Wednesday, April 24, 2024
More
    હોમપેજમંતવ્યચમત્કાર અને અંધશ્રદ્ધાના આધારે ‘સંત’ કહેવાયાં હતાં મધર ટેરેસા

    ચમત્કાર અને અંધશ્રદ્ધાના આધારે ‘સંત’ કહેવાયાં હતાં મધર ટેરેસા

    મધર ટેરેસાને અપાયેલી બીજી સૌથી સન્માનિત ઉપાધિનો આધાર ચમત્કાર હતો, વિજ્ઞાન નહીં.

    - Advertisement -

    આજે મધર ટેરેસાનો જન્મદિવસ છે. એક પક્ષ તેમનાં કામોની પ્રશંસા કરે છે, જ્યારે બીજો સેવાની આડમાં મધર ટેરેસા દ્વારા કરવામાં આવેલાં કરેલાં ધર્માંતરણનો વિરોધ કરે છે. આપણે આ બંને બાબતોથી અલગ આજે એક અન્ય વાત કરવી છે. 

    જેમ હિદૂ ધર્મમાં ધાર્મિક પદો હોય છે, તે જ રીતે ખ્રિસ્તી ધર્મમાં પણ જુદાં-જુદાં પદ હોય છે. જેમાં મિશનરી કામમાં જોડાનારને સૌપ્રથમ “Nun” કહેવાય પછી ‘ધન્ય’ અને પછી ‘સંત.’ પરંતુ ખ્રિસ્તી વેલ ઓર્ગેનાઈઝ્ડ ધર્મ છે. આ ધર્મમાં નાનામાં નાની પ્રક્રિયા માટે પણ બંધારણ છે અને જેને ફરજીયાત અનુસરવું જ પડે છે. દા.ત. આપણે ત્યાં કોઈ પણ વ્યક્તિ સંસાર છોડે એટલે સંન્યાસી કહેવાય, તેનાં કોઈ નિયમો નથી. પરંતુ ખિસ્તી ધર્મમાં Nun બનવા માટે પણ અમુક પ્રક્રિયામાંથી પસાર થવું પડે. અર્થાત જે આ એક કોર્પોરેટ કંપની જેવું કામ છે.

    ઉપર કહ્યું તેમ ‘સંત’ની ઉપાધિ માટે પણ ખ્રિસ્તીઓ માટે ચુસ્ત બંધારણ છે. આમ તો આ ઉપાધિના ઘણા નિયમો છે, પરંતુ આપણે કેટલાક કામના નિયમો જોઈએ.

    - Advertisement -

    1. આ ઉપાધિ મૃત્યુ બાદ જ અપાય છે.

    2. નનના મૃત્યુ બાદ તેમની આત્માએ ઓછામાં ઓછા બે ચમત્કારો કરેલા હોવા જોઈએ.

    3. ચમત્કારો પણ એવા હોવા જોઈએ કે તેને વિજ્ઞાન પડકારી ન શકે. એટલે કે ચમત્કારનો કોઈ વૈજ્ઞાનિક આધાર ન જ હોવો જોઈએ.

    ઉપરના ત્રણ આધારોને ધ્યાને લઈને મધર ટેરેસાને ‘સંત’ની ઉપાધિ આપવામાં આવી. મધર ટેરેસા માટે ‘સંત’ની ઉપાધિ આપવા માટેની પહેલી માંગ તેમના મૃત્યુનાં (05/09/1997) બે વર્ષ બાદ 1999માં ઉઠી હતી. જે બાદ આ બાબતની તપાસ કરી અહેવાલ સોંપવાની જવાબદારી કેથલિક ચર્ચ દ્વારા ફાધર Braian Kolodiejchukને સોંપવામાં આવી. તેમની જવાબદારી હતી- મધર ટેરેસાના મૃત્યુ બાદ તેમના ચમત્કારો શોધવા.

    આમ તો અમુક લોકોના કહેવા અનુસાર મધર ટેરેસાએ ‘અસંખ્ય’ ચમત્કારો કર્યા હતા, પરંતુ અગાઉ કહ્યું તેમ ખ્રિસ્તી વેલ ઓર્ગેનાઈઝ્ડ ધર્મ છે. ત્યાં બધી જ બાબતો માટે નિયમો છે. તેથી આ ચમત્કારો માન્ય રાખવામાં આવ્યા નહીં. પરંતુ અહીં બે ચમત્કારોની વાત કરીએ, જે માન્ય રાખવામાં આવ્યા હતા.

    ચમત્કાર-1

    ઈ.સ. 1990માં પશ્ચિમ બંગલાની એક આદિવાસી મહિલા મોનિકા બેસરાએ દાવો કર્યો હતો કે તેને પેટમાં કેન્સરની ગાંઠ હતી. ડોક્ટરોની સલાહ ઓપરેશન કરવાની હતી પરંતુ તે મહિલાનું શરીર એટલું નબળુ હતું કે ઓપરેશન કરવું શકય ન હતું. જેથી તેના કહેવા અનુસાર એક દિવસ તેણે મધર ટેરેસાને પ્રાર્થના કરી, અને જે બાદ તેના ધરમાં દિવ્ય પ્રકાશ થયો અને બીજા દિવસે તે ગાંઠ ગાયબ હતી, અને તેને બધું જ સારૂ થઈ ગયું. 

    આ બાબતની તપાસ વેટિકનથી આવેલી ટીમ “The theologians and medical” નિષ્ણાતોએ તપાસ કરીને માન્યતા આપી હતી અને તે સમયના પૉપ જન્હોન પોલ દ્વિતીયને રિપોર્ટ સોંપ્યો હતો. જેને તેમણે પણ માન્યતા આપી હતી. જોકે, મોનીકાના પતિએ એક વખત આ બધી બાબતોને નાટક ગણાવી હતી, પરંતુ થોડા સમય બાદ તે ફરી ગયો હતો.

    આમ પ્રથમ ચમત્કાર બાદ મધર ટેરેસાને સંતની ઉપાધિ આપી શકાશે તેવી યાદીમાં ઉમેરવામાં આવ્યાં, જેને “beatification can be conferred” કહેવાય છે.

    ચમત્કાર- 2

    ઈ.સ. 2008માં Marcilio Haddad Andrino નામના એક બ્રાઝિલિયન વ્યક્તિને અકસ્માત થતાં બ્રેઈન હેમરેજ થયું અને તે કોમામાં જતો રહ્યો હતો. દાવા અનુસાર, તેની પત્ની ફરનાન્ડાએ મધર ટેરેસાને પ્રાર્થના કરી અને તેઓ સપનાંમાં આવીને અસ્થિ આપી ગયાં હતાં, જે અસ્થિ તેના પતિના માથા પર લગાડતાં જ તે ભાનમાં આવી ગયો અને બોલ્યો કે, ‘હું કેમ અહીં છું?’

    મધર ટેરેસા અને ચમત્કારને લગતા આ કિસ્સાની પણ ‘The theologians and medical’ એક્સપર્ટ ટીમે તપાસ કરી રિપોર્ટ તે તત્કાલીન પોપ ફ્રાન્સિસને સોંપ્યો, જે બાદ તેને પણ માન્યતા મળી હતી. 

    આ બંને ચમત્કાર બાદ 4 સપ્ટેમ્બર 2016ના રોજ મધર ટેરેસાને ‘સંત’ની ઉપાધિ આપવામાં આવી. આ ઉપાધિ ‘પૉપ’ બાદ સૌથી સન્માનિત ઉપાધિ છે. હવે આટલી મોટી ઉપાધિનો આધાર વિજ્ઞાન નહીં, પરંતુ ચમત્કાર છે. આપણે ત્યાં પશ્ચિમના લોકો વિશે તેઓ આધુનિક હોવાની માન્યતા છે, પરંતુ તેમનો આધાર વિજ્ઞાન નહીં પરંતુ ચમત્કાર છે.

    મધર ટેરેસાને ‘સંત’ની ઉપાધિ આપવામાં આવી ત્યારે ભારતના સેક્યુલરોએ ખૂબ વધાવી હતી પરંતુ ચમત્કારો પણ સવાલ નહતા ઉઠાવ્યા. જ્યારે આ જ સેક્યુલરો ઘણીવાર હિંદુ ધર્મની માન્યતાઓ પર સવાલ કરતા જોવા મળે છે. એટલે જ, આ દેશમાં સેક્યુલરિઝમ એકતરફી અને હિંદુવિરોધી છે. માટે જ હું તેને કેન્સર ગણાવું છું. 

    એ પણ યાદ રાખવા જેવી બાબત છે કે વિજ્ઞાન અને ધર્મ એકબીજાના પૂરક છે, વિરોધી નહીં.

    - Advertisement -

    સંબંધિત લેખો

    - Advertisement -

    તાજા સમાચાર

    ચૂકશો નહીં