Friday, November 22, 2024
More
    હોમપેજવગેરે...ધર્મ/સંસ્કૃતિ'હું હિંદુ છું, પ્રાણપ્રતિષ્ઠામાં હાજર રહેવું મારી જવાબદારી': કોંગ્રેસના રામ મંદિરથી દૂર...

    ‘હું હિંદુ છું, પ્રાણપ્રતિષ્ઠામાં હાજર રહેવું મારી જવાબદારી’: કોંગ્રેસના રામ મંદિરથી દૂર રહેવાના નિર્ણય છતાંય અયોધ્યા જશે હિમાચલ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંઘ

    સિંઘે કહ્યું, “આ ઐતિહાસિક દિવસનો ભાગ બનવાનો આ જીવનભરનો અવસર છે. 'દેવ સમાજ'માં માનતા હિંદુ તરીકે મારી જવાબદારી છે કે આ પ્રસંગે હાજર રહી ભગવાન રામની 'પ્રાણ પ્રતિષ્ઠા'ના સાક્ષી બનવું."

    - Advertisement -

    કોંગ્રેસની ટોચની નેતાગીરીએ રામલલાના પ્રાણપ્રતિષ્ઠા સમારોહમાં ભાગ ન લેવાનો નિર્ણય લીધો છે. પરંતુ હિમાચલ પ્રદેશની કોંગ્રેસ સરકારના મંત્રી વિક્રમાદિત્ય સિંઘ આ પ્રસંગે અયોધ્યામાં હાજર રહેશે. તેમણે કહ્યું છે કે હિંદુ હોવાના કારણે આ તેમની જવાબદારી છે.

    વિક્રમાદિત્ય સિંઘ હિમાચલના જાહેર બાંધકામ વિભાગના મંત્રી છે. તેઓ પૂર્વ મુખ્યમંત્રી વીરભદ્ર સિંઘ અને કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ પ્રતિભા સિંઘના પુત્ર છે. તેણે કહ્યું છે કે તે પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ભાગ લેવા માટે 17 જાન્યુઆરીએ અયોધ્યા જવા રવાના થશે.

    વિક્રમાદિત્ય સિંઘે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) અને વિશ્વ હિંદુ પરિષદનો (VHP) પણ તેમને અભિષેક સમારોહ માટે આમંત્રણ આપવા બદલ આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું, “આ કોઈ રાજકીય મુદ્દો નથી. હું મારી જાતને ભાગ્યશાળી માનું છું કે હિમાચલ પ્રદેશમાંથી આમંત્રિત કરાયેલા થોડા લોકોમાં સામેલ છું. મને અને મારા પરિવારને આ સન્માન આપવા બદલ હું RSS અને VHPનો આભાર માનું છું.”

    - Advertisement -

    સિંઘે કહ્યું, “આ ઐતિહાસિક દિવસનો ભાગ બનવાનો આ જીવનભરનો અવસર છે. ‘દેવ સમાજ’માં માનતા હિંદુ તરીકે મારી જવાબદારી છે કે આ પ્રસંગે હાજર રહી ભગવાન રામની ‘પ્રાણ પ્રતિષ્ઠા’ના સાક્ષી બનવું.”

    આમંત્રણ મેળવતા પહેલા, PWD મંત્રી સિંઘે 4 જાન્યુઆરીએ કહ્યું હતું કે તેઓ તેમની ‘સુવિધા’ મુજબ રામ મંદિરની મુલાકાત લેશે. તેમણે કહ્યું હતું કે, “હું એક હિંદુ ધર્મી પરિવારમાંથી આવું છું અને મારી મંદિરની મુલાકાતને રાજકારણ સાથે કોઈ લેવાદેવા નથી. મેં રેકોર્ડ પર કહ્યું છે કે અમારી માન્યતાઓને રાજકીય વિચારધારા સાથે કોઈ લેવાદેવા નથી. આ મારા અને મારા પરિવાર માટે ઊંડી શ્રદ્ધાનો વિષય છે. હું ચોક્કસપણે રામ મંદિર જઈશ.”

    કોંગ્રેસે આમંત્રણનો કર્યો છે અસ્વિકાર

    ઉલ્લેખનીય છે કે રામ મંદિરના અભિષેક સમારોહ માટે કોંગ્રેસ પાર્ટી અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, પાર્ટીના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી અને લોકસભામાં પાર્ટીના નેતા અધીર રંજન ચૌધરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. પરંતુ તેમણે તેનો અસ્વીકાર કર્યો છે. પાર્ટીના મહાસચિવ (સંચાર) જયરામ રમેશે આરએસએસ અને ભાજપ પર રામ મંદિરને રાજકીય પ્રોજેક્ટ બનાવવાનો આરોપ લગાવ્યો હતો અને કહ્યું હતું કે રામ મંદિરનું નિર્માણ પૂર્ણ કર્યા વિના ચૂંટણીના લાભ માટે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે.

    જોકે, પાર્ટીના કેટલાક વરિષ્ઠ નેતાઓએ આ સ્ટેન્ડ સામે વિરોધ વ્યક્ત કર્યો છે. સંભલના કલ્કિધામ પીઠાધીશ્વર આચાર્ય પ્રમોદ ક્રિષ્નમે આ નિર્ણયનો વિરોધ કર્યો હતો અને કહ્યું હતું કે શ્રી રામ મંદિરના આમંત્રણને નકારવું એ ખૂબ જ દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે. તે જ સમયે, ગુજરાતની પોરબંદર બેઠકના પાર્ટીના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ પણ આ નિર્ણયનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું હતું કે, “ભગવાન શ્રી રામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને આસ્થાની વાત છે. કોંગ્રેસે આવા રાજકીય નિર્ણયો લેવાથી દૂર રહેવું જોઈતું હતું.”

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં