઓ જ હશે. અમારા લોકોનું અમે જાતે જ કામ કરીશું.” સાથે એવા પણ આરોપ લગાવ્યા કે, હાલ કોન્ટ્રાક્ટર, અધિકારીઓ, એજન્સીઓ બધું જ ‘બહારનું’ હોય છે અને જે આદિવાસીઓનું બજેટ સગેવગે કરી નાખે છે. તેમણે કહ્યું કે, કુલ 43 જિલ્લાઓનો ભીલ પ્રદેશ હતો, તેનું વિલીનીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ હવે અમે ફરી માંગણી કરીએ છીએ. 

    - Advertisement -

    નોંધવું જોઈએ કે આ પહેલી વખત નથી જ્યારે ચૈતર વસાવાએ આમ જાહેરમાં ભીલ પ્રદેશ કે ભીલીસ્તાનની માંગ કરી હોય. ભૂતકાળમાં પણ તેઓ આ પ્રકારનાં નિવેદન આપી ચૂક્યા છે. આ પહેલાં પણ તેમણે આવાં વિવાદિત નિવેદનો કર્યાં હતાં. નોંધનીય છે કે ભીલ પ્રદેશ કે ભીલીસ્તાન હેઠળ ગુજરાતના પૂર્વ પટ્ટા તેમજ રાજસ્થાન, MP અને મહારાષ્ટ્રના અમુક આદિવાસી બહુમતી વિસ્તારોને સમાવીને એક અલગ રાજ્ય બનાવવાની માંગ કરવામાં આવી રહી હતી. જોકે, ગુજરાતમાં ઘણાં વર્ષોથી આ મુદ્દો શાંત પડી ગયો હતો પરંતુ આમ આદમી પાર્ટીના નેતાએ આવીને જાતિવાદી રાજકારણના જોરે તેને ફરી હવા આપી છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં