Friday, November 22, 2024
More
    હોમપેજદેશ'આદિવાસી મહિલાઓને ફસાવી રહ્યા છે બાંગ્લાદેશી ઘૂસણખોરો': BJP સાંસદ નિશિકાંત દુબેએ ઘટતી...

    ‘આદિવાસી મહિલાઓને ફસાવી રહ્યા છે બાંગ્લાદેશી ઘૂસણખોરો’: BJP સાંસદ નિશિકાંત દુબેએ ઘટતી હિંદુ વસ્તી પર ચિંતા કરી વ્યક્ત, કહ્યું- ઝારખંડના 267 બૂથોમાં મુસ્લિમોની વસ્તી 117% વધી

    નિશિકાંત દુબેએ મમતા સરકાર પર પણ આરોપ લગાવ્યા છે. પાકુર જિલ્લાના તારાનગર ઈલામી અને દારાપાડામાં રમખાણોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે મમતા બેનર્જીની પોલીસ અને બંગાળના માલદા અને મુર્શિદાબાદના લોકો ઝારખંડના લોકોને ભગાડીને ગામો ખાલી કરવી રહ્યાં છે.

    - Advertisement -

    સંસદના ચોમાસુ સત્રમાં એક BJP સાંસદે દેશમાં ઓછી થઈ રહેલી હિંદુ વસ્તી પર સવાલ ઉઠાવ્યા હતા. ઝારખંડના ગોડ્ડાથી ભારતીય જનતા પાર્ટીના સાંસદ ડૉ. નિશિકાંત દુબેએ રાજ્યના ઘણા ભાગોમાં ઘટતી હિંદુ વસ્તી અંગે ચિંતા વ્યક્ત કરી અને સરકારને NRC (National Register of Citizens) લાગુ કરવાની માંગ કરી. તેમણે પશ્ચિમ બંગાળ અને બિહારના કેટલાક જિલ્લાઓમાંથી મુસ્લિમ કોમ દ્વારા થઈ રહેલી ઘૂષણખોરી અને હિંદુ ગામોની ઓછી થઈ રહેલી વસ્તી પર પણ ચિંતા વ્યક્ત કરી હતી.

    નિશિકાંત દુબેએ બાંગ્લાદેશથી થઈ રહેલી ઘૂસણખોરીનો મુદ્દો ઉઠાવતા કહ્યું હતું કે “બાંગ્લાદેશથી ઘૂસણખોરી સતત વધી રહી છે. આ ઘૂસણખોરો આદિવાસી મહિલાઓ સાથે લગ્ન કરી રહ્યા છે, આમાં હિંદુ મુસલમાનનો પ્રશ્ન આવતો નથી.” વધુમાં તેમણે કહ્યું “આદિવાસી ક્વોટામાંથી ચૂંટણી લડતી મહિલાઓના પતિ મુસ્લિમ છે. લોકસભાની ચૂંટણી લડતી આદિવાસી મહિલા હોય કે જિલ્લા કાઉન્સિલર હોય, પણ તેનો પતિ મુસ્લિમ હોય છે. અમારી પાસે એવા 100 આદિવાસી મુખિયાઓ છે કે જે પોતે આદિવાસી ક્વોટા પર છે પણ તેમના પતિ મુસ્લિમ છે.” તેમણે આદિવાસીઓની વસ્તી પર પણ પ્રશ્ન ઉઠાવ્યા છે.

    દુબેએ કહ્યું કે, “વર્ષ 2000માં જ્યારે ઝારખંડ બિહારથી અલગ થયું ત્યારે ત્યાં સંથાલની (આદિવાસી જાતિ) વસ્તી 36 ટકા હતી, જે હવે ઘટીને માત્ર 26 ટકા થઈ ગઈ છે, 10 ટકા આદિવાસીઓ ક્યાં ગયા? આ ગૃહમાં કોઈ તેની ચર્ચા કરતું નથી, કોંગ્રેસ વોટ બેંકની રાજનીતિ કરે છે. ઝારખંડની પાર્ટીઓ, ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ કોઈ આ બાબત પર પગલાં લઈ રહ્યાં નથી.”

    - Advertisement -

    સાંસદે મુસ્લિમોની વધી રહેલી વસ્તીનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો અને કહ્યું હતું કે, “દર 5 વર્ષે મતદારોની સંખ્યામાં 15 થી 17 ટકાનો વધારો થતો હોય છે, પરંતુ ઝારખંડમાં મતદારોની સંખ્યામાં 123 ટકાનો વધારો થયો છે. ઝારખંડમાં એક વિધાનસભા મતવિસ્તાર એવો છે જેમાં લગભગ 267 બૂથમાં મુસ્લિમ વસ્તી લગભગ 117% વધી છે. ઝારખંડની ઓછામાં ઓછી 25 વિધાનસભા બેઠકો પર મતદારોની સંખ્યામાં 110-123%નો વધારો થયો છે.”

    વધુમાં દુબેએ કહ્યું છે કે મુસ્લિમોની વસ્તી દિવસે ને દિવસે વધી રહી છે જેના પર કામ કરવા ભારત સરકારે હસ્તક્ષેપ કરવો જોઈએ. NRC લાગુ કરવું જોઈએ. તેમણે કહ્યું કે માલદા, મુર્શિદાબાદ, કિશનગંજ, અરરિયા,કટિહાર અને આખા સંથાલ પરગણાંને કેન્દ્રશાસિત પ્રદેશ બનાવવા જોઈએ અન્યથા ત્યાં હિંદુઓની વસ્તી ખતમ થઈ જશે. તેમણે હાઉસમાંથી એક કમિટી મોકલવાની વાત કરી છે અને એ કમિટીમાં તૃણ મૂલ કોંગ્રેસ(TMC)ના સાંસદોને સામેલ કરવાનું પણ કહ્યું છે, ઉપરાંત લૉ કમિશનની (Law Commission)ની વર્ષ 2010ની રિપોર્ટ જેમાં લગ્ન અને ધર્માંતરણ માટે અનુમતિની જરૂર છે તેને લાગુ કરવાની માંગ કરી છે.  

    નિશિકાંત દુબે એ મમતા સરકાર પર પણ આરોપ લગાવ્યા છે. પાકુર જિલ્લાના તારાનગર ઈલામી અને દારાપાડામાં રમખાણોનો મુદ્દો ઉઠાવતા તેમણે કહ્યું કે મમતા બેનર્જીની પોલીસ અને બંગાળના માલદા અને મુર્શિદાબાદના લોકો ઝારખંડના લોકોને ભગાડીને ગામો ખાલી કરવી રહ્યાં છે, તેઓ હિંદુ પર જુલ્મ ગુજારી રહ્યાં છે પરંતુ ઝારખંડ પોલીસ આ લોકો વિરુદ્ધ કોઈ પગલાં લઈ શકતી નથી.

    - Advertisement -
    Join OpIndia's official WhatsApp channel

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં