Friday, November 22, 2024
More
    હોમપેજરાજકારણલોકસભા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ માંગી હતી મહારાષ્ટ્રની 23 બેઠકો,...

    લોકસભા ચૂંટણી માટે ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ માંગી હતી મહારાષ્ટ્રની 23 બેઠકો, કોંગ્રેસે ચોખ્ખી ના પાડી દીધી, કહ્યું- આટલી બધી બેઠકોનું તેઓ કરશે શું?

    સીટ શેરિંગને લઈને પૂર્વ CM અને મહારાષ્ટ્રના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, “પાર્ટીઓ વચ્ચે ગોઠવણ થાય તે જરૂરી છે. દરેક પાર્ટી વધુ બેઠકો ઇચ્છે તે સ્વભાવિક છે, પરંતુ હાલના સંજોગોને જોતાં શિવસેનાની 23 સીટની માંગ વધુ પડતી છે.” 

    - Advertisement -

    વિપક્ષી પાર્ટીઓએ લોકસભા ચૂંટણી પહેલાં નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીને સત્તા પરથી હટાવવા માટે ગઠબંધન તો બનાવી નાખ્યું પરંતુ સીટ શેરિંગમાં માથાકૂટ ઉભી થઈ હોય તેમ જણાય રહ્યું છે. મહારાષ્ટ્રમાં ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેનાએ કોંગ્રેસ સામે કુલ 48માંથી 23 બેઠકોની માંગ કરી હતી, પણ કોંગ્રેસે ઘસીને ના પાડી દીધી છે. 

    રિપોર્ટ અનુસાર, મહારાષ્ટ્રમાં મહાવિકાસ આઘાડીની સભ્ય પાર્ટીઓ કોંગ્રેસ, શિવસેના (ઉદ્ધવ જૂથ) અને NCP સીટ શેરિંગ માટે ભેગી થઈ હતી અને ચર્ચા પણ કરી હતી. આ દરમિયાન શિવસેનાએ 23 બેઠકો પર લડવાની ઈચ્છા જાહેર કરીને બેઠકોની માંગ કરી હતી. પણ કોંગ્રેસે એમ કહીને તેને ફગાવી દીધી કે તેમની પાસે લડવા માટે પૂરતા ઉમેદવારો જ નથી અને મોટાભાગના સભ્યો તો એકનાથ શિંદે સાથે ચાલ્યા ગયા છે. 

    આ બેઠકમાં કોંગ્રેસે એવું પણ કહ્યું હોવાનું કહેવાય છે કે શિવસેના અને NCPમાં ભાગ પડી ગયા બાદ કોંગ્રેસ જ રાજ્યમાં એવી પાર્ટી છે જેનો સ્થિર વોટશેર છે. નોંધવું જોઈએ કે મહારાષ્ટ્રની મહાવિકાસ આઘાડીની ત્રણ પાર્ટીઓમાંથી 2ના ભાગ પડી ચૂક્યા છે. પહેલાં શિવસેના બે જૂથમાં વહેંચાઈ હતી અને પછી NCPમાં પણ બે ભાગ પડી ગયા. બંનેના એક-એક ભાગ NDAમાં સામેલ થઈ ગયા છે. શિવસેના (શિંદે જૂથ) હાલ સત્તામાં છે. 

    - Advertisement -

    સીટ શેરિંગને લઈને પૂર્વ CM અને મહારાષ્ટ્રના વરિષ્ઠ કોંગ્રેસ નેતા અશોક ચવ્હાણે કહ્યું કે, “પાર્ટીઓ વચ્ચે ગોઠવણ થાય તે જરૂરી છે. દરેક પાર્ટી વધુ બેઠકો ઇચ્છે તે સ્વભાવિક છે, પરંતુ હાલના સંજોગોને જોતાં શિવસેનાની 23 સીટની માંગ વધુ પડતી છે.” 

    બીજી તરફ, સંજય નિરુપમે કામનો પ્રશ્ન કર્યો હતો. તેમણે કહ્યું કે, “શિવસેના (ઉદ્ધવ જૂથ) 23 બેઠકોની માંગણી કરી શકે છે, પણ તેઓ તેનું કરશે શું? શિવસેનાના નેતાઓ પાર્ટી છોડી ગયા છે. ઉમેદવારોની અછત તેમની મૂળ સમસ્યા છે.”

    નોંધવું જોઈએ કે તાજેતરમાં જ શિવસેના (UBT) પ્રવક્તા સંજય રાઉતે એક નિવેદનમાં કહ્યું હતું કે તેમની પાર્ટી મહારાષ્ટ્રની કુલ 48માંથી 23 બેઠકો પર ચૂંટણી લડશે. તેમણે એમ પણ કહ્યું હતું કે, ઉદ્ધવ ઠાકરે, આદિત્ય ઠાકરે અને તેઓ પોતે કોંગ્રેસ અધ્યક્ષ ખડગે અને વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને કેસી વેણુગોપાલ સાથે ચર્ચા કરી રહ્યા છે. 

    શિવસેના જૂન, 2022 પહેલાં એક જ પાર્ટી હતી. પરંતુ પછી એકનાથ શિંદેએ બળવો કર્યો અને મોટાભાગના ધારાસભ્યો તેમની સાથે થઈ ગયા. પછીથી તેમણે ભાજપના સમર્થન સાથે સરકાર બનાવી હતી. મામલો ચૂંટણી પંચ પાસે પહોંચતાં ઈલેક્શન કમિશને ‘શિવસેના’ નામ અને ધનુષ્ય-બાણનું ચૂંટણી ચિહ્ન એકનાથ શિંદેને આપી દીધું હતું અને ઉદ્ધવ ઠાકરે જૂથને મશાલનું ચિહ્ન અને ‘શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરે’ નામ આપવામાં આવ્યું હતું. 

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં