Tuesday, September 10, 2024
More
    હોમપેજરાજકારણ‘આત્મઘાતી, દુર્ભાગ્યપૂર્ણ: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ ન થવાના કોંગ્રેસના નિર્ણયનો પાર્ટીમાં જ...

    ‘આત્મઘાતી, દુર્ભાગ્યપૂર્ણ: રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠામાં સામેલ ન થવાના કોંગ્રેસના નિર્ણયનો પાર્ટીમાં જ વિરોધ, નેતાઓએ કહ્યું- વિષય આસ્થાનો, રાજનીતિક નિર્ણય ન લેવો જોઈએ

    અર્જુન મોઢવાડિયાએ X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી અંતર રાખવું જોઈતું હતું.”

    - Advertisement -

    રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા કાર્યક્રમના આમંત્રણનો અસ્વીકાર કરીને કોંગ્રેસ પાર્ટી પોતાના જ નેતાઓની નારાજગી વ્હોરી રહી છે તેમ જણાય રહ્યું છે. ધીમે-ધીમે પાર્ટીના જ નેતાઓ આ નિર્ણયનો વિરોધ કરવા માંડ્યા છે. જેમાંથી એક ગુજરાત કોંગ્રેસના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયા પણ છે. તેમણે કહ્યું કે, પાર્ટીએ આવા રાજકીય નિર્ણય લેવાથી દૂર રહેવું જોઈતું હતું. 

    અર્જુન મોઢવાડિયાએ X પર એક પોસ્ટ કરતાં કહ્યું કે, “ભગવાન શ્રીરામ આરાધ્ય દેવ છે. આ દેશવાસીઓની આસ્થા અને વિશ્વાસનો વિષય છે. કોંગ્રેસે આવા રાજનીતિક નિર્ણયો લેવાથી અંતર રાખવું જોઈતું હતું.”

    અર્જુન મોઢવાડિયા પોરબંદરથી કોંગ્રેસના ધારાસભ્ય છે. તેઓ એ 17 MLA પૈકીના એક છે, જેઓ 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની ટીકીટ પર ચૂંટાઈને આવ્યા હતા. તેઓ ગુજરાત કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચૂક્યા છે. 2004થી 2007 સુધી તેઓ વિપક્ષ નેતા પણ રહ્યા હતા.   માર્ચ, 2011થી ડિસેમ્બર, 2012 સુધી તેમણે પ્રદેશ પ્રમુખની જવાબદારી પણ નિભાવી હતી. 

    - Advertisement -

    આચાર્ય પ્રમોદ કૃષ્ણમ પણ પાર્ટીના આ નિર્ણયના વિરોધમાં છે. તેમણે X પર લખ્યું કે, “શ્રીરામ મંદિરના નિમંત્રણનો અસ્વીકાર કરવો અત્યંત દુર્ભાગ્યપૂર્ણ અને આત્મઘાતી નિર્ણય છે. આજે હૃદય તૂટી ગયું.”

    પ્રમોદ કૃષ્ણમ તાજેતરમાં ઘણા મુદ્દે કોંગ્રેસની પાર્ટીલાઈનથી જુદું સ્ટેન્ડ લઇ ચૂક્યા છે. ખાસ કરીને સનાતનના અપમાન પર તેઓ પાર્ટીને ટકોર કરતા રહ્યા છે. હવે જ્યારે રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠાને લઈને પાર્ટીએ નિમંત્રણ અસ્વીકાર કરવાનો નિર્ણય કર્યો તો તેમનું ‘હૃદય તૂટી ગયું.’

    ઉલ્લેખનીય છે કે ડિસેમ્બર, 2023માં સોનિયા ગાંધી, મલ્લિકાર્જુન ખડગે અને અધીર રંજન ચૌધરીને રામ મંદિર પ્રાણપ્રતિષ્ઠા માટે આમંત્રણ પાઠવવામાં આવ્યું હતું. ત્યારબાદ સતત ચર્ચા ચાલતી રહી કે આખરે કોંગ્રેસ નેતાઓ શું નિર્ણય લેશે. અંતે પાર્ટીએ કાર્યક્રમમાં ભાગ ન લેવાનો નિર્ણય કર્યો છે. 

    બુધવારે (10 જાન્યુઆરી) એક નિવેદનમાં પાર્ટીએ જણાવ્યું હતું કે, પાર્ટીએ આગળ જણાવ્યું કે, “દેશના લાખો લોકો ભગવાન રામને પૂજે છે. ધર્મ એક વ્યક્તિગત બાબત છે, પરંતુ RSS/BJPએ અયોધ્યાના મંદિરને એક રાજકીય પ્રવૃત્તિ બનાવી દીધું હતું. ભાજપ અને RSS દ્વારા આ અધૂરા મંદિરનું ઉદ્ઘાટન પણ સ્વાભાવિક રીતે ચૂંટણીમાં ફાયદો મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. આગળ કહેવામાં આવ્યું કે, 2019ના સુપ્રીમ કોર્ટના ચુકાદાનો આદર કરીને ભગવાન રામની આરાધના કરતા લાખો લોકોની ભાવનાઓનું સન્માન કરતાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી અને અધીર રંજન ચૌધરીએ સન્માનપૂર્વક નિમંત્રણ અસ્વીકાર કર્યું છે, કારણ કે આ RSS/BJPનો કાર્યક્રમ છે. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં