Monday, January 27, 2025
More
    હોમપેજરાજકારણકેજરીવાલે ત્રીજી વખત કર્યો 'યમુનાની સફાઈ'નો વાયદો: AAPની 15 ગેરંટીઓ સાથેની લિસ્ટ...

    કેજરીવાલે ત્રીજી વખત કર્યો ‘યમુનાની સફાઈ’નો વાયદો: AAPની 15 ગેરંટીઓ સાથેની લિસ્ટ જાહેર, ‘મફતની રેવડી’નો પણ ઉલ્લેખ

    આ પહેલાંની વિધાનસભા ચૂંટણીઓમાં પણ અરવિંદ કેજરીવાલ યમુનાની સફાઈનો વાયદો કરી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર કેજરીવાલે એ જ વાયદો પુનરાવર્તિત કર્યો છે.

    - Advertisement -

    દિલ્હી વિધાનસભાની ચૂંટણી (Delhi Assembly Elections 2025) નજીક આવી રહી છે, એમ સત્તારૂઢ પાર્ટી AAPનું રેવડી તંત્ર પણ વધુ ઉભરી આવી રહ્યું છે. ચૂંટણી માટે ભાજપ અને AAP બંનેનું મેનિફેસ્ટો પણ આવી ચૂક્યું છે. ત્યારે હવે AAP સુપ્રીમો અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) 15 ગેરંટી જાહેર કરી છે, જેમાં રોજગાર, યમુનાની સફાઈ અને 24 કલાક પાણીની આપૂર્તિ જેવી બાબતોનો સમાવેશ થાય છે. નોંધનીય છે કે, દિલ્હીમાં ચૂંટણી 5 ફેબ્રુઆરીએ યોજાશે અને મતગણતરી 8 ફેબ્રુઆરીએ થશે.

    સાથે એ પણ નોંધવા જેવું છે કે, આ પહેલાંની વિધાનસભા ચૂંટણીઓમાં પણ અરવિંદ કેજરીવાલ યમુનાની સફાઈનો વાયદો કરી ચૂક્યા છે. ત્યારે ફરી એકવાર કેજરીવાલે એ જ વાયદો પુનરાવર્તિત કર્યો છે. આ સિવાય AAP મેનિફેસ્ટોમાં મહિલાઓ, યુવાનો, વૃદ્ધો અને ગરીબો સહિત વિવિધ વર્ગોને લઈને ગેરંટી આપવામાં આવી છે. કેજરીવાલે સ્ટેજ પર જનતાની સામે ગેરંટી પત્ર પર સહી પણ કરી હતી.

    કેજરીવાલે રેવડી વહેંચતા 15 ગેરંટીઓ આપી હતી જેમાંથી ઘણી તો ગત વખતના વાયદાનું પુનરાવર્તન હતું.

    - Advertisement -
    1. સૌપ્રથમ રોજગાર ગેરંટી આપતા કહ્યું હતું કે, તેઓ દિલ્હીના દરેક યુવાનોને રોજગાર કેવી રીતે પૂરો પાડી શકાય તે અંગે સંપૂર્ણ યોજના બનાવી રહ્યા છે.
    2. બીજી ગેરંટી મહિલા સન્માન યોજના હેઠળ દરેક મહિલાને દર મહિને ₹2100 માનદ વેતન તરીકે આપવામાં આવશે.
    3. ત્રીજી ગેરંટીમાં સંજીવની યોજના હેઠળ સરકારી અને ખાનગી બંને પ્રકારની હોસ્પિટલોમાં વૃદ્ધોની મફત સારવાર કરવામાં આવશે.
    4. તેમણે કહ્યું, ‘એકવાર અમારી સરકાર બનશે, પછી ખોટા પાણીના બિલ માફ કરવામાં આવશે.’
    5. દિલ્હીના દરેક ઘરને 24×7 સ્વચ્છ પીવાનું પાણી પૂરું પાડવું એ પાંચમી ગેરંટી છે.
    6. છઠ્ઠી ગેરંટીમાં યમુના નદીની સફાઈનું વચન આપ્યું હતું. અહીં એ નોંધનીય છે કે, આ પહેલાં પણ 2 વાર તેઓ આ વચન આપી ચૂક્યા છે. ત્રીજી વખત પણ આ વચનનું પુનરાવર્તન કર્યું હતું.
    7. યુરોપિયન ધોરણો અનુસાર રસ્તાઓનું નિર્માણ અને જાળવણી કરવાની ગેરંટી આપી હતી. નોંધનીય છે કે, આ અગાઉ પણ દિલ્હીમાં લંડન જેવા રસ્તા બનાવવાનું વચન તેઓ આપી ચૂક્યા છે.
    8. ડૉ. આંબેડકર શિષ્યવૃત્તિ યોજના પણ એક ગેરંટી છે.
    9. વિદ્યાર્થીઓને બસોમાં મફત મુસાફરી અને મેટ્રો ભાડામાં અડધી છૂટ આપવામાં આવશે.
    10. પૂજારી ગ્રંથી યોજના હેઠળ, મંદિરોના પૂજારીઓ અને ગુરુદ્વારાઓના ગ્રંથીઓને દર મહિને ₹18,000 વેતન આપવામાં આવશે.
    11. ભાડૂઆતો માટે વીજળી બિલ માફ કરવાની યોજના.
    12. ગટર લાઈનો બદલવામાં અને તેમની ક્ષમતામાં સુધારો.
    13. રેશનકાર્ડ ક્વોટામાં વધારો.
    14. ઓટો-ટેક્સી અને ઈ-રિક્ષા માલિકોની પુત્રીના લગ્ન માટે સરકાર ₹100000 આપશે. તેમના બાળકોને મફત કોચિંગ. તેમને ₹10 લાખનો જીવન વીમો અને ₹5 લાખનો આરોગ્ય વીમો.
    15. દિલ્હીના તમામ RWAને સુરક્ષા કર્મચારીઓને રાખવા માટે ભંડોળ.

    નોંધનીય છે કે, આ આગાઉ જ્યારે એક ઇન્ટરવ્યુ દરમિયાન કેજરીવાલ પાસે યમુનાની સફાઈનો હિસાબ માંગવામાં આવ્યો હતો, ત્યારે તેમણે કોઈ સ્પષ્ટ ઉત્તર આપ્યો નહોતો. તથા પત્રકારને જ ઉલટ પ્રશ્નો કરી ગોળ-ગોળ જવાબો આપી યમુનાના પ્રદૂષણ માટે પૂર્વાંચલના લોકોને જવાબદાર ગણાવી દીધા હતા. પાછલાં 10 વર્ષથી, લગભગ 2015થી તેઓ આ જ વચન આપી રહ્યા છે. આ સિવાય હોસ્પિટલથી લઈને કેટલાય એવા વાયદા કરી ચૂક્યા છે જે પૂરા થયા નથી. જેની પોલ તેમની જ પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલ અઢળક વાર ખોલી ચૂક્યા છે.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં