Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણ15 મિનીટ માટે પોલીસ હટાવવાની વાત કહેનાર અકબરુદ્દીન ઓવૈસી તેલંગાણા વિધાનસભામાં પ્રોટેમ...

    15 મિનીટ માટે પોલીસ હટાવવાની વાત કહેનાર અકબરુદ્દીન ઓવૈસી તેલંગાણા વિધાનસભામાં પ્રોટેમ સ્પીકર, ટી રાજા સિંઘે કહ્યું- તેમની સામે શપથ નહીં લઉં

    ટી રાજા સિંઘે કહ્યું કે, “જો અકબરુદ્દીન ઓવૈસી સ્પીકરની ખુરશીમાં હશે તો હું શપથ નહીં લઉં. તેઓ કાસિમ રીઝવીના વંશજ છે, જે હૈદ્રાબાદના નિઝામની રઝાકાર સેનાનો સેનાપતિ હતો અને તેમણે જ તેલંગાણાના લોકોનો નરસંહાર કર્યો હતો.” 

    - Advertisement -

    તાજેતરમાં યોજાઈ ગયેલી તેલંગાણા વિધાનસભા ચૂંટણીમાં વિજેતા થયેલા ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે પ્રોટેમ સ્પીકર તરીકે AIMIMના વિવાદિત ધારાસભ્ય અકબરુદ્દીન ઓવૈસીની પસંદગી કરવામાં આવી છે. જેને લઈને વિવાદ સર્જાયો છે. ભાજપ નેતા અને ગોશામહલ વિધાનસભા બેઠક પરથી સતત ત્રીજી વખત ચૂંટાઈ આવેલા ટી રાજા સિંઘે કહ્યું છે કે તેઓ અકબરુદ્દીન ઓવૈસી પાસે શપથ નહીં લે. 

    ટી રાજા સિંઘે કહ્યું કે, “જો અકબરુદ્દીન ઓવૈસી સ્પીકરની ખુરશીમાં હશે તો હું શપથ નહીં લઉં. તેઓ કાસિમ રીઝવીના વંશજ છે, જે હૈદ્રાબાદના નિઝામની રઝાકાર સેનાનો સેનાપતિ હતો અને તેમણે જ તેલંગાણાના લોકોનો નરસંહાર કર્યો હતો.” 

    ભાજપ નેતાએ કહ્યું કે, “કોંગ્રેસ સરકારે આદેશ બહાર પાડ્યો છે કે કાલે (શનિવારે) અકબરુદ્દીન ઓવૈસી સામે તમામ લોકો શપથ સમારોહમાં સામેલ થશે. આ રાજા સિંઘ જ્યાં સુધી જીવિત છે ત્યાં સુધી AIMIM સામે શપથ નહીં લે, અકબરુદ્દીન ઓવૈસી સામે શપથ નહીં લે.” તેમણે આગળ કહ્યું કે, હું CM રેવંત રેડ્ડીને પૂછવા માંગું છું કે શું તમે પણ BRSના રસ્તે ચાલવા માંગો છો? 2018માં BRS સરકાર તરફથી ઓવૈસીને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવ્યા હતા ત્યારે પણ અમે શપથ લીધા ન હતા. સાથે એમ પણ કહ્યું કે, કોંગ્રેસ કહે છે કે AIMIM, BRS અને BJP એક છે પણ હવે તેઓ જણાવે કે AIMIM સાથે તેમનો શું સંબંધ છે. 

    - Advertisement -

    રાજા સિંઘે અકબરુદ્દીન ઓવૈસીનું વિવાદિત ભાષણ પણ યાદ કરાવ્યું, જેમાં તેમણે 15 મિનીટ માટે પોલીસ હટાવવામાં આવે તો હિંદુઓને મારી નાખવાની વાત કરી હતી. ભાજપ MLAએ કહ્યું કે, આ પ્રકારની વાતો કરતા નેતા સામે તેઓ ક્યારેય શપથ લેશે નહીં. આગળ કહ્યું કે, તેઓ તેલંગાણા વિધાનસભાના નવા સ્પીકર નિમાય ત્યારબાદ જ શપથગ્રહણ કરશે. 

    ઉલ્લેખનીય છે કે નવી સરકાર બને ત્યારબાદ ધારાસભ્યોને શપથ લેવડાવવા માટે પ્રોટેમ સ્પીકરની નિમણૂક કરવામાં આવે છે, જેનું કામ માત્ર ધારાસભ્યોને શપથ લેવડાવવાનું હોય છે. ત્યારબાદ સભા એક સ્પીકરની ચૂંટણી કરે છે અને પ્રોટેમ સ્પીકરની જવાબદારી ત્યાંથી પૂર્ણ થઈ જાય છે. પ્રોટોકોલ અનુસાર, જે MLA સૌથી વધુ વખત ચૂંટાઈને આવ્યા હોય તેને પ્રોટેમ સ્પીકર બનાવવામાં આવે છે. અકબરુદ્દીન ઓવૈસી ચંદ્રયાનગુટ્ટા વિધાનસભા બેઠક પરથી છઠ્ઠી વખત ચૂંટાઈને આવ્યા છે. 

    શનિવારે (9 ડિસેમ્બર) તેમણે પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા હતા. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં