Sunday, April 28, 2024
More
    હોમપેજરાજકારણબિહારમાં મહાગઠબંધન સરકારનો અંત, મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજીનામું ધર્યું: ભાજપના સમર્થનથી ફરી...

    બિહારમાં મહાગઠબંધન સરકારનો અંત, મુખ્યમંત્રી નીતીશ કુમારે રાજીનામું ધર્યું: ભાજપના સમર્થનથી ફરી બનાવશે સરકાર

    નીતીશના રાજીનામા પહેલાં પટનામાં જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યો-સાંસદોની એક બેઠક મળી હતી. જેમાં તમામ નેતાઓએ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ નીતીશ કુમારને કોઇ પણ નિર્ણય લેવા માટે સત્તા આપીને સમર્થન વ્યક્ત કર્યું હતું.

    - Advertisement -

    બિહારના મુખ્યમંત્રી અને જનતા દળ યુનાઈટેડના અધ્યક્ષ નીતીશ કુમારે પદ પરથી આખરે રાજીનામું ધરી દીધું છે. રવિવારે (28 જાન્યુઆરી) સવારે JDUના ધારાસભ્યોની બેઠક બાદ તેઓ રાજ્યપાલને મળવા માટે રાજભવન ગયા હતા, જ્યાં તેમણે રાજીનામું ધરી દીધું હતું. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ફરીથી ભારતીય જનતા પાર્ટીના સમર્થનથી સરકાર બનાવશે અને આજે જ ફરીથી મુખ્યમંત્રી પદના શપથ લેશે. 

    નીતીશના રાજીનામા પહેલાં પટનામાં જનતા દળ યુનાઈટેડના ધારાસભ્યો-સાંસદોની એક બેઠક મળી હતી. જેમાં તમામ નેતાઓએ મુખ્યમંત્રી અને પાર્ટી અધ્યક્ષ નીતીશ કુમારને કોઇ પણ નિર્ણય લેવા માટે સત્તા આપીને સમર્થન વ્યક્ત કર્યું હતું.

    જાણવા મળી રહ્યું છે કે રાજીનામાં બાદ હવે NDAની એક બેઠક મળશે, જેમાં ભાજપ અને અન્ય સહયોગી પાર્ટીઓ નીતીશ કુમારને સમર્થન પત્ર આપશે. આ બેઠકમાં નીતીશને NDA ધારાસભ્યોના નેતા ચૂંટવામાં આવે તેવી શક્યતા છે. ત્યારબાદ તેઓ ફરીથી રાજ્યપાલને મળીને સરકાર રચવાનો દાવો માંડશે અને તેમના આમંત્રણથી ફરીથી શપથગ્રહણ કરશે.

    - Advertisement -

    ઉલ્લેખનીય છે કે છેલ્લા બે-ત્રણ દિવસથી રાજકીય વર્તુળોમાં ચર્ચા શરૂ થઈ હતી કે નીતીશ કુમાર ફરી એક વખત પલટી મારી શકે છે. દરમ્યાન, પટના અને દિલ્હીમાં સતત બેઠકો ચાલતી રહી અને જેમ-જેમ સમય વીતતો ગયો તેમ નીતીશ કુમાર અને NDA વચ્ચેનું અંતર ઘટતું ગયું. આખરે તેઓ ફરી એક વખત NDAમાં સામેલ થવા જઈ રહ્યા છે. ભાજપ તરફથી પણ તેમના ગઠબંધન પ્રવેશની લીલી ઝંડી મળી ગઈ હોવાનું કહેવાય છે.

    અનેક વખત પલટી મારી ચૂક્યા છે નીતીશ કુમાર

    પોતાની લાંબી રાજકીય કારકિર્દી દરમિયાન બિહાર CM અનેક વખત સાથીઓ બદલી ચૂક્યા છે. ક્યારેક તેઓ NDA સાથે રહ્યા અને સરકાર ચલાવી તો ક્યારેય મહાગઠબંધનના ટેકાથી સરકાર બનાવી. દરેક વખતે પોતે જ મુખ્યમંત્રી રહ્યા. 

    નીતીશ કુમારે વર્ષ 2005માં ભાજપ સાથે મળીને ચૂંટણી લડી હતી અને સરકાર બનાવી હતી. ત્યારબાદ 201૦ની ચૂંટણી પણ ભાજપ-જેડીયુ સાથે મળીને જ લડ્યા અને જીત્યા. પરંતુ 2013માં ભાજપે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદનો ચહેરો ઘોષિત કર્યા બાદ નીતીશ કુમારે ગઠબંધનનો અંત આણ્યો અને સામેના પક્ષે જતા રહ્યા. તેમણે લાલુ યાદવની RJD સાથે મળીને સરકાર બનાવી અને ફરી સીએમ બની ગયા. 

    2014માં લોકસભા ચૂંટણી બાદ નીતીશ કુમારે બિહાર સીએમ પદેથી રાજીનામું આપ્યું અને પોતાના જ સાથી જીતનરામ માંઝીને સીએમ પદે બેસાડ્યા હતા. 2015ની બિહાર ચૂંટણી તેઓ RJD સાથે મળીને લડ્યા અને જીત મેળવીને સરકાર પણ બનાવી, પરંતુ 2 જ વર્ષમાં ગઠબંધન તૂટી ગયું અને ફરી ભાજપ સાથે આવી ગયા. 2020 સુધી તેમણે ભાજપના ટેકાથી સરકાર ચલાવી. 

    2020ની વિધાનસભા ચૂંટણીમાં નીતીશની JDU અને ભાજપ સાથે મળીને લડ્યા હતા અને ભાજપે વધુ બેઠકો મેળવી હોવા છતાં નીતીશ કુમારને જ મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા. પરંતુ ઓગસ્ટ, 2022માં તેમણે ફરી એક વખત પલટી મારી અને ફરી એક વખત RJD સાથે ગયા. પછીથી ઘણા પ્રસંગોએ તેઓ કહેતા રહ્યા કે હવે NDAમાં જવાનો કોઇ વિચાર નથી પરંતુ આખરે એ દિવસ પણ આવી ગયો જ્યારે તેમણે ફરી એક વખત પલટી મારી છે. 

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં