Friday, October 11, 2024
More
    હોમપેજન્યૂઝ રિપોર્ટગુજરાતમાં ટ્રિપલ તલાકના કાયદા હેઠળ પહેલી સજા : ક્લાસ-2 અધિકારીને એક વર્ષની...

    ગુજરાતમાં ટ્રિપલ તલાકના કાયદા હેઠળ પહેલી સજા : ક્લાસ-2 અધિકારીને એક વર્ષની કેદ, પીડિત મહિલાએ મોદી સરકારનો આભાર માન્યો

    પીડિત મહિલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે, “મને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પરંતુ આજે કોર્ટે આપેલા ચુકાદાથી મને ન્યાય મળ્યો છે."

    - Advertisement -

    ગુજરાતમાં ટ્રિપલ તલાક કેસમાં પહેલી સજા ફટકારવામાં આવી છે. બનાસકાંઠાની પાલનપુર કોર્ટે ટ્રિપલ તલાક કેસમાં એક મુસ્લિમ અધિકારીને એક વર્ષની કેદ અને પાંચ હજાર રૂપિયાનો દંડ ફટકાર્યો છે.

    પ્રાપ્ત વિગતો અનુસાર, બનાસકાંઠાના વડગામ તાલુકાના જૂનીનગરી ખાતે રહેતી મહિલા સહેનાઝબાનુનાં લગ્ન હેબતપુરના વતની સરફરાજખાન બિહારી સાથે થયાં હતાં. તેનો પતિ દાંતીવાડા સીપુ નિગમમાં ડેપ્યુટી એન્જિનિયરની નોકરી કરે છે. આ બંનેના લગ્નજીવનથી એક પુત્રીનો પણ જન્મ થયો હતો.

    દરમ્યાન, સરફરાજખાનને તેની ઓફિસમાં નોકરી કરતી એક હિંદુ યુવતી સાથે પ્રેમ થઇ જતાં તે તેને લઈને ભાગી ગયો હતો. જોકે તે બાદ પરિવારની સમજાવટથી સરફરાજખાને યુવતી સાથે સબંધોનો અંત લાવશે તેમ કહીને મામલો થાળે પાડ્યો હતો. પરંતુ ત્યારબાદ પણ તેણે યુવતી સાથે સબંધો રાખ્યા હતા અને એક પુત્રનો પણ જન્મ થયો હતો. જે બાદ તેની પત્નીએ વિરોધ કરતા સરફરાજે ગડદાપાટુનો માર મારી ત્રણ વખત ‘તલાક..તલાક..તલાક..’ કહી મહિલાને કાઢી મૂકી હતી.

    - Advertisement -

    જે બાદ પીડિત મહિલાએ પાલનપુર પશ્ચિમ પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે આઈપીસીની કલમ 498 (ક), 323, 294, 504, 506 (2) ની તેમજ મુસ્લિમ પ્રોટેક્શન એક્ટ 3, 4 હેઠળ ફરિયાદ દાખલ કરી હતી. જે બાદ પાલનપુરની એડિશનલ કોર્ટમાં ગયો હતો. જે કેસનો આજે ચુકાદો આવ્યો છે.

    કોર્ટે તમામ બાબતોને સ્વીકારી લઇ સરકારી વકીલની દલીલોને ધ્યાને લઈને ચુકાદો આપતા આરોપી સરફરાજખાન બિહારીને એક વર્ષની સજા ફટકારી હતી. તેમજ સાથે પાંચ હજાર રૂપિયાનો દંડ કર્યો હતો. આમ તો ટ્રિપલ તલાક સબંધિત કાયદો 2019 માં પસાર થયો હતો પરંતુ આ કાયદા હેઠળ ગુજરાતમાં કોઈને સજા થઇ હોય તેવો આ પ્રથમ કિસ્સો છે.

    ‘મોદી સરકારનો આભાર’

    ગુજરાતમાં ટ્રિપલ તલાક કેસમાં ચુકાદાનો પ્રથમ કિસ્સો સામે આવ્યા બાદ પીડિત મહિલાએ મીડિયા સમક્ષ નિવેદન આપતાં કહ્યું હતું કે, “મને ત્રણ વખત તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂકવામાં આવી હતી. પરંતુ આજે કોર્ટે આપેલા ચુકાદાથી મને ન્યાય મળ્યો છે.” આ ઉપરાંત તેમણે ટ્રિપલ તલાકનો કાયદો ઘડવા બદલ કેન્દ્રની મોદી સરકારનો આભાર પણ માન્યો હતો.

    2019 માં સરકારે કાયદો પસાર કર્યો હતો

    (પ્રતીકાત્મક તસ્વીર, સબહાર: ProBono India)

    કેન્દ્ર સરકારે લાગુ કરેલા ટ્રિપલ તલાક કાયદા હેઠળ કોઈ પણ વ્યક્તિ તેની પત્નીને મૌખિક, લેખિત કે અન્ય કોઈ પણ માધ્યમથી ત્રણ વખત તલાક બોલીને છોડી દે તો તે ગુનો ગણાશે અને તેને પોલીસ વોરંટ વગર ધરપકડ પણ કરી શકે છે અને ત્રણ વર્ષ સુધીની સજા પણ થઇ શકે છે. આ મામલે પીડિત મહિલા સ્વયં કે તેના સબંધીઓ કેસ દાખલ કરી શકે છે.

    કાયદો પસાર થયા બાદ 80 ટકા કેસો ઘટ્યા

    કેન્દ્રીય મંત્રી મુખ્તાર અબ્બાસ નકવી દ્વારા ઓગસ્ટ 2021 માં જારી કરવામાં આવેલ આંકડાઓ અનુસાર, કાયદો લાગુ થયા બાદ ટ્રિપલ તલાકના કેસમાં લગભગ 80 ટકા જેટલો ઘટાડો નોંધાયો છે. તેમણે ત્રણ રાજ્યોના આંકડાઓ રજૂ કરતા જણાવ્યું હતું કે, કાયદો લાગુ થવા પહેલા યુપીમાં ત્રણ તલાકના 63 હજારથી વધુ કેસ હતા, પરંતુ કાયદો લાગુ થયા બાદ 221 કેસ નોંધાયા છે. આ રીતે બિહાર અને રાજસ્થાનમાં કાયદો લાગુ થયો તે પહેલાં 38 હજાર અને 33 હજાર કેસ હતા, પરંતુ કાયદો લાગુ થયા બાદ બિહારમાં માત્ર 49 કેસ નોંધાયા હતા.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં