પંચમહાલના ગોધરામાં ટ્રિપલ તલાક તેમ જ દહેજનો કિસ્સો સામે આવ્યો છે. મહિલાએ પોતાના પતિ મોહમ્મદ આદિલ નિસાર તથા સાસરિયાઓ વિરુદ્ધ ગોધરા મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. જે બાદ ટૂંકા સમયમાં જ પતિ અને સાસરાની ધરપકડ કરવામાં આવી હતી.
ગોધરાની રાણી મસ્જિદ પાસે મૌલાના આઝાદ રોડ ખાતે રહેતી મદીયા ઝફર એહમદ સુઝેલાના લગ્ન 2019માં ગોધરાના ગોન્દ્રાની સલામત સોસાયટીમાં રહેતા મોહમદઆદીલ નિશાર બડંગા સાથે સામાજિક રીતે થયા હતા. લગ્ન થયા પછી સાસુ ફરજાના નિશાર બડંગા, સસરા નિશાર હુસેન બડંગા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતી હતી. લગ્નના બે માસ સુધી મદીયા સાથે સાસરી પક્ષે સારુ રાખ્યું હતું. ત્યાર બાદ પતિ મોહમદઆદીલ દ્વારા નાની નાની બાબતે શંકા વહેમ રાખીને ગાળો બોલી મદીયા સાથે મારઝૂડ કરતો હતો.
વારંવાર મદીયાને દહેજ માટે પતિ મોહમદઆદીલ, સાસુ ફરજાના તથા સસરા નિશાર મેણા ટોણા મારી હેરાન પરેશાન કરતા હતા. પોતાના માતા પિતા દહેજ આપવાની સ્થિતિમાં ન હોવાનું જણાવતા મદીયાને પતિ મોહમદઆદીલ દ્વારા મારઝૂડ કરી શારિરીક તથા માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. મોહમદ આદીલને મોબાઇલની દુકાન કરવી હતી જેના માટે એ પત્નીને મારજૂડ કરીને પિયરમાંથી પૈસા લઈ આવવા દબાણ કરતો. મદીયાએ પૈસા નહીં આપતા મોહમદઆદીલે તા. 24 એપ્રિલના રોજ મદીયાના માતા, પિતા તથા બે મામાની સામે ત્રણ વાર તલાક તલાક તલાક બોલીને ટ્રિપલ તલાક આપ્યા હતા. આમ પંચમહાલ તેમજ ગોધરામાં ટ્રિપલ તલાક અંતર્ગત પહેલી ફરિયાદ નોંધાઈ હતી.
જેને લઇને મદીયાએ ગોધરા મહિલા પોલીસ મથકે મુસ્લિમ મહિલા લગ્ન પર અધિકારોનું રક્ષણ અધિનિયમ તથા દહેજના ગુના હેઠળ ફરિયાદ નોંધવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી હતી. ફરિયાદ બાદ એલસીબી પોલીસ ઈન્સ્પેકટર જે.એન.પરમારને ખાનગી બાતમીદાર દ્વારા બાતમી મળી હતી કે ગોધરા મહિલા પો.સ્ટે. દહેજ તથા મુસ્લિમ મહિલા લગ્ન અધિકારોનું રક્ષણના ગુનાના આરોપી મોહમદઆદીલ નિશાર હુસેન બડંગા તથા નિશાર હુસેન બડંગા તેમના ઘરે ગોન્દ્વાની સલામત સોસાયટી હાજર છે. બાતમીના આધારે એલસીબી પોલીસ સબ ઈન્સ્પેકટર આઇ.એ.સીસોલીયા, મહિલા પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે એલ.સી.બી. સ્ટાફના માણસોએ બાતમી વાળા ઘરે તપાસ કરતા બંન્ને મળી આવતા તેઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા અટક કરી હતી.
મોદી સરકારે 2019માં ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો
કેન્દ્રની મોદી સરકારે 2019માં જ મુસ્લિમ સમાજની આ સામાજિક બદીથી મહિલાઓને રક્ષણ પૂરું પાડવા ટ્રિપલ તલાક વિરુદ્ધ કાયદો બનાવ્યો હતો. કેન્દ્ર સરકારે લાગુ કરેલા ટ્રિપલ તલાક કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ તેની પત્નીને મૌખિક, લેખિત કે અન્ય કોઈ પણ માધ્યમથી ત્રણ વખત તલાક બોલીને છોડી દે તો તે ગુનો ગણાશે અને તેને પોલીસ વોરંટ વગર ધરપકડ પણ કરી શકે છે અને ત્રણ વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે. આ મામલે પીડિત મહિલા સ્વયં કે તેના સબંધીઓ કેસ દાખલ કરી શકે છે.
કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા ઓગસ્ટ 2021 માં જારી કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, કાયદો લાગુ થયા બાદ ટ્રિપલ તલાકના કેસમાં લગભગ 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે.
હમણાં જ ગુજરાતમાં આ કાયદા અંતર્ગત પહેલી સજા સંભળાવવામાં આવી
ગુજરાતમાં ટ્રિપલ તલાક કેસમાં પહેલી સજા ફટકારવામાં આવી છે. બનાસકાંઠાની પાલનપુર કોર્ટે ટ્રિપલ તલાક કેસમાં એક મુસ્લિમ અધિકારી સરફરાજખાન બિહારીને એક વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.
Class one officer sentenced for giving triple talaq in Gujarat.
— Vijay Patel🇮🇳 (@vijaygajera) May 4, 2022
He has married again to a Hindu girl in presence of his wife and daughter after giving triple talaq.
Even education can’t change some people!